________________
૨૩૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩૭ દાદાશ્રી : આપણા ‘જ્ઞાન’વાળાને આવરણ ના વધે, અમારી આજ્ઞા હોય ને ! અમે હક્કના વિષયની ના કહી જ નથી ને ! ના કહ્યું હોય તો આ બધાંને ઘેર શું થાય ?
પ્રશ્નકર્તા : તમે જો એની ના કહી હોય તો બહુ મોટું તોફાન થઈ જાય !
દાદાશ્રી : પણ અમે એવું કહીએ જ નહીં. કોઈને ય દુઃખ થાય એવું વર્ણન જ ના કરીએ ને !
પ્રશ્નકર્તા : અત્યાર સુધી હું આ કંઢમાં જ હતો. મને એમ લાગતું હતું કે વિષયથી આવરણ આવે.
દાદાશ્રી : પણ જગતે જોયું હશે, તેનાં કરતાં મેં નવી જ જાતનું જોયેલું છે અને તો જ હું આ આજ્ઞા આપું, નહીં તો આખું જ નહીં ને ! આ તો જોખમદારી કહેવાય ! મેં એવું વિજ્ઞાન જોયું છે. ત્યારે મેં તમને છૂટ આપી છે, નહીં તો છૂટ ના અપાય. મેં તમને છૂટ કેવી રીતે આપી છે ? અમે હક્કના વિષયની છૂટ આપી છે, જેથી બહાર દ્રષ્ટિ પછી બગડે નહીં ને બગડી હોય તે સુધારી લેજો. પણ હક્કની જગ્યાનું એક જ સ્થાન નક્કી થઈ ગયું એટલે પછી તમને ‘એલાઉ' કરીએ. પણ આ તો ફક્ત આત્મસુખ છે કે બીજું કયું સુખ છે ? તે જાણવા માટે તમને કહીએ છીએ કે છ મહિના માટે વિષય છોડીને તો જુઓ ! ફક્ત તપાસ કરવા માટે જ, આ સુખ આત્મામાંથી આવ્યું કે વિષયમાંથી આવ્યું ?
પ્રશ્નકર્તા : એ તો ખબર પડે છે કે વિષયથી સાચા સુખની ખબર નથી પડતી, છતાં એ થઈ જાય છે.
દાદાશ્રી : થાય તેનો વાંધો નથી. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે, બહુ જુદી જાતનું વિજ્ઞાન છે. નહીં તો એક જ ‘ડિસ્ચાર્જ ત્યાં ક્રમિકમાં ચાલવા ના દે. અમે તો આખી જિંદગીનાં ‘ડિસ્ચાર્જ ચલાવી લીધાં છે. આ તો ‘અક્રમ વિજ્ઞાન’ છે ! વિજ્ઞાન એટલે શું, કે એને કોઈ ના પહોંચી વળે !
ભગવાતને તાબે કે સ્ત્રીતે ? તેથી અમે કહ્યું છે ને, કે ભઈ, આખા જગતે વિષય એ વિષ છે,
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એમ કહ્યું છે. તેને અમે કહીએ છીએ કે, વિષય એ વિષ નથી. સાધુઓ જાણે કે અમે તરી ગયા અને આ સંસારીઓ ડૂબી ગયા. અલ્યા, કોઈ બાપો ય તર્યો નથી અને તું ડૂળ્યો ય નથી. તું શું કામ ભડકે છે ? વહુ જો ડૂબાડતી હોય, તો ભગવાન પૈણત જ નહીં ને ! વહુ ડૂબાડતી નથી, તારી અણસમજણ ડૂબાડે છે. તારે કેવી રીતે આરાધના કરવી, કેવી રીતે નિકાલ કરવો, તે તું જાણતો નથી.
મહાવીર ભગવાન ત્રીસ વર્ષ સુધી સ્ત્રી સાથે રહ્યા ને છોડી હલ થઈ અને છેવટે મહાવીરને ય છૂટું થવું પડ્યું. છેલ્લાં બેતાળીસ વર્ષ સ્ત્રી વગર એમ ને એમ રહ્યા. આપણે તો છેલ્લાં પંદર જ વર્ષ સ્ત્રી વગર નીકળે; મન-વચન-કાયાથી આ છૂટી જાય તો ય બહુ થઈ ગયું, એવું કહીએ છીએ. નહીં તો છેલ્લો દસકો જ નીકળે તો ય બહુ થઈ ગયું. નહીં તો ય પણ છેલ્લે આવું બ્રહ્મચર્ય હોવું જોઈએ. હવે એ ઉદય ક્યારે આવે ?
જ્યારે એનું જ્ઞાન સાંભળો ત્યારે ઉદય આવે. હંમેશાં જ્ઞાન સાંભળ્યા વગર દર્શન થાય નહીં અને દર્શન થાય નહીં ત્યાં સુધી ‘રોંગ બીલિફ’ તૂટે નહીં.
બ્રહ્મચર્ય એ તો બહુ સારી વસ્તુ છે, પણ એ જો ઉદયમાં આવ્યું તો, એનાં જેવું બીજું કોઈ પદ જ નથી ! આ ‘ફાઈલો’ તો પરવશતા લાવે. કારણ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ બન્નેના જુદાં જ હોય ને ? એક ધણી મને કહેતો હતો, ‘મારી બૈરી મને એવું કહેતી હતી કે તમે મને ગમતા નથી. તમે મને અડશો નહીં.’ આનું શું થાય ? આ ગાડી કયે ગામ પહોંચે હવે ? એના કરતાં આ બ્રહ્મચારીઓને કશી ઉપાધિ જ નહીં ને ! એમને કોઈ કરાર જ નહીં ને એ કહે છે કે અમારે કરાર કરવો યુ નથી અને જેણે કરાર કર્યા છે, તેને કહું છું કે પૂરા કરો.
પ્રશ્નકર્તા : ‘કરાર નથી કરવા’ એવું જે કહે એ અટકાયત નથી ?
દાદાશ્રી : જાણી-જોઈને કોઈ ખાડામાં પડે ? ઉઘાડો ખાડો દેખાય છે, તેમાં પછી કોણ પડે ?! આપણને હવે એવી ગરમી નથી લાગતી. ગરમી લાગતી હોય તો ઠંડક ખોળવા કાદવના ખાડામાં પડો. આ બ્રહ્મચારીઓને ‘ફાઈલ’ નથી એટલે ખરેખરું સુખ વર્તે ! ‘ફાઈલ’ તો