________________
૨૪૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ક્રમિકમાર્ગવાળા શી રીતે ‘એક્સેપ્ટ' કરે ?!
પ્રશ્નકર્તા : એ શાથી ?
દાદાશ્રી : એમની જાણકારી એવી થઈ ગયેલી છે કે વિષયમાંથી જ કષાય ઊભાં થાય છે, માટે વિષય બંધ થઈ જવા જોઈએ. એ લોકો તો જુએ કે જો વિષય બંધ થાય છે ? તો વાત એમની સાચી છે અને વિષય બંધ નથી થયા તો ‘રહેવા દો, તમારી વાત ગપ્પાં છે એમ કહેશે.
તમે સંસારમાં રહેતા હો ને તમારા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થયાં છે એવું તમે કહો તો એમના મનમાં થાય કે, ‘આ બહુ દોઢ ડાહ્યો લાગે છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય એવું બને જ નહીં ને ! આ તો સમજ્યા વગરની વાત કરે છે.” પણ એ જાણતો ના હોય કે આ કયું વિજ્ઞાન છે ! વર્લ્ડની અજાયબી છે !! અગિયારમું આશ્ચર્ય છે !!! મને ભેગો થયો તેનું કલ્યાણ થઈ જાય, પણ ભેગો થવો જોઈએ.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૫ ને કષાય, એ બે સાથે ના બને. કષાય તો પરભવનું કારણ છે. આવું જો કષાય અને વિષયને જુદું પાડ્યું હોત તો લોકો વિષયથી આટલાં બધા ભડકત નહીં, પણ એ તો કહેશે કે આવું બને જ નહીં ને ! વિષય તો ના હોવો જોઈએ ને ?!
વિષયનો જો દોષ હોત તો તો આ જાનવરો બધાંને કષાય ઊભાં થઈ જાય. એટલે અજ્ઞાનતાનો દોષ છે. આ જાનવરોને કંઈ અજ્ઞાનતા ગઈ નથી. એમને અજ્ઞાનતા છે, પણ એમનાં વિષયો લિમિટેડ છે. એટલે કષાય થાય જ નહીં, કષાય વધે જ નહીં અને આપણા લોકોના કષાય તો અનૂલિમિટેડ થાય.
ક્રમિકમાં વિચાર કરીને પ્રગતિ ! પ્રશ્નકર્તા : એકાવતારમાં કર્મો ખપાવી કાઢવાં હોય તો, તે કેવી રીતે ખપે ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષ તો બધું ય કરે, અક્રમ વિજ્ઞાની ચાહે સો કરે ! પેલા ક્રમિકના જ્ઞાનીઓ ના ખપાવી શકે. પેલા જ્ઞાનીઓ તો પોતાનું ના ખપાવે અને સામાનું ય ના ખપાવે. પોતાનું તો ફક્ત કેટલું ખપાવે ? કે વિચાર કરીને જેટલાં કર્મો ખપાવી શકાય એટલાં કર્મો ખપાવી દે. કારણ કે એમને વિચાર જ્ઞાનાન્ક્ષેપકવંત હોય છે. એટલે એનાં જેવું લગભગ, આખું નહીં, પણ વિચારધારા નિરંતર ચાલુ જ હોય, પણ તે આત્મા ન હોય. આત્મા તો, વિચારધારાની આગળ નિર્વિચારપદ છે અને નિર્વિચારપદની ય આગળનું સ્ટેશન આત્મા છે. વિચારધારા એ આત્મા ન હોય, પણ ‘ક્રમિકમાર્ગમાં આત્મા પ્રાપ્ત કરવાનું સાધન એટલું જ છે. બીજું કોઈ સાધન નથી.
પ્રશ્નકર્તા: ‘કર વિચાર તો પામ’ એવું કહે છે ને ! દાદાશ્રી : હા, એટલું જ સાધન છે.
અમે કહીએ કે, ‘આ લોકો સંસારમાં સ્ત્રી સાથે રહે છે, છતાં આમને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ ગયાં છે.” એવી વાત
કઈ અપેક્ષાએ વિષય બંધત-સ્વરૂપ ?
પ્રશ્નકર્તા : કામવાસનાને નોકષાયમાં કેમ મૂક્યું છે ?
દાદાશ્રી : નહીં તો તેને શેમાં મૂકે ત્યારે ? કષાયમાં મૂકે તો તો મૂકનારો માર ખાય, શાસ્ત્ર ખોટું ઠરે. એમાં ક્રોધ-માન-માયા-લોભ નથી, પણ જ્ઞાનીને નથી ને અજ્ઞાનીને છે. માટે એને નોકષાયમાં મૂક્યું. એ કષાય નથી. તું વાંકો છું તો આ વાંકું થશે, તું સીધો થશે તો આ સીધું જ છે.
પ્રશ્નકર્તા : છતાં બ્રહ્મચર્યને મહાવ્રતમાં મૂક્યું છે અને વિષયને નોકષાયમાં મૂક્યા છે, તો આમ કેમ ?
દાદાશ્રી : બ્રહ્મચર્ય તો મહાવ્રતમાં મૂકવું પડે ને વિષયને નોકષાયમાં મૂકવા પડે. કારણ આમાં ક્રોધ-માન-માયા-લોભ નથી. પણ પછી ક્રોધી હોય કે માની હોય, તેને તેની અસર પામે.
પ્રશ્નકર્તા : પણ કામવાસના એ રાગ તો ખરો ને ? દાદાશ્રી : હા, પણ એને જ્ઞાનીની સ્થિતિમાં ચારિત્રમોહ કહેવાય.