________________
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય
કેટલાંકને કેવું હોય કે માનની ગાંઠ વિષયને માટે જ રક્ષા કરતી હોય. એટલે એનો વિષય ગયો કે માનની ગાંઠ છૂટી જવાની. કેટલાંકને પહેલી માનની ગાંઠ હોય ને પછી વિષય હોય છે, એટલે માનની ગાંઠના આધારે વિષય હોય છે અને કેટલાંકને વિષયના આધારે ય માનની ગાંઠ હોય છે ! એટલે એનો આધાર નિરાધાર થાય કે પેલું ઊડ્યું.
પ્રશ્નકર્તા: કોઈ સ્ત્રીને આપણે બહેન તરીકે માનીએ, દીકરી તરીકે માનીએ કે માતા તરીકે માનીએ, તો પછી તેના માટે આપણને ખરાબ ભાવ ના થાયને ?
દાદાશ્રી : માનવાથી કશું ફળ મળે નહીં. માનેલું રહે જ નહીં ને ! લોકો તો સગી બહેન જોડે હઉ ‘વ્યવહાર’ કરે છે ! એવાં ઘણાં દાખલા હું જાણું છું. માટે માનેલું કશું રહે નહીં.
પ્રશ્નકર્તા એટલે એનો અર્થ એ કે દરેક બાબતમાં ચેતતા રહેવું જોઈએ ?
દાદાશ્રી : બહુ જ ચેતતા રહેવું જોઈએ અને આ તો દાદાની આજ્ઞા છે ને ? તે આ આજ્ઞા તો ખાસ બધાને આપેલી જ છે ! જેને જીતવું છે, તેને અમારી આ મોટામાં મોટી આજ્ઞા પાળવાની છે. બાકી, માનેલું કશું રહે નહીં.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા ભાવથી જોતા હો, તો પછી વાંધો જ ના આવેને ?
દાદાશ્રી : શુદ્ધાત્મા ભાવથી તો જોઈ લેવાનું છે. પણ દ્રષ્ટિ તો ના જ મંડાવી જોઈએ. તમને કોઈ જે જે કરે અને બે શબ્દ સારા બોલે તો તરત તમારી દ્રષ્ટિ એનાં પર મીઠાશવાળી મુકાશે અને પેલીની દ્રષ્ટિ તમારે માટે પછી બગડશે. એટલે માન આપે ત્યાંથી તેને દુશ્મન માની લેવું. વ્યવહારમાં સાધારણ માન આપે તો તો વાંધો નથી, પણ જો બીજા પ્રકારનું માન આપે, ત્યાંથી આપણે જાણવું કે આ આપણા દુશ્મન છે, આપણને ખાડામાં લઈ જશે !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય માનેલું કશું રહે નહીં. આવું તમે કંઈથી લાવ્યા માનેલું ?
પ્રશ્નકર્તા : ના, એ તો આ પ્રશ્ન નીકળ્યો કે કોઈને ભાઈ-બહેન એ દ્રષ્ટિથી જોતાં હોય તો કેવું?
દાદાશ્રી : ના, એ દ્રષ્ટિથી જોવાય જ નહીં ને ! એ દ્રષ્ટિ તો હવે રહી જ નથી ને ! એટલે એ દ્રષ્ટિથી જોવામાં ‘સેફસાઈડ’ રહી નથી. તમને શી ખબર પડે કે આ પ્રજા કેવી છે ? સગા કાકાની દીકરી ઉપરે ય દ્રષ્ટિ બગડે ! આ તો ઘેર-ઘેર બધો આવો માલ થઈ ગયો છે ! કળિયુગ તો બધે ફેલાઈ ગયો છે.
દ્રષ્ટિ બગડે ત્યાં ભવ જોડાય ! પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય સંબંધી બહાર કોઈ બોલતું જ નથી.
દાદાશ્રી : “મેરી ભી ચૂપ ઔર તેરી ભી ચૂપ’ એવું પોલંપોલ ચાલ્યું છે. હું બ્રહ્મચર્યસંબંધી વાત કરું છું ત્યારે મોટા મોટા આચાર્ય-મહારાજોને આશ્ચર્ય થાય છે કે, ‘આ કાળમાં આવું ના હોય, તો માણસ ન જશે, કારણ પહેલાં તો લોકોની એકાદ જગ્યાએ દ્રષ્ટિ બગડતી. આજે તો ઠેર ઠેર દ્રષ્ટિ બગડે છે ! તે પછી હિસાબ ચૂકવવા જવું જ પડે. એટલે એ જ્યાં જાય, હલકી નાતમાં જાય તો આપણે પણ હલકી નાતમાં જવું પડે. એ હરિજનવાસમાં જાય તો આપણે પણ હરિજનવાસ લેવો પડે. છૂટકો જ નહીં. હિસાબ ચૂકવવો જ પડે. હવે આ બધા બિચારાને આની ખબર જ ના હોય ને ! કે આની જવાબદારી શું છે ? તમે જાણો કે આ લોકો આવું કરે છે ? તે આપણે ય એવું કરીએ છીએ, વીંછી જો ડંખ મારે તો તરત કેમ છેટા રહો છો ? ‘આમાં ડંખ મારનારું છે' એમ કોઈ દેખાડનાર નથી ને ?!
નીચી નાતમાં ઊંચા પુરુષોને શા માટે જન્મવું પડે છે ? વિષય વિકારના રોગ જેને લાગુ થયા છે, એ બધા ય નીચી નાતોમાં જન્મ પામે છે, એક જ આધારે. વિષય-વિકાર જેને ઓછાં હોય, તે ઊંચી નાતમાં ઊંચા કૂળ અને ઉચ્ચ ગોત્રમાં હોય. વિષયદોષ ઓછો એટલે ! દ્રષ્ટિ જ ફેર થવાથી એ જ્યાં જાય ત્યાં જવું પડે. એટલે ચેતવાનું છે. પોતાની સ્ત્રી સિવાય બીજે દ્રષ્ટિ જ ના બગડવી જોઈએ. બીજે દ્રષ્ટિ બગડી તો ખલાસ
મોટામાં મોટું જોખમ જ આ છે, બીજું કોઈ જોખમ જ નથી. બાકી,