________________
૧૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એમ કરીને નિશ્ચય કાચો થઈ જાય છે.
પ્રશ્નકર્તા : સમજમાં આવે એટલે વર્તનમાં આવે જ ને ?
દાદાશ્રી : સમજમાં તો આવ્યું નથી. આ બુદ્ધિપૂર્વકનું સુખ નથી. એવું સમજમાં જ નથી આવ્યું. મેં જલેબી ખાવાની છૂટ આપી. દૂધપાક ખાવાની છૂટ આપી. આ દારૂમાં સુખ આવે છે, એ બુદ્ધિપૂર્વકનું સુખ ના કહેવાય. સીગારેટમાં સુખ આવે છે, એ બુદ્ધિપૂર્વકનું સુખ ના કહેવાય. આમ દેખાદેખીથી જ છે.
એક ફેરો જાણી લેવાની જ જરૂર છે કે તાવ આવે તો જ દવા પીવાય. પછી એ બાજુનું નક્કી થઈ ગયું, તો મન પછી એવું નક્કી રાખે છે. કારણ કે એને આત્મસુખ તો મળ્યું ને ! જેને કોઈ પ્રકારનું સુખ જ ના હોય, તેને તો પછી એ વિષય સુખ છે જ, એને તો આપણે વાળીએ જ નહીં અને એને તો વાળી શકીએ પણ નહીં. જ્યારે આ તો આત્મા તરફનું સુખ મળ્યું છે, તેથી પોતાના આ સુખમાં વળી જાય છે અને પાછું મન જ્યારે ક્યાંય સહેજ ટકરાય તો તે વખતે પાછું બહાર પેલી વિષય બાજુ નહીં વળતાં આત્મા બાજુ મહીં વળી જાય છે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય, તેને શું થાય ? આ મોક્ષનો માર્ગ છે. એટલે અહીં આટલું જ સમજજો જરા. તમને આ વાત ગમી કે ? આ ‘અક્રમ જ્ઞાન’ સાચું છે ને ?
પ્રશ્નકર્તા : હા, સાચું છે.
દાદાશ્રી : વિષયની હાજરીમાં ય મોક્ષ થાય એવું આ “જ્ઞાન” છે ને ?! આ અમારી શોધખોળ છે. બહુ ઊંચી જાતની શોધખોળ છે ! તમને લાડવા-જલેબી બધું જ ખાવાની છૂટ આપી છે. કૃપાળુદેવે તો શું કહેલું કે, ‘ભાવતી થાળી આવે તો બીજાને આપી દેજો.” તે કોઈએ, બીજાને આપી દીધી ? એકે ય એવો પાક્યો કે જેણે ભાવતી થાળી બીજાને આપી દીધી ? આ કોઈ આપી દે એવાં છે? એ તો એક “જ્ઞાની પુરુષ' એકલાં જ એવું કરે. જ્યારે મેં તો તમને કહ્યું કે, “ભાવતી થાળી ખાજો, નિરાંતે ! કેરીઓ ખાજો, રસ ખાજો.' કોઈએ આવી છૂટ આપી નથી. અત્યાર સુધી કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું કે સંસારીવેષે આમ થાય. આ તો બધાં શાસ્ત્રોએ
‘સ્ત્રીથી છેટા ભાગો,’ એવું કહેલું છે. પણ અમે આ નવી શોધખોળ કરી છે ! મારી આ નવી વૈજ્ઞાનિક શોધખોળ છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે આ !!
અહીં આપણે પોતાની સ્ત્રી કે પોતાના પુરુષ પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ, એમાં એવી જવાબદારી રહેતી નથી. એથી અમે છૂટ આપી છે. બાકી શાસ્ત્રકારોએ તો આ હપુરું ઉડાડી જ મેલ્યું કે “એ ય સ્ત્રીને છોડી દો’ એમ કહી દીધું. પણ આ તો આપણું વિજ્ઞાન છે, એટલે એક બાજુ શાંતિ રહે એવું છે અને એટલે આજ્ઞામાં રહેવા તૈયાર થાય છે. બાકી છૂટ આપી છે, એનો જો ઊંધો અર્થ કરે તો તો આમાં માર ખાઈ જાય ને ?
લોકસંજ્ઞાથી ફસાયો વિષયમાં બાકી વિષય તો લોકસંજ્ઞા છે. ખાલી વિચાર્યા વગરની વાત છે. કૃપાળુદેવે તો એનું બહુ ખરાબ રીતે વર્ણન કર્યું છે. એને તો ‘ઘૂંકવા યોગ્ય પણ એ ભૂમિકા નથી,' એમ કહ્યું છે. તેનાં પર લોક ટીકા કરે ! જગત છે ને ! જગતને આ વાત ગમે નહીં ને? દુનિયામાં તો સહુ સહુની દ્રષ્ટિ જ જુદી હોય. એટલે એક જણનું કહેલું સાચું માનવાનું જ ના હોય.
પ્રશ્નકર્તા : પણ એ ‘વ્યવસ્થિત'ના ક્ષેત્રમાં વિષય ખરો કે નહીં ?
દાદાશ્રી : ખરું ને ! પણ તે તાવ આવે તો ‘વ્યવસ્થિત'ના ક્ષેત્રમાં, નહીં તો ‘વ્યવસ્થિત'નો દુરુપયોગ કરીએ છીએ. તાવ ચઢે તો ટીકડી લીધી હોય તેનો વાંધો નહીં. રોજ તાવ ચઢતો હોય તો રોજ ટીકડી લેવી, પણ તાવ ચઢતો હોય તો જ લેવાય. નહીં તો ના લેવાય. તમને આ વાત ગમી કે ?
પ્રશ્નકર્તા : ગજબની વાત છે દાદા !
દાદાશ્રી : એમ ?! જુઓ અમે કશો વાંધો ઉઠાવ્યો છે ? નહીં તો એક વખત પણ સ્ત્રીનો સંયોગ, તે શાસ્ત્રકારો ના પાડે છે. એ તો શું કહે છે કે, “ઝેર ખાજે, મજે, પણ સ્ત્રી સંયોગ ના કરીશ.” જ્યારે અમે તો તમારી જવાબદારી લીધી છે. કારણ કે તમે આત્મા માટે નિઃશંક થયેલા છો. ફક્ત આટલું જ કહ્યું છે ને કે, તાવ ચઢે તો જ દવા પીજો. બાકી