________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૧ દહાડો હોય. પણ તેની પછી અસર બહુ હેરાન કરે છે અને વિષયનો અભિપ્રાય બહુ માર ખવડાવે છે. બ્રહ્મચર્યનો ભંગ થયો માટે જંતુની અસર થઈ ને ? એવો ભંગ હોય જ નહીં તો તો કેવું સરસ રહે ! આ જંતુની સૂક્ષ્મ અસરો એટલી બધી ખરાબ પડે છે કે ઘડીવાર જંપવા જ ના દે.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા પદમાં રહેવા માટે મુખ્ય વસ્તુ કઈ જોઈએ ?
દાદાશ્રી : આ વિષયમાંથી છૂટ્યો એટલે પછી શુદ્ધાત્મામાં રહેવાય. બૈરી પૈણેલો હોય તેનો અમને વાંધો નથી, પણ હરેયાનો વાંધો છે. પૈણેલી જોડે પાંચમાંથી એક મહાવ્રતનો, બ્રહ્મચર્યનો ભંગ થાય છે અને કળિયુગમાં તો એવા જંતુઓ એકબીજામાં હોય છે કે તેમને પછી જંપવા જ નથી દેતા. કારણ કે આ બહાર રખડનારાઓને જર્મ્સ બહુ જ નુકસાન કરે છે. તેની પોતાને ખબર ના પડે. તેથી હું કહું છું ને કે એકને પૈણ. કારણ કે આ તને નેસેસરી વસ્તુ છે. પોતે પૂર્વજન્મમાં બ્રહ્મચર્યના ભાવ ના કરેલા હોય તેથી પૈણવું પડે છે.
પોતાની સ્ત્રી જોડેના વિષયમાં પાછો નિયમ હોવો જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે મહિનામાં બે દિવસ, પાંચ દિવસ કે સાત દિવસનું તું જ્ઞાની પુરુષ પાસે નક્કી કરજે, તો પછી એ જ્ઞાની પુરુષ આ જવાબદારી પોતાની માથે લઈ લે. ને પછી અમે વિધિ કરી આપીએ. અમારી આજ્ઞા થઈ તો વાંધો નહીં. અમારી પાસે આજ્ઞાપૂર્વકનું હોય, તેને કોઈ બાધા ના આવે.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન વગર એ લક્ષ બેસવું બહુ મુશ્કેલ પડે છે !
સંસારવૃક્ષનું મૂળ, વિષય !
કૉમતસેન્સથી ટળે અથડામણો ! અનંત અવતારથી પૈણે છે, છતાં સ્ત્રીનો મોહ જાય છે ? દરેક અવતારમાં બચ્ચાં પેદા કર્યા છતાં બચ્ચાંનો મોહ જાય છે ? અલ્યા, કયા અવતારમાં બચ્ચાં નથી થયાં ?
પ્રશ્નકર્તા : આ અથડામણો-કષાયો થાય છે, એનું મૂળ વિષય જ
ને ?
દાદાશ્રી : આ જ્ઞાન વગર ફીટ જ ના થાય ને ! છતાં પણ આ સાધુઓ છે એમને ફીટ થાય છે. એનું શું કારણ છે ? કે આગલા અવતારોમાં વિષય નથી ભોગવવા એવી એમણે ભાવના ભાવ ભાવ કરેલી હોય, તેથી એનું ફળ આવેલ છે. અને એમને એ ભેગું ય ના થાય, એમને એ ગમે પણ નહીં.
દાદાશ્રી : હા, બધું વિષયને લઈને જ છે. એ વિષયમાં એક્સપર્ટ થઈ ગયેલો હોય. વિષયમાં ‘ટેસ્ટફૂલ’ થયેલો છે, એટલે મહીં સ્વાર્થ હોય અને સ્વાર્થને લઈને અથડામણ થાય. સ્વાર્થમય પરિણામ હોય ત્યાં કોઈ દહાડો કશું દેખાય નહીં. સ્વાર્થી હંમેશાં આંધળો હોય. સ્વાર્થી, લોભી, લાલચુ બધા આંધળા હોય. આ દુનિયાનો બધો આધાર પાંચ વિષય ઉપર જ છે. જેને વિષય નથી, તેને અથડામણ નથી.
પ્રશ્નકર્તા: પોતાને વિષય નથી, પણ એના લીધે બીજાને અથડામણ ઊભી થઈ શકે ?