________________
૧૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ખેંચાઈ જ જાય. એમાં સ્ત્રીઓને ય એવું ને પુરુષોને ય એવું, આકર્ષણવાળું દેખે કે સોદો થઈ જ જાય ! જેમ આપણે માર્કેટમાંથી શાક આકર્ષણવાળું હોય તો સાંજે લઈને જ આવીએ છીએ ને ?! ના લેવું હોય તો ય લે છે ને ?! કહેશે, ‘બહુ સરસ શાક દેખાયું એટલે લઈને આવ્યો !! કેરીઓ આકર્ષણવાળી નહીં લાવતા લોક ? સરસ રૂપાળી દેખાતી હોય તો ? રૂપાળી દેખી તો સોદો કરી નાખે છે ને ? પછી કાપ્યા પછી મોટું ખાટું થાય ત્યારે કહેશે કે પૈસા છૂટી પડ્યા ! આવું છે આ જગત ! આ તો બધા આંખના ચમકારા છે ! આંખ દેખે છે અને ચિત્ત ચોંટે છે !! આમાં આંખનો શો ગુનો ? ગુનો કોનો ?
પ્રશ્નકર્તા : મનનો ?
[૨] દ્રષ્ટિ દોષતા જોખમો !
આંખતો તે શો ગુનો ? અત્યારે તો બધું ઓપન બજાર જ થઈ ગયું છે ને ? એટલે સાંજ પડ્યું દેખાય કે કશો ય સોદો જ નથી કર્યો, પણ એમ ને એમ બાર સોદા લખી નાખ્યા હોય. આમ જોવાથી જ સોદા થઈ જાય ! બીજા સોદા તો થવાના હશે તે થશે, પણ આ તો જોવામાત્રથી જ સોદા થઈ જાય ! આપણું જ્ઞાન હોય તો એવું ના થાય. સ્ત્રી જતી હોય તો એની મહીં તમને શુદ્ધાત્મા દેખાય, પણ બીજા લોકોને શી રીતે શુદ્ધાત્મા દેખાય ? જોવાથી તને સોદો થાય છે હવે ? નથી થતો ને ? ને જ્ઞાન પહેલાં તો કેટલાં થતાં'તાં સાંજ
દાદાશ્રી : મનનો ય શો ગુનો ? ગુનો આપણો કે આપણે કાચા પડ્યા, ત્યારે મન ચઢી બેઠું ને ?! ગુનો આપણો જ ! પહેલાં તો એવો ય વિચાર કરતા હતા કે અહીં આપણાથી ના જવાય, આ તો બહેન થાય, આ તો મામાની દીકરી થાય, ફલાણું થાય. અત્યારે તો કશું જોવામાં બાકી જ નથી રાખતા ને ? આ તો બધી પાશવતા કહેવાય ! થોડું-ઘણું વિવેક જેવું કશું ના હોય ?
દ્રષ્ટિનો જરા વિચ્છેદ ના થવો જોઈએ. કોઈની પ્રત્યે આપણી દ્રષ્ટિ ખેંચાય તો આખો દહાડો પ્રતિક્રમણ કરવું પડે. તે કેવડું મોટું બીજ નાખેલું કે આપણી દ્રષ્ટિ ખેંચાયા કરે ! એક સંતે તો દ્રષ્ટિ ખેંચાતી હતી, તેથી તેમણે આંખમાં મરચું નાખ્યું. પણ આપણે એવું કરવાનું નથી કહેતા. આપણે મરચું ના નાખશો એમ કહીએ છીએ. આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવું. એમણે મરચું શાથી નાખ્યું હશે ? કે આંખનો દોષ છે એટલે મરચું નાખ્યું, આંખને દંડ દો, એમ કહે છે. અલ્યા, દોષ તારો છે. આંખને દંડ શું કામ કહે છે ? પાડાને વાંકે પખાલીને ડામ દે છે.
પાડાને વાંકે પખાલીને ડામ... ભગવાને કહેલું કે, એક ભૂલ ના કરશો. કોનો વાંક છે ત્યાં ડામ દેજો ! પાડાનો વાંક અને પખાલીનો વાંક બન્નેનો વાંક જોજો અને પછી
સુધીમાં ?
પ્રશ્નકર્તા : દસ-પંદર થઈ જાય.
દાદાશ્રી : અને કોઈના લગનમાં જઉં તો ? કોઈને ત્યાં લગનમાં ગયા હોઈએ, તે દહાડે તો આપણે બહુ બધું જોઈએ ને ? સોએક સોદા થઈ જાય ને ? એટલે એવું છે આ બધું ! એ તારો દોષ નથી ! બધા મનુષ્યમાત્રને એવું થઈ જ જાય. કારણ કે આકર્ષણવાળું દેખે એટલે દ્રષ્ટિ