________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૧ કંઈ બહુ અઘરી વસ્તુ છે? તે ય જો તમે સાયન્ટિસ્ટ માણસો હો, તો તમને કહેવાની જરૂર નથી. આ બધા સાયન્ટિસ્ટ નહીં ને ? આ દવા તો ઘણી સરસ છે, સુગંધીદાર છે, માટે પીઓને, કહેશે ! અલ્યા, એ દવા કહેવાય. દવાનો શોખ ના હોય ! દવાનો તે શોખ હોતો હશે ? દવા એટલે ઉપાય કહેવાય.
પ્રશ્નકર્તા : શોખ શેનો રાખવાનો ?
દાદાશ્રી : આનંદનો, કાયમ આનંદ રહે એનો શોખ રાખવાનો અને જે થાળીમાં આવ્યું હોય, તે ખાવું-પીવું ને મોજ કરવી. એની કંઈ ના નથી. અને બ્રહ્મચર્ય પળાય તો એના જેવું તો સુખ, એ સુખની તો મર્યાદા જ નથી, એટલું બધું સુખ છે ! અમર્યાદ સુખ છે !! એ મેં જોયેલું છે ને અનુભવેલું છે ! તેથી અમને આખો દહાડો ય આનંદ રહેને ! એવો આનંદ હોય તો પછી વિષય સાંભરે જ નહીં. વિષય યાદ જ ના આવે તો પછી ભાંજગડ ક્યાં રહી ?
શરૂ કરો આજથી જ.... તમને ‘તાવ ચઢે તો દવા પીજે' એ મારી વાત ગમી કે ના ગમી ? પ્રશ્નકર્તા : ગમી ને !
દાદાશ્રી : એવું ! ગમ્યું હોય તો આજથી શરૂ કરી દેવું. ના ગમતું હોય તો થોડા દહાડા પછી, આપણે ઉતાવળ શી છે ? પચ્ચીસ વર્ષ પછી !! આની કંઈ ઓછી જબરજસ્તી છે ? બાકી મોટામાં મોટી જોખમદારી તો આ વિષયની જોખમદારી છે ! છતાં અમે કહ્યું કે તાવ ચઢે તો જ દવા પીજે. તો અમારી જોખમદારી ને તમને મોક્ષમાર્ગમાં વાંધો નહીં આવે. આ આટલી બધી જોખમદારી લેવા છતાં તમે કહો છો કે અમને બરોબર પૂરી છૂટ નથી આપતા, તો તે તમારી ભૂલ જ છે ને ? તમને કેવું લાગે છે ? આપણું આ ‘અક્રમ વિજ્ઞાન’ છે ! સ્ત્રી સાથે રહેજો. આજે બધાં શાસ્ત્રોએ સ્ત્રી સાથે રહેવાની જ ના પાડી છે, ત્યારે અમે રહેવાનું કહીએ છીએ. પણ જોડે આ થર્મોમિટર આપીએ છીએ એટલે સ્ત્રીને દુઃખ ના થાય એવી રીતે વિષયનો વ્યવહાર રાખવો.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : એ તાવ ચઢતો બંધ થાય કે નહીં ? દાદાશ્રી : ના, એ તો ફરી પાછો ચઢે. પ્રશ્નકર્તા તો એને બંધ કેવી રીતે કરવો ?
દાદાશ્રી : એ બંધ ના કરશો. બન્નેને તાવ આવે ને દવા પીઓ તો જોખમદારી તમારી નહીં, પછી મારી જોખમદારી. જો શોખની ખાતરી દવા પીતા હો તો તમારી જોખમદારી. હું જાણું છું કે તમે બધા પૈણેલા છો, એટલે બધાને કંઈ એમ ને એમ જ્ઞાન નથી આપ્યું ! પણ જોડે જોડે અક્રમની આ જવાબદારી લીધી છે કે આટલે સુધી કાયદામાં હો તો જોખમદાર હું છું.
પ્રશ્નકર્તા : વાઈફની ઈચ્છા ના હોય અને હસબંડના ફોર્સથી પીવી પડે દવા, તો શું કરવું ?
દાદાશ્રી : પણ એ તો શું કરે ? કોણે કહ્યું'તું, પૈણ ?
પ્રશ્નકર્તા : ભોગવે તેની ભૂલ. પણ દાદા કંઈક એવું બતાવો ને, એવી કંઈક દવા બતાવો કે જેથી કરીને સામા માણસનું પ્રતિક્રમણ કરીએ, કશું કરીએ તો ઓછું થઈ જાય.
દાદાશ્રી : એ તો આ સમજવાથી, વાત સમજણ પાડવાથી કે દાદાએ કહ્યું છે, કે આ તો પી પી કરવા જેવી ચીજ નથી. જરા પાંસરા ચાલો ને, એટલે છ-આઠ દહાડા મહિનામાં દવા પીવી જોઈએ. આપણું શરીર સારું રહે, મગજ સારું રહે તો ફાઈલનો નિકાલ થાય. નહીં તો ડિફોર્મ થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ તાવ ચઢે જ નહીં એવું કંઈક કરી આપો ! દાદાશ્રી : એવું જ કરી આપ્યું છે. પણ તમને હજુ.... પ્રશ્નકર્તા : નિશ્ચય કાચો છે. દાદાશ્રી : નિશ્ચય કાચો છે. આ તો ઈફેક્ટ છે, આ ડિસ્ચાર્જ છે,