________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૭
અને સંસારના લોકો માટે તો બધો રાગ જ છે ને ! એટલે ભગવાને ગણવાનું કેવું કહ્યું છે ? સંસારી માટે આમ ગણી શકાય અને જ્ઞાની માટે આમ ગણી શકાય.
પ્રશ્નકર્તા : તો એને એમ કહેવાનું કે આ કષાયમાં નથી ?
દાદાશ્રી : નો કષાય એટલે નહીં જેવા કષાય, નહીંવત્. કારણ કે એને એમાં પરાણે પડવું પડે છે. જેમ ગાડીમાંથી પડી જાય, એવી રીતે કરવું પડે છે. ગાડીમાંથી જાણી-જોઈને કોઈ પડતું હશે ? ભય છે ને એને, પણ નો કષાય કહ્યું. કારણ કે ભય લાગે ને શરીર ધ્રૂજી જાય. પણ એ સંગીચેતનાનો ભય છે, આત્માનો ભય નથી. એવું વિષય એ સંગીચેતનાનું છે. જ્ઞાનીઓને માટે એ બધું જુદી જાતનું છે, એ નિર્જરાનું કારણ છે. અજ્ઞાનીને વિષય બંધનું કારણ છે અને જ્ઞાનીને વિષય નિર્જરાનું કારણ થાય છે. માટે એને નો કષાયમાં ગણવું પડશે.
પ્રશ્નકર્તા : આ વાત તો જ્ઞાની માટે જ ને ? જ્ઞાની સિવાય બીજા બધા માટે નહીં ?
૨૪૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કષાય કહેલાં છે એટલે નહીં જેવા. અને બીજા સોળ કષાય, એ તો બહુ ‘સ્ટ્રોંગ” કહેવાય.
પ્રશ્નકર્તા : હાસ્યને ય નો કષાય કહ્યું છે, હાસ્ય તો આવે, પણ જ્યારે ત્યારે છેલ્લે એને કાઢી નાખવું પડશે ને ?
દાદાશ્રી : કોઈને ય કાઢવાનું નથી. એની મેળે નિર્જરા થઈ જવાની. ‘આ’ જ્ઞાન મળ્યા પછી હવે તમે કર્તા નથી, એટલે કાઢવાનું રહ્યું નહીં ને ? કર્તા હોય તો કાઢવાનું હોય. આપણે અહીં તો એની મેળે નિર્જરા થયા જ કરે. હાસ્ય, વિષય બધું નિર્જરા થયા કરે અને વખતે ચારિત્ર મોહનીય થોડી રહી હશે, એ એક અવતારમાં ખાલી થઈ જવાની.
વિષયનો દુરુપયોગ ના કરે એથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે જે વિષય અજ્ઞાનીને બંધનું કારણ છે, તે જ વિષય જ્ઞાનીને નિર્જરાનું કારણ છે. પણ જો એનો અવળો અર્થ ના કરે તો ! પછી એમ જાણે કે “હેંડો, આ તો આપણને સિક્કો મારી દીધી. માટે હવે આમાં વાંધો નથી.’ એવું ના ચાલે. આનો દુરુપયોગ ના કરાય. એથી આ વાતને ખુલ્લી ના કરાય ને ? આવું ખુલ્લું ના કરવું જોઈએ છતાં ય પણ વાત નીકળી, તે ખુલ્લું થઈ જાય છે ને ?
જે શરીરથી ઝમે છે ને, એ બધું નોકષાય છે. શરીરથી ઝમે છે, મનથી ઝમે છે, વાણીથી ઝમે છે, એ ત્રણે ય ભાગ ખરી રીતે તો નોકષાય જ છે. અને આ શરીર તો આખું નોકષાય જ છે, નોકર્મ જ કહેવાય એને !
મોટો દોષ, વિષય કરતાં કષાયતો ! પ્રશ્નકર્તા : વિષયદોષ જ મોટો દોષ ગણવો ખરો કે નહીં ?
દાદાશ્રી : તમે અત્યારે ‘ચંદુલાલ’ હો તો દોષ ગણવો જોઈએ. અને શુદ્ધાત્મા' હો તો ગણશો નહીં. એ ક્યાં બેસી રહીએ પાછાં એની પાસે ! આપણે તો આપણું કામ કરીએ કે પાછું દોષ સીવ સીવ કરીએ ? દોષિત દોષ કર્યા કરશે અને તમે તમારું કામ કર્યા કરો. જેમ ખાનારો ખાય અને દોષિત દોષ કર્યા કરે.
દાદાશ્રી : જ્ઞાની કોણ ? જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ પણ જ્ઞાની કહેવાય અને એ સિવાય તો બીજાને ના કષાય જેવું હોતું જ નથી. એમને તો પચ્ચીસે ય પ્રકારના કષાય છે, ત્યાં તો આખી દુકાન જ મોટી ને ! આ જ્ઞાન પછી તમને તો ક્રોધ-માન-માયા-લોભ નથી એમ કહેવું હોય તો કહી શકાય.
વિષયતે કહ્યો, તો કષાય ! ખરી રીતે જોવા જાય તો મનુષ્યને વિષયની જરૂર જ નથી. જે બધા લોકો કહે છે, તે તો અજ્ઞાનીની અપેક્ષાએ છે. બાકી જ્ઞાન અપેક્ષાએ મનુષ્યને વિષયની જરૂર છે જ નહીં. અને અજ્ઞાન અપેક્ષાએ વિષય સિવાય ચાલે એવું નથી. પણ એ પદ્ધતિસર એને ગોઠવતાં ના આવડે તો
ત્યાં સુધી બધું કાચું પડી જાય. જ્ઞાનીને તો ચારિત્ર મોહનીય એવી હોય તેથી, નહીં તો જ્ઞાનીને વિષય જોઈએ જ એવું નથી. નવ પ્રકારના નો