________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
આપણને કહેશે કે અત્યારે તમારે ભઈબંધને ત્યાં નથી જવાનું, તો ત્યાં આપણું શું થાય ? વળી, ભગવાનના તાબામાંથી તારા તાબામાં રહેવાનો વખત મારે આવ્યો ?!
પ્રશ્નકર્તા : કરાર કર્યા છે.
દાદાશ્રી : હા, કરાર કર્યા છે. એટલે એનો કશો વાંધો નહીં. દ્રષ્ટિ બગાડીશ નહીં. બહાર જોવામાં બહુ જોખમદારી છે. એ હરૈયો ઢોર કહેવાય. હરૈયા ઢોર થવા કરતાં હું કહું કે પૈણ. મારી રૂબરૂ પૈણ, હું તને આશીર્વાદ આપીશ !' હું ખોટું કહું છું ? આવી છૂટ કોઈએ આપી છે ? આટલી છૂટ આપી છે ? અને ત્યાર વગર માણસ બિચારો શી રીતે મોક્ષમાર્ગે જાય ? આ રોગથી તો ભરેલો છે, તે શી રીતે જાય ? આ તો વિજ્ઞાન છે, તેથી ‘સેફસાઈડ' કરી આપે છે !
૨૩૯
અક્રમ વિજ્ઞાત તો, શું કહે છે ?
પુદ્ગલનું જોર ઓછું થાય એવા સંજોગ જ ક્યાં છે અત્યારે ? એટલે જ્ઞાની પુરુષ આ જ્ઞાન આપે, આત્મા લક્ષમાં આપે, તે ઘડીએ પુદ્ગલનું જોર એકદમ ઓછું કરી નાંખે છે. લક્ષ બેસાડી દે, ને પછી પાછું પુદ્ગલનું જોર વધે છે. પણ એક ફેરો લક્ષ બેસી ગયું કે પછી એ છૂટે નહીં ને લક્ષ બેઠા પછી પુદ્ગલ ઝપાટાબંધ ઓગળી જાય. પેલું તો રોજ પુદ્ગલની કમાણી હતી ને રોજ ખર્ચો હતો. તે હવે કમાણી બંધ થઈ ગઈ ને ખર્ચો એકલો જ રહ્યો. એટલે આ પુદ્ગલનું જોર બહુ મંદ થઈ જશે.
હવે આ ‘જ્ઞાન’ પછી કોઈ પુદ્ગલ નડતું નથી. આમાં જોવા જાય તો કોઈ ક્રિયા નડતી નથી, પણ અમુક અમુક ક્રિયાઓ બહુ ‘ફોર્સ’વાળી છે, એટલે ત્યાં વાંધો આવે છે. તેમાં વધારેમાં વધારે ‘ફોર્સ’વાળી હોય તો ચારિત્ર. દુષ્ચારિત્ર તો વળી એથી ય બહુ જ ‘ફોર્સ’વાળું છે અને સુચારિત્ર ઓછા ‘ફોર્સ’વાળું છે. પણ ‘ફોર્સ’વાળું તો બેઉ છે જ. બીજું કશું આ ખાવાપીવાનું તમારે જે ખાવું હોય તે ખાજો. એ નડતું નથી. વાળ જેમનાં કપાવવા હોય એમનાં કપાવજો, તેલ નાખવું હોય તો નાખજો, ‘સેન્ટ’ નાખવું હોય તો નાખજો, સિનેમા જોવા જજો. એનો મને કોઈ જાતનો
૨૪૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
વાંધો નથી. એ પુદ્ગલ બહુ નુકસાનકર્તા નથી. એ ‘ફોર્સ’વાળું નથી, પણ દુષ્ચારિત્ર તો બહુ જ ફોર્સવાળું છે. સુચારિત્ર પણ ફોર્સવાળું છે, પણ એ સુચારિત્રનો ય આસ્તે આસ્તે નિકાલ કરવો જ રહ્યો ને ?! નિકાલ કોનું નામ કહેવાય કે ઉપરથી આવી પડેલું કામ હોય અને આમ બજારમાં ખોળવા ના જવું પડે. એને નિકાલ કહેવાય. છૂટકો જ ના થાય એવું હોય, આપણી ઇચ્છા જ ના હોય, એનું નામ આવી પડેલું કામ કહેવાય.
એટલે આત્મા જુદો જ છે, પણ જુદો અનુભવમાં કેમ નથી આવતો ? પુદ્ગલનો ફોર્સ જબરજસ્ત છે તેથી એટલો બધો ફોર્સ છે કે આત્મા હાથમાં આવે એવો જ નથી. આત્મા કેવો છે એ પણ લોક જાણતાં નથી. એ તો જ્ઞાની પુરુષ જ્યારે આત્મજ્ઞાન આપે ત્યારે, આ આત્મા આવો છે ને આવો નથી, એવું બે વિભાજન કરી આપે ત્યારે લક્ષ બેસે, નહીં તો આત્માનું લક્ષ જ ના બેસે ને !
પ્રશ્નકર્તા : સુચારિત્ર અને દુષ્ચારિત્રની વ્યાખ્યા બરોબર કરો ને !
દાદાશ્રી : સુચારિત્ર એટલે આપણા હક્કનું ભોગવવું, હક્કના ચારિત્ર ભોગવવા અને કુચારિત્ર એટલે અણહક્કનું ભોગવવું. તે અણહક્કનું તો મુંબઈમાં વપરાતું જ નથી ને ?
પ્રશ્નકર્તા : અણહક્ક વગરનો તો કોઈ રસ્તો જ નથી દેખાતો !
દાદાશ્રી : ઘણોખરો માલ જ એવો ભરેલો છે. આ માણસ હોટલમાં જઈને માંસાહાર કરે છે અને આ માણસને પોલીસવાળાએ પકડ્યો છે અને એને મારીને કહે છે માંસાહાર ખાવું જ પડશે ને એણે ખાધું, તો એ બેમાં થોડોઘણો ફેર ખરો ? તો ભગવાને કહ્યું કે પોલીસવાળાનો પકડેલો એવું આરાધન કરશે તેનો અમારે વાંધો જ નથી. ચારિત્ર એનું એ જ, પણ પોલીસવાળાનો પકડેલો છે, તો ભગવાન બિલકુલે ય વાંધો નથી લેતા.
વિષય દૂર કરાવે આત્માનુભવ !
મેં આત્મા તો તમને આપેલો છે, પણ કઈ વસ્તુ તમને એની અસર થવા દેતી નથી ? વિષય ! આ વિષય કંઈ રોજ રોજ હોતા નથી. કો’ક