________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૩ દાદાશ્રી : બીજાને શા માટે થાય ? હા, કો'કને થાય તો, તે એની ભૂલ છે. ન્યાયપૂર્વક હોય તેને દુઃખ ના થાય, પણ પછી પોતાની જાતે માનીને દુઃખ વહોરી લે, તેનું શું થાય ? બનતાં સુધી જો તેને વાળી લેતાં આવડે તો સારું કહેવાય.
પ્રશ્નકર્તા : જ્ઞાન જોડે હોય તો તરત ‘બ્રેક' મારી શકે ?
દાદાશ્રી : કશું કહેવાય નહીં, ફરી લપસી ય પડે. જ્ઞાનવાળા પણ સ્લિપ થઈ જાય. આ તો કોમનસેન્સવાળો હોય. કોમનસેન્સ એટલે શું કે એવરી હેર એપ્લિકેબલ, એવો કોઈ હોય એ માર્ગ કાઢી આપે. બધાં તાળાં ઉઘાડીને માર્ગ કાઢી આપે. અથડામણમાંથી રસ્તો કાઢે, પણ એ એક્સપર્ટ ના હોય.
પ્રશ્નકર્તા : એને, કોમનસેન્સવાળાને બળતરા હોય ?
દાદાશ્રી : ના, જો બળતરા હોય તો કોમનસેન્સ ઉત્પન્ન થાય જ નહીં. બળતરા વિષયવાળાને હોય. બળતરા છે ત્યાં સુધી વિષય ઊભો રહેલો છે અને વિષય હોય ત્યાં સુધી બળતરા ઊભી રહી છે.
ફેર વિષય-કષાય તણો.... પ્રશ્નકર્તા : વિષય અને કષાય, એ બેમાં મૂળભૂત ફરક શું છે ?
દાદાશ્રી : કષાય એ આવતાં ભવનું કારણ છે અને વિષય એ ગયા ભવનું પરિણામ છે. એટલે આ બેમાં તો બહુ ફેર છે.
પ્રશ્નકર્તા : એ જરા વિગતવાર સમજાવો.
દાદાશ્રી : આ બધા જેટલા વિષયો છે, એ ગયા અવતારના પરિણામ છે. તેથી અમે વઢતાં નથી કે તમને મોક્ષ જોઈતો હોય તો જાવ એકલાં પડી રહો, ઘેરથી હાંક હાંક ના કરીએ ? પણ અમે અમારા જ્ઞાનથી જોયું છે કે વિષય એ ગયા અવતારનું પરિણામ છે. એટલે કહ્યું કે જાવ ઘેર જઈને સૂઈ જાવ, નિરાંતે ફાઈલોનો નિકાલ કરો. અમે આવતાં ભવનું કારણ તોડી નાખીએ અને જે ગયા અવતારનું પરિણામ છે એ અમારાથી
૨૪૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છેદાય નહીં, કોઈથી ય છેદાય નહીં, મહાવીર ભગવાનથી ય ના છેદાય. કારણ કે ભગવાનને ય ત્રીસ વર્ષ સુધી સંસારમાં રહેવું પડ્યું હતું ને બેબી થઈ. વિષય અને કષાયનો અર્થ ખરેખર આ થાય, પણ એની લોકોને કશું ખબર જ ના પડે ને ?! એ તો ભગવાન મહાવીર એકલા જ જાણે કે આનો શું અર્થ થાય.
પ્રશ્નકર્તા : પણ વિષય આવ્યા, તો કષાય ઊભાં થાય ને ?
દાદાશ્રી : ના. બધા વિષય વિષય જ છે, પણ વિષયમાં અજ્ઞાનતા હોય ત્યારે કષાય ઊભાં થાય અને જ્ઞાન હોય તો કષાય ના થાય. કષાય ક્યાંથી જન્મ્યા ? ત્યારે કહે, વિષયમાંથી. એટલે આ બધા કષાય ઊભા થયા છે તે બધા વિષયમાંથી ઊભાં થયેલા છે. પણ આમાં વિષયનો દોષ નથી, અજ્ઞાનતાનો દોષ છે. રૂટ કૉઝ શું છે ? અજ્ઞાનતા. ક્રમિકમાર્ગમાં વિષયો પહેલાં બંધ કરવા પડે, તો જ કષાય બંધ થાય. તેથી તો બધા વિષયોનો ત્યાગ કરી કરીને દાટાં મારી દેવાના ને ! તે ય એવાં પેચવાળા દાટાં કે એની મેળે ખૂલી ના જાય. એવા દાટાં હોય નહીં તો દાટાં લપટાં પડી જાય. ખાવાનું બધું ભેગું કરીને ખાવાનું જેથી જીભનો વિષય ચોંટે નહીં, એમ આંખનો વિષય ચોંટે નહીં, કાનનો વિષય ચોંટે નહીં, નાકનો વિષય ચોંટે નહીં, સ્પર્શનો વિષય ચોંટે નહીં, એવા પેચવાળા દાટો મારવાના.
દોષ છે અજ્ઞાનતાનો ! પ્રશ્નકર્તા : જે જે વિષય ચોંટતા હોય અને એ વિષયોમાં સાથે જ્ઞાન પણ રહેતું હોય કે આનું પરિણામ આ આવશે, તો એને ના ચોંટે ને ?
દાદાશ્રી : ‘પરિણામ આ આવશે’ એ નહીં જોવાનું. એ તો બધું ચોંટે જ. વિષયનું આરાધન એટલે જ ચોંટ, અજ્ઞાનતાથી એ ચોંટી પડે આ અમારું સાયન્સ નવી જ શોધખોળ છે, અજાયબ શોધખોળ છે ! ક્રમિકમાર્ગમાં પાંચે ય ઇન્દ્રિયોને દાટાં મારતાં મારતાં કરોડો અવતાર થાય. અરે, એક જ દાટો મારતાં કરોડો અવતાર થાય ને !
તમે જો સમતિમાં રહો તો વિષય તમારો નડતો નથી. કારણ કે વિષય એ ગયા ભવનું પરિણામ છે, આ ભવનું નથી એ. સમકિતમાં રહો