________________
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય
૨૫૧ પ્રશ્નકર્તા: આવાં બધા ફોડ પડે એટલાં માટે અહીંયા બેસીએ અને વાત પૂછીએ.
૨૫૨
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય પછી આ જન્મમાં શું કરે છે ?
દાદાશ્રી : એણે આ જન્મમાં ફરી નવેસરથી ને સમજવું જોઈએ કે આ બ્રહ્મચર્યનો માલ પૂર્વે ભર્યો નથી, હવે નવેસરથી આ ભરવો જોઈએ. પાછલું શું ગલન થઈ રહ્યું છે, તે ફરી ઊભું ના થવું જોઈએ.
જ્ઞાન મળ્યા પછી આ બધી વ્યવહારિક ચિંતા કર્યા કરતાં મૂળ સ્વભાવનું ભાન રાખવું. વ્યવહારની ભાંજગડ જ ક્યાં કરવાં જઈએ ?
પ્રશ્નકર્તા સ્વભાવનું ભાન રાખવું એટલે ?
દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું' અને આ પાંચ વાક્યોમાં ધ્યાન રાખવું. અને પેલું બધું વ્યવહારની ખોટ આવશે, જે થવાનું હશે તે થશે, એનો જે દંડ હશે, તે જોઈ લઈશું, દંડ ભરી દઈશું. એની ચિંતામાં પડે તો આ મૂળ વસ્તુ રહી જાય. જેને ના મળ્યું હોય, તેને ચિંતાઓ બધી કરવાની હોય. પાંચ આજ્ઞામાં રહ્યા એટલે બધું આવી.
દાદાશ્રી : એટલાં સારું અહીં બેસીને ફોડ પાડીને જોઈ જાવ. બધી વાત, એવું કહીએ ને ! કોઈ કાનમાં અત્તરનાં બે પૂમડાં ઘાલીને આવ્યો. મને લોક કહેશે, ‘જુઓ, આ મોજ-શોખ કેટલાં કરે છે ?? હું કહું કે, “ભઈ, કરવા દેને, એ કઈ મોક્ષે જતાં આંતરતા નથી. એનું પૂમડું કાઢી લે અને જો એને દ્વેષ થાય તો એ દ્રેષ મોક્ષે જતાં આંતરે છે.’
છે કુદરતી, પણ લિમિટમાં ઘટે ! પ્રશ્નકર્તા : આ વિષય એ તો કુદરતી અવસ્થા છે ને !
દાદાશ્રી : પણ તેમાં આપણે એવું કરી શકીએ કે કુદરતી અવસ્થામાં ય પણ એની એક લિમિટ હોય છે કોઈ જાતની ! એટલે આપણે જો ધારીએ, એટલો પુરુષાર્થ માંડીએ. આત્મા એ પુરુષ થયો ને પુરુષાર્થ માંડે તો ફેરવી શકે આમ, એ ઉકેલ લાવી શકે ! જમવા બેઠા એટલે ખા ખા કરવું એવું કંઈ છે ?
પ્રશ્નકર્તા : ના, જરા ય નહીં.
દાદાશ્રી : આપણે જોડે રહીએ, પણ આપણે કહેવું કે, ‘ચંદુભાઈ શું શું લેશો ?” ત્યારે કહે, ‘શાક, રોટલી ને આટલો ભાત !' ત્યારે આપણે કહીએ, ‘ના. આજ આ ત્રણ લો ને ! આજ દાદાની પાસે સાંભળવા જવાનું છે ને ?” એમ કરી અટાવી-પટાવીને કામ લઈ લેવું. તે પાછાં એવું લેશે, એમને એવું કંઈ નથી ! આમને તો કહેનાર જોઈએ. સલાહ આપનાર જોઈએ. અને આપણને વાંધો ય શો છે ? કંઈ ખોટ જવાની છે ! કયે દહાડે ખાધું નહીં હોય ? આવ્યા ત્યારથી ખા ખા જ કરીએ છીએ ને !! ને કંઈ બીજું નવું માંડ્યું છે આ ?!
હવેથી ચેતો.... પ્રશ્નકર્તા : અબ્રહ્મચર્યનો માલ પૂર્વેનો ભરી લાવેલો છે ને ? તો