________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બધું બદલાઈ જ જવાનું ને ! આ તો બધી જૂની ખોટ. હવે એ ધંધો બંધ કરી દીધો.
તીર્થંકર ભગવાન મહાવીરની ચામડી આકર્ષક નહોતી. ભગવાન ઘાટીલા હોય. એમનામાં મોહની પ્રકૃતિ જ નહીં ને ! મોહ પ્રકૃતિ એ જ આકર્ષક ચામડી છે. મોહ પ્રકૃતિવાળાની આંખો ય વિકારી હોય. એને પાછા આજનાં જીવડાં શું માને છે કે હું કેવો રૂપાળો છું ? અલ્યા, તારી કિંમત જ નથી દુનિયામાં ! પ્રભાવ ના થાય. ઊલટું, જોતાંની સાથે જ ભાવ એવો થાય કે અધોગતિએ લઈ જાય ને જ્ઞાન હોય તે ય જતું રહે. પુરુષો છોકરીઓને જુએ છે, તો જોતાંની સાથે જ જ્ઞાન જતું રહે. આ છોકરીઓ પુરુષોને જુએ, તો જોતાંની સાથે જ જ્ઞાન જતું રહે. એટલે આ માલ જોવો જ નહીં. જેનાથી પ્રભાવ ઉત્પન્ન થાય, આપણા ભાવ ફરે, વિચાર ફરે, એ માલ જુઓ. આ તો બધો કચરો માલ, ‘રબીશ', વેચાણીઓ માલ !
આવું જગતમાં કોઈ કહે જ નહીં ને ? આવી વાત જ ઉઘાડી પાડેલી ના હોયને ! જગત જાણતું જ નથી આ ! લોકો એમ સમજે છે કે કેવો દેહકર્મી છે આ ! અલ્યા, દેહકર્મીનિ શું તોપને બારે ચઢાવવાનો છે ? એનાથી તો લોકોની અધોગતિ થાય છે ! મનુષ્ય તો કેવો હોય ? પ્રભાવશાળી હોય કે જેને આમ જોતાં જ આપણા મનના વિચારો સરસ આવે, આપણે સંસાર ભૂલ્લી જઈએ. તેથી તો આપણા લોકો પ્રભાવશાળીને વખાણતા. ચામડીની કિંમત તને સમજાઈ ને ?
પ્રશ્નકર્તા : ‘ઝીરો વેલ્યુએશન'.
દાદાશ્રી : આ રેશમી ચાદરથી બાંધેલો માલ છે. એમાં માંસ, લોહી, પરુ, બધો ય ગંદવાડો છે. ગટર ને એ બધું ય આમાં છે. આ તો બેભાનપણે લોકો, ભાન વગર ચાલે છે. આ માલ ચાદર બાંધ્યા વગર આપે તો કેટલાં લોકો ખુશ થઈ જાય ?
પ્રશ્નકર્તા : કોઈ અડે જ નહીં.
દાદાશ્રી : અરે ! જુએ નહીં. આમ જુએ તો ય તરત બહાર થૂકે ! અલ્યા, ત્યારે આ તારા પેટમાં શું છે ? આ તો પાછો હાથે ય ફેરવ ફેરવ
કરે અને પછી વિષયની આરાધનાઓ ચાલે.
તપાસો વિષયનું પૃથક્કરણ ! એક ભાઈને વૈરાગ નહોતો આવતો. તેથી મેં એને ‘શ્રી વિઝન’ આપ્યાં. પછી એવું શ્રી વિઝને જોયું, તો એને બહુ સરસ વૈરાગ આવી ગયો. તારે એવું જોવું પડે ખરું ?
પ્રશ્નકર્તા : હા. એવો ઉપયોગ કરવો પડે. દાદાશ્રી : એમ ? એટલે હજુ મોહ ખરો ને ?
પ્રશ્નકર્તા : હા, હજુએ આમ કો'ક વખત મોહ ચઢે. ધારો કે બૈરી સરસ કપડાં પહેરીને આમ ચાલે તો, પછી મહીં મૂર્છા ઉત્પન્ન થાય.
દાદાશ્રી : એમ ? ત્યારે પેલા જાપાનીઝ પૂતળાને સરસ કપડાં પહેરાવે છે, ત્યાં કેમ મોહ નથી થતો ?! સ્ત્રીનું મડદું હોય અને તેને સારાં કપડાં પહેરાવે તો મોહ થાય ?
પ્રશ્નકર્તા : ના થાય.
દાદાશ્રી : કેમ ના થાય ? તો આ બધાને શેનો મોહ થાય છે ? સ્ત્રી છે, કપડાં સારાં પહેર્યા છે, પછી મડદું હોય ને મહીં આત્મા નથી તેની ઉપર મોહ થાય ? તો શેની ઉપર મોહ થાય છે ? આ વિચાર્યું નથી ને ? આત્મા ના હોય એવી સ્ત્રી જોડે મોહ કરે કોઈ ?
પ્રશ્નકર્તા : ના કરે.
દાદાશ્રી : તો એનું શું કારણ ? તો એ શું આત્મા જોડે મોહ કરે છે? તારી જે બૈરી છે ને, એની ઉપર ગયા અવતારની તારી દ્રષ્ટિ ચોંટી ગયેલી, તેનું આ ફળ આવ્યું છે.
પ્રશ્નકર્તા: મારા વિચારો બ્રહ્મચર્ય લેવાના છે ને એનો એવો વિચાર નથી, તેથી એ એવી બગડી છે ને !
દાદાશ્રી : એ જ પરવશતા ને ! કેટલી બધી પરવશતા !