________________
૨૫૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જોજો, બસ. અને વિષય એટલે શું ? થાળી એ પણ વિષય. જમણ આવ્યું, એ વિષય નહીં ? હવે એ જમણ મૂક્યું અને આપણે આ ગઈકાલે આખો દહાડો ઉપવાસ કર્યો હતો, ને અત્યારે ભૂખ્યા હોય, તે અગિયાર વાગે જમવાનું મૂક્યું અને સરસ કેરી ને બધું ય હોય અને તરત થાળી લઈ લે. હવે જમ્યા ય નહીં ને ત્યાર પહેલાં તો થાળી ઉઠાવી લે, તો તે ઘડીએ મહીં પરિણામ ના બદલાય. ત્યારે જાણવું કે, આનો વાંધો નથી. અને વિષયનો એટલો બધો વાંધો છે ને કે વિષયનું યાચકપણું ના થવું જોઈએ. લાચારી કે યાચકપણું ના હોવું જોઈએ. તમે શુદ્ધાત્મા થયા હવે ! યાચકપણું એ શબ્દ સમજાય એવો છે ને ?
પ્રશ્નકર્તા : હા..
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૯ પ્રશ્નકર્તા: પણ ‘ચંદુલાલ’ને કયા દોષ મોટાં છે, એ સમજવું તો રહ્યું ને ?
દાદાશ્રી : હા. ‘ચંદુલાલ’ને સમજવું પડશે, એ ‘ચંદુલાલ’ને કહેવું કે, ‘સમજો, આમ નહીં ચાલે. હા, નહીં તો દાદાને કહી દઈશ.” એવું કહેવું.
પ્રશ્નકર્તા : અને એ ખરું કે નહીં કે મોટા દોષ વિષયના હોય છે, કષાય કરતાં પણ ?
દાદાશ્રી : ના, દોષ વિષયના હોય, પણ વિષય એવી વસ્તુ છે ને, કે વિષય એ ઈફેક્ટિવ છે, કષાય એ કૉઝીઝ છે. એટલે ઇફેક્ટ એ તો એની બધી ઇફેક્ટ આપીને જતો રહેશે. આ જેટલાં વિષય છે ને, એ માત્ર ઇફેક્ટિવ છે અને કષાય કૉઝ છે. એટલે કષાય જ દુઃખદાયી છે અને કષાયથી જ સંસાર ઊભો રહ્યો છે. પણ એ સમજવાની જરૂર છે કે એ કેવી રીતે ઇફેક્ટિવ છે. એટલે એનું બહુ મહત્ત્વ ના રાખવું. એ ચંદુભાઈને કહીએ, ‘આમ ન થાય તો સારું !' એવું કહેવું એક દહાડે, બે-ત્રણ દહાડે, તે અમથું કહેવું જ, જરા ખાલી, ફ્રેન્ડલી ટોનમાં !
પ્રશ્નકર્તા : વધારે કહેવાની જરૂર જ ન પડે ?
દાદાશ્રી : વગર કામના બિચારાં આપણી જોડે રહે, પાડોશમાં. હવે ના એનો કોઈ આધાર રહ્યો. આધાર હતો, તે એ ય નિરાધાર થઈ ગયો, નોધારો થઈ ગયો. એટલે કોઈ ફેરો કંટાળી ગયા હોય અને ડીપ્રેશ થઈ જાય તો, આપણે અરીસા સામું લઈ જઈને ખભો થાબડવો ને કહેવું કે ‘અમે છીએ તારી જોડ, ગભરાઈશ નહીં, બા.” પછી કહેવું પણ ફ્રેન્ડલી ટોનમાં કહેવું કે, ‘આમ શા હારું ? હવે શાના હારું ? શો ફાયદો છે ? ને દાદા જાણે તો સારું દેખાય ?” એવું કહેવું.
પ્રશ્નકર્તા : પણ એ એવી ગાંઠો જલદી જતી ન હોય તો કોઈ દી કાંઈ ન કરવું પડે ?
દાદાશ્રી : એની ભાંજગડમાં પડશો નહીં, રાગ-દ્વેષ ના થાય એ
દાદાશ્રી : ‘આ તમને બાઉન્ડ્રી બતાવું છું.” કોઈ પણ વસ્તુનું યાચકપણું એટલે શું કે જલેબી નહીં મળે તો, જલેબી લાવોને ! થોડીક ‘જલેબી લાવો’ કરે ! મેલને મૂઆ, અનંત અવતાર જલેબીઓ ખાધી તો ય હજુ યાચકપણું રાખો છો ? જેની લાલસા હોય ને તેનું યાચકપણું થાય માણસને ! એ યાચકપણું નહીં હોવું જોઈએ. બીજું બધું ખા-પી બધું કરજો. પણ તે વાચકપણું નહીં. યાચકપણું એ લાચારી છે એક જાતની !
વિષય એ છે ઈફેક્ટ ! પ્રશ્નકર્તા : એ વધારે સમજાવો કે આ બધા વિષય એ ઈફેક્ટ છે.
દાદાશ્રી : વિષય એ ઈફેક્ટ જ છે. કાયમને માટે એ ઈફેક્ટ જ છે. પણ કૉઝીઝ જ્યાં સુધી સમજાયા નથી ત્યાં સુધી વિષય પણ કૉઝીઝ સ્વરૂપે છે. એવું છે ને, આ વાત ખુલ્લી બહાર ના કહેવાય કે વિષય એ કૉઝીઝ નથી, ઈફેક્ટ જ છે એકલી. જે કૉઝીઝને કૉઝીઝ જાણે છે, તેને વિષય ઈફેક્ટ છે.
પ્રશ્નકર્તા : દાદા, તમારી પાસે ‘જ્ઞાન’ મળ્યા પછી અમારે એ સમજમાં રાખવું પડશે ?
દાદાશ્રી : હા, રાખવાનું કે આ ઈફેક્ટ જ છે.