________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩ થઈ ગયું. હું શું કહું છું કે બીજી કોઈ સ્ત્રીને જોઈશ નહીં, કુદરતી રીતે તારે ભાગે આવેલી હોય, તેને તું ભોગવ. કો'કની સ્ત્રી ઉપર નજર કરે તો તે ચોરી કર્યા બરાબર છે. આપણી સ્ત્રી ઉપર કોઈ નજર કરે તો તમને સારું લાગે ખરું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એવું આપણે પણ કાયદેસર રહેવું જોઈએ. ગમે એવી દેખાવડી હોય તો ય છોકરી પર નજર જાય નહીં, આટલું સાચવવાનું કહ્યું છે.
પ્રશ્નકર્તા : પવિત્ર રહેવાનું.
દાદાશ્રી : હા, પવિત્ર રહેવાનું છે. પવિત્ર રહેવા છતાં ક્યાંક આંખ ખેંચાઈ જાય અને કંઈક જરા ભૂલ થઈ ગઈ હોય તો અમે સાબુ આપેલો છે, તેનાથી તરત જ ડાઘ ધોઈ નાખજો. તરત ધોઈ ના નાખે તો કપડું મેલું થયા કરે. આ છોકરાઓને બિચારાને દ્રષ્ટિ બગડે. તમારે મોટી ઉંમરનાને પણ સાબુ આપવો પડે. કારણ કે આ આંખ તો ક્યારે બગડશે, તે કહેવાય નહીં. અમે આ સ્ત્રી સાથે મોક્ષ આપેલો છે. તમને હું કહું કે સ્ત્રી મૂકીને અહીં આવતા રહો ને એને મનમાં દુ:ખ થયું, તો પછી તમે કોઈ દહાડો મોક્ષે જઈ શકો ? અને હું તમને બોલાવું તો હું ય મોક્ષ જઉં ખરો ? તમને બેઉને રખડાવી માય, તેમાં મારો ય મોક્ષ થાય ખરો ?!
વાંધો ફક્ત સ્ત્રી-પુરુષો બે સામસામે ભેગા થાય છે ત્યાં આગળ મૂળ દ્રષ્ટિનો રોગ છે. તે દ્રષ્ટિ બગડે તો પ્રતિક્રમણ કરી લેવું. બસ, એટલો જ વાંધો ! બીજો કોઈ વાંધો નથી. કારણ કે શાસ્ત્રકારોએ કહ્યું છે, જગતે કહ્યું છે કે પેટ્રોલ અને અગ્નિ એ બે જોડે ના મૂકાય. છતાં, આપણે અહીં જોડે બને છે. તો આટલું ચેતીને ચાલવાનું કે દીવાસળી ના પડવી જોઈએ.
અહીં આ સ્ત્રીઓને, પુરુષોને દરેકને પ્રતિક્રમણનું સાધન આપ્યું છે. દ્રષ્ટિ બગડી કે તરત પ્રતિક્રમણ કરવું, પછી જોખમદારી મારી. કારણ કે તમે પ્રતિક્રમણ કર્યું. મારી આજ્ઞા પાળી એટલે જોખમદારી બધી મારી. પછી આપને શું જોઈએ ? જોખમદારી દાદા લેતા હોય, પછી શો વાંધો છે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આપણાં જ્ઞાનથી બહાર તો દ્રષ્ટિ બેસે જ નહીં અને બેસે તો ઉખેડીને પાછું પ્રતિક્રમણ કરી લે. બેસે ખરી પહેલાંનો માલ ભરેલો એટલે. પણ ઉખેડીને પ્રતિક્રમણ કરે.
પ્રશ્નકર્તા: દ્રષ્ટિ ના બગડે, મન ચોખ્ખું રહે, એનાં માટે તો કેટલી બધી જાગૃતિ રાખવી પડે ?
દાદાશ્રી : ઓહોહો, તો એની તો જાગૃતિ ના રાખે, ત્યારે તો પછી કરવાનું શું ત્યારે ?! એ તો ફાઈલો હજુ આવતાં ભવમાં ય ચોંટે પાછી. ગયા અવતારની ચોંટેલી, તે આ જ્ઞાન કરીને ઉખાડી નાખવાની છે. નવી ચોંટે નહીં એ જ જોવાનું ને !
કિમત રૂપાળી ચામડીતી ! આપણે રૂપાળાં કપડાં પહેયાં હોય, તો કોઈને મોહ થાય ને ? એ કોનો ગુનો કહેવાય ? એટલે આપણા પર કોઈને મોહ થયો, તો એ આપણો જ ગુનો છે !!તેથી વીતરાગો કહે છે કે, ‘નાસી છુટો. આપણાથી સામાને મોહ થઈ જાય તો તે બિચારો દુ:ખી થાય, તે આપણા નિમિત્તે જ ને !' ત્યારે આ વીતરાગોનું વિજ્ઞાન કેવું હશે ? ત્યારે વીતરાગો કેવા ડાહ્યા હશે ? તમને કેવા લાગે છે ? ડાહ્યા નથી લાગતા ? સામાને દુઃખ ના થાય, એટલા માટે પોતાના વાળ ચૂંટી કાઢે.
પહેલાં સાધુ-આચાર્ય મહારાજ રૂપાળા હોય, તો ય તે માથે વાળ વધારીને, રૂપનાં છૂંદણા ના કરે, રૂપ કેવી રીતે દબાય એવું ખોળ ખોળ કરે. દાઢીઓ વધારે, લોચ કરે, આમ કરે, તેમ કરે ! પણ એ લોકો બહુ જાગૃતિપૂર્વક રહેવાના. કારણ કે “મારા રૂપથી કોઈને દુઃખ થશે’ એમ એ
પ્રશ્નકર્તા : કોઈને સુખ પણ થાય છે ?
દાદાશ્રી : જેને સુખ થયું હોય, તેનું પરિણામ દુઃખ આવવાનું જ. કારણ કે એનું પરિણામ દુઃખદાયી છે. એટલે એનાથી સુખ થાય તો ય તેનું પરિણામ દુઃખદાયી છે !