________________
૧૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ને, કે આત્મા કેવો છે ? મૂળ આત્મા કેવો છે ? કે, “મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓમાં પણ અસંગ છે.” અને એ જ સ્વરૂપ અમે તમને આપેલું છે. સંગી ક્રિયાઓમાં પણ પોતે અસંગ છે. પોતે સંગી ક્રિયાનો જાણનાર છે. હવે આટલી બધી જાગૃતિ તમને રહે નહીં ને !
પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓમાં તદન અસંગ છે, એવું એજ આવતું હશે ને ?
દાદાશ્રી : આવે. તે કોઈ ક્ષણ આવે, દરેક ક્ષણ ના આવે. આ જ્ઞાન છે એટલે ફર્યા કરે ખરું. કોઈ ક્ષણ આવે. આપણે અહીં રોજ સૂર્યગ્રહણ હોય છે ?! એના જેવું છે !
અમે એટલા બધા જ્ઞાન વાક્યો આપ્યા છે કે તમને દરેક પ્રસંગમાં એલર્ટનેસ રહે. તે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫ જગતમાં તો બધા વિષય જ છે, આ સ્ત્રી વિષય તે એકલો જ વિષય નથી.
સ્ત્રી છોડી તો ય નર્યા વિષય જ છે. વિષય વગરનો મનુષ્ય થઈ શકતો નથી. જ્યાં સુધી દ્રષ્ટિ બદલાય નહીં, ત્યાં સુધી વિષય જ છે. દ્રષ્ટિ બદલાય, તે ય સમ્યક્ દ્રષ્ટિ થાય, ત્યારે વિષય ઓછા થાય. પણ વિષય જાય નહીં. એ તો સાતે ય સાત પ્રકૃતિ જાય ત્યારે વિષય જાય.
અક્રમ સિવાય, આવી છૂટ મળે ? એટલે અમે અક્રમ વિજ્ઞાનમાં તો પોતાની સ્ત્રી સાથેનાં અબ્રહ્મચર્યનાં વ્યવહારને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. પણ તે વિનય પૂર્વકનો અને બહાર કોઈ સ્ત્રીના પર દ્રષ્ટિ ના બગડવી જોઈએ અને દ્રષ્ટિ બગડી હોય તો તરત ભૂંસી નાખવી જોઈએ. તો એને આ કાળમાં અમે બ્રહ્મચારી કહીએ છીએ. બીજી જગ્યાએ દ્રષ્ટિ નથી બગડતી, માટે બ્રહ્મચારી કહીએ છીએ. આને કંઈ જેવું તેવું પદ કહેવાય ? અને પછી લાંબે ગાળે એને સમજાય કે આમાં ય બહુ ભૂલ છે ત્યારે હક્કનું પણ છોડી દે. ઘણાં એ છોડી દીધેલું. આ તો બહુ મોટામાં મોટું અહિતકારી વસ્તુ હોય, સ્ત્રી તો આ વિષય એકલો જ છે, આ જગતમાં.
એટલે આ બધું સમજવું પડે. એમ ને એમ ગડું ચાલતું હશે ? કેવો બાબો ને બેબી છે, હવે શું કામ આપણે... સારા સંપીને ફ્રેન્ડશીપથી રહીએ. અને પ્રારબ્ધમાં ઉદય હોય તો, બેઉ જણને તાવ ચઢ્યો હોય તો દવા પીવો, એવું કહું છું હું. હું ખોટું કહું છું કે તમારો વિરોધી છું હું કંઈ ? બધું વિચારીને લખેલું છે ને મેં.
પ્રશ્નકર્તા : બરાબર છે. સાચી વાત છે.
ખાવા-પીવામાં તો ક્યાં આપણે કશો વાંધો ઉઠાવ્યો છે, કે આ ના ખાશો ને તે ના ખાશો ?! ત્યારે કપડાં પહેરવામાં વાંધો ઉઠાવ્યો છે ? ચાર ગોદડાં પાથરો તો ય કશો વાંધો છે ? બીજી કશી ભાંજગડ નથી. અહીં આગળ તમે કાનમાં અત્તર ઘાલીને આવો તો ય અમને કશો વાંધો નથી. એક ફક્ત આ વિષયસંબંધીનો જ જોખમવાળો માલ છે. એટલે અમે ધીમેથી સમજાવીએ. કારણ કે અમારા શબ્દ યથાર્થ જાગૃતિમાં રહે નહીં