________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
છે ડિસ્ચાર્જ, છતાં માંગે જાગૃતિ ! આપણું આ “અક્રમ વિજ્ઞાન” શું કહે છે ? ચાર્જને “ચાર્જ' કહે છે ને ડિસ્ચાર્જને ‘ડિસ્ચાર્જ' કહે છે. ડિસ્ચાર્જ એટલે આપણે કોઈ ત્યાગ કરવાનો કહ્યો નથી. આ જ્ઞાન આપ્યું એટલે તમારે જે ત્યાગ કરવાનું હતું, તે અહંકાર અને મમતા એ બેઉનો ત્યાગ થઈ ગયો અને ગ્રહણ કરવાનું પોતાનું સ્વરૂપ ‘શુદ્ધાત્મા’, તે ગ્રહણ થઈ ગયું. એટલે ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ અને ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ ! એટલે ગ્રહણ-ત્યાગની કડાકૂટો રહી નહીં, કે મારે આ ગ્રહણ કરવું છે કે આ ત્યાગ કરવું છે એવું ! બીજું, એકલો હવે નિકાલ રહ્યો. કારણ કે અમે અમારા જ્ઞાનથી શોધખોળ કરેલી કે આ બધું ડિસ્ચાર્જ છે. હવે છે ડિસ્ચાર્જ છતાં ય અત્યારનાં માણસોને જરા અમારે ચેતવવાં પડે છે, સ્ત્રી-પુરુષના વિષય સંબંધમાં ચેતવવા પડે છે.
એક મહાત્મા છે ને તે પછી એવું માની બેઠા કે આ બધું ડિસ્ચાર્જ જ છે. ત્યારે મેં એમને સમજણ પાડી કે
ડિસ્ચાર્જનો અર્થ શો ? કે તમને તાવ ચઢયો હોય પછી બેનને પૂછીએ કે તમને તાવ ચઢયો છે ? બન્નેને તાવ ચઢે તો દવા પી લેવી. એક ને તાવ ચઢ્યો હોય પણ પેલીને તાવ ના ચઢે ત્યાં સુધી આપણે પીવી નહીં અને બન્ને ને તાવ ચઢે ત્યારે પીવી. આ તો રોજ પીવે છે. મીઠી છે ને, ફર્સ્ટકલાસ બેઉ... એટલે હું આવું કહું છું એમને. નહીં તો શરીર કેવાં દેખાય આમ ! હવે એ અજ્ઞાનતામાં પહેલાં દુઃખ હતું, બળતરા જ હતી આખો દહાડો એટલે તું આખો દહાડો છે તે આ ધંધો લઈ બેઠેલો પણ હવે નથી બળતરા. હવે સહેજ પાંસરો મરને ! બળતરા હોય ત્યાં સુધી હું વટું નહીં કોઈને. હું જાણું કે બળતો માણસ શું ના કરે ? અને અખંડ આનંદવાળા બનાવી આપ્યા છે મેં તમને, હવે આ શું કરવા પી-પી કરો છે ?! વગર તાવમાં મૂઆ દવા પીઓ છો ! કોઈ વગર તાવે દવા પીએ ખરો ? જરૂરિયાત જ નહીં શરીરને. એમ ને એમ આનંદમાં છે ! સમજવા જેવી વાત છે.
અને એ જે છે એ શરીરને નુકસાનકારક વસ્તુ છે. આ જે તમે ખાઓ છો, પીઓ છો એનું એકસ્ટ્રેક્ટ થતું થતું જે વીર્ય, એ આખો સાર
૧૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે એટલે તે ય ઈકોનોમીકલી સ્ટેજ હોવા જોઈએ. ગમે તેમ લાડું વાપરવાનું નથી. હું ! એટલે આપણે તો ચંદુભાઈને કહેવાનું કે ભઈ આમ ના ચાલે. ‘લાફા ના થવાય’ આપણે તો વિષયી છીએ જ નહીં. આપણને લાગતું-વળગતું નથી પણ આપણે ચંદુભાઈને કહેવું જોઈએ. નહીં તો પાછા ચંદુભાઈ માંદા પડે તો આપણે ઉપાધિ ખરીને ? એટલે ચેતતા રહીએ તો એમાં શું ખોટું ? નહીં તો એ નિર્વીર્ય થાયને શરીર તો આ કહેશે, હે..... ગયું, એ ગયું, આ ગયું. મેર ચક્કર ! ત્યારે પહેલા દાદાનું કહ્યું માન્યું નહીં ને હવે ગયું. ગયું કર્યા કરે છે. પાંત્રીસ વર્ષે તો એક ભઈને પક્ષાઘાત થઈ ગયો બહુ આસક્તિવાળા હતા. આમ ધર્મ સારો પાળે બધો. પછી મેં એમને કહ્યું આ તમે આસક્તિ મોળી હોતી કરતાં પણ હવે તો મોળી કરવી પડશે ને ! ત્યારે કહે, “મોળી શું આખી જ ગઈને. હવે ક્યાં આસક્તિ રહી ?” ત્યારે મેં કહ્યું “પહેલેથી સમજ્યા હોત તો આ ભાંજગડ ના હોત ને ! આમ જેલમાં પૂરાવ છો ત્યારે સીધા પાંસરા થાવ છો. ત્યારે મુક્ત રહેવામાં શું વાંધો છે ?” પણ મુક્તિમાં ના રહે, નહીં ? જેલમાં જઈશું, ત્યારે રહીશું પાસરા !
એટલે પછી આ માર્ગ અક્રમ નીકળ્યો કે ભઈ, ના એવું તેવું નથી. બન્નેને તાવ ચઢ્યો હોય તો પીજો બા દવા. તાવ સાથે આખી રાત હૂડ..... હૂડ.... બેસી રહેવું એના કરતાં પીજોને ! એવું અક્રમ વિજ્ઞાન નીકળ્યું.
એટલે છેવટે મેં શું કહ્યું? આ લોકો કાચા છે, એટલે મારે આ નવું વાક્ય મૂકવું પડ્યું. જો થોડાક પાકા હોત, ચારેક આની કાચા હોય ને બાર આની પાકા થયેલા હોત તો મારે એ ય ના કહેવું પડત. આ એક અપવાદ મૂકવો પડેલો ! હવે એનાથી આ જ્ઞાન કંઈ જતું રહેતું નથી, પણ એને પોતાને એ ગૂંચવી નાખે. દવા તો લેવી જરૂરી જ છે, કારણ કે ‘મેરેજ' થયેલા છે. પણ સ્ત્રી-પુરુષનો જે સંબંધ છે તે મેં તમને એનાથી છૂટા નથી પાડ્યો. પણ કાયદો શું કહે છે કે જો મોક્ષે જવું હોય, તો ખાવાનું શેને માટે ? ભૂખ મટાડવા માટે ખાવાનું છે. એવું દવા તો તાવ ચઢે તો જ પીવાની ને ? તમને સમજાયું કે તાવ કોને ચઢ્યો કહેવાય ને કોને ના ચઢ્યો કહેવાય ?
હવે આટલો જ એક નાનો અમથો કાયદો પાળવાનો કહું છું. આમાં