________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જેવા છે, તો ય કરવા તો પડે છે ને ! એટલે એ પછી એમને ખૂંચ્યા કરે. એ ગૂંચ કાઢી નાખવા જેવી છે ને ખેંચ્યા કરે એ દુ:ખ કહેવાય.
પ્રશ્નકર્તા : વિષયોમાં નીડરતા એ વિષ છે. તો નીડરતા ઉત્પન્ન થાય છે, એ શામાં આવે ?
- દાદાશ્રી : પોતે નીડરતા રાખે તો રહે. એ અહંકારમાં આવે કે વિષયમાં જીતી ગયો, હવે વાંધો નથી આવે એવો.” એનું નામ નીડરતા. એ અહંકાર કહેવાય. જો નીડર રહ્યો તો એ વિષ થઈ ગયું. આ વિષયમાં નીડર તો ઠેઠ સુધી નથી થવાનું. પોલીસવાળાના પકડ્યા વગર કોઈ જેલમાં ના જાય ને ? પોલીસ પકડીને જેલમાં લઈ જાય તો જ જાવને ? પોલીસવાળાના લઈ ગયા વગર જેલમાં જાય તો ના સમજીએ કે એ નીડર થઈ ગયો છે ? પોલીસવાળો પકડીને જેલમાં લઈ જાય તો એનો ગુનો નથી, એવું આ વિષયમાં સંજોગો એને ખાડામાં પાડે તો એનો વાંધો નથી. અબ્રહ્મચર્યની ગાંઠ ઓગળે તો તો બધું જાય. આ સંસાર બધો એના ઉપર જ ઊભો રહ્યો છે. રૂટ કૉઝ જ આ છે. આ લોકોનાં દુઃખ કાઢવા માટે, લોકોના મનમાંથી ભાર નીકળી જાય એટલા માટે આ જ્ઞાની પુરુષ એમ કહે છે કે વિષયો એ વિષ નથી. તે તમને થાય કે ચાલો, આટલી તો નિરાંત થઈ !!!
પત્ની સાથે મોક્ષ, એક શરતે ! પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા સ્વરૂપ થયા પછી સંસારમાં પત્ની જોડેનો સંસાર વ્યવહાર કરવો કે નહીં ? અને તે કેવા ભાવે ? અહીં સમભાવે નિકાલ કેવી રીતે કરવો ?
દાદાશ્રી : આ વ્યવહાર તો, તમારે પત્ની હોય તો પત્ની જોડે બંનેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને આપણાથી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ. તમને કેમ લાગે છે ? કેવો વ્યવહાર કરવાનો ? એને દુ:ખ ન થાય તેવો. બની શકે કે ના બની શકે ? હા, સ્ત્રી પૈણેલાં છે તે સંસાર વ્યવહાર માટે છે, નહીં કે બાવા થવા માટે. અને સ્ત્રી પાછી
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય મને ગાળો ન દે કે, “આ દાદાએ મારો સંસાર બગાડ્યો !” હું એવું નથી કહેવા માંગતો. હું તમને કહું છું કે આ જે ‘દવા” (વિષયસંબંધ) છે એ ગળપણવાળી દવા છે માટે દવા હંમેશાં જેમ પ્રમાણથી લઈએ છીએ, એવી રીતે પ્રમાણથી લેજો.
ગળી લાગે એટલે પી પી કરવી એવું કંઈ કરાય ? જરા તો વિચાર કરો. શું નુકશાન થાય છે ? ત્યારે કહે છે કે, જે ખોરાક બધો ખાય છે એનું બ્લડ થાય છે, બીજું બધું થતાં થતાં છેવટે એનું રજ અને વીર્યરૂપે થઈ ખલાસ થઈ જાય છે. લગ્નજીવન દીપે ક્યારે ? કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં ? એકને તાવ વગર દવા પીવે, એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન. મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, તો સંયમીની જરૂર છે. આ બધાં જાનવરો અસંયમી કહેવાય. આપણે તો સંયમી જીવન જોઈએ ! આ બધાં જે આગળ રામ-સીતા ને એ બધાં થઈ ગયા, તે બધાં સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગણ છે. મનુષ્યમાં આવાં ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં કરોડો જીવ મરી જાય છે, વન ટાઈમમાં તો, સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ! ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ?
એટલે અમે કહ્યું કે સ્ત્રીનો વાંધો નથી. પણ એવી શરતે બેઉને. સંપ અને સમજપૂર્વક કરો. ડોકટરે કહી હોય એટલાં વખત પીવાની. એ તો રોજ બે-બે ત્રણ વખત દવા પીએ, એના જેવું આ લોકોએ કરી નાખ્યું છે ને ? અને ખરેખર એ દવા એ ગળી નથી.
પ્રશ્નકર્તા: આ પણ આટલી જ દવા પીવી, એ કંઈ આપણા કાબૂમાં છે ? એ ડોઝ કાબૂમાં રહેતો ના હોય તો શું કરવું ?
દાદાશ્રી : ના કાબૂમાં હોય એવી વસ્તુ જ નથી હોતી આ દુનિયામાં.