________________
૧૯૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બીજો ભાવ કેમ ઉત્પન્ન થાય ?! નહીં તો માણસને કૂતરાં પરે ય રાગ થાય, બહુ સારું રૂપાળું હોય તો એની પર રાગ થાય. પણ આપણે શુદ્ધાત્મા જોઈએ તો રાગ થાય ? એટલે આપણે શુદ્ધાત્મા જ જોવું. આ દેખત ભૂલી ટળે એવી છે નહીં. અને જો ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. જો દિવ્યચક્ષુ હોય તો દેખત ભૂલી ટળે, નહીં તો શી રીતે ટળે ?
વિજ્ઞાતથી વિષય પર વિજય !
પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગ પણ ના થવો જોઈએ ને ભૂલી જવું જોઈએ ?
દાદાશ્રી : આપણું આ જ્ઞાન એવું છે કે રાગ તો થાય એવો જ નથી. પણ આકર્ષણ થાય તે ઘડીએ એના શુદ્ધાત્મા જુઓ તો આકર્ષણ ના થાય. દેખત ભૂલી એટલે જોઈએ ને ભૂલ ખઈએ. જોયું ના હોય ત્યાં સુધી કશું ભૂલ ના થાય અને દેખ્યું કે, ભૂલ થાય. જ્યાં સુધી આપણે ઓરડામાં બેસી રહ્યા હોઈએ, ત્યાં સુધી કશું ના થાય. પણ લગનમાં ગયાને જોયું કે પછી ભૂલો થાય પાછી. ત્યાં આપણે શુદ્ધાત્મા જો જો કરીએ તો બીજો કશો ભાવ ઉત્પન્ન ના થાય, ને ભાવ ઉત્પન્ન થઈ ગયો હોય, એનાં પૂર્વકર્મના ધક્કાથી, તો એનું પ્રતિક્રમણ કરી નાખવું, આ ઉપાય છે. અહીં ઘરમાં બેઠા હોય ત્યાં સુધી કશું ય મનમાં ખરાબ વિચાર નહોતા આવતા. ને લગનમાં ગયા કે વિષયના વિચારો ઊભાં થયા. સંયોગ ભેગો થયો કે વિચાર ઊભાં થાય. આ ‘દેખત ભૂલી’ એકલા દિવ્યચક્ષુથી જ ટળે એમ છે. દિવ્યચક્ષુ સિવાય ટળે નહીં.
પ્રશ્નકર્તા : આ તો સંયોગોને ટાળવાની વાત થઈને ? એટલે એક ઠેકાણે બેસી રહેવું ?
દાદાશ્રી : ના. આપણું વિજ્ઞાન તો જુદી જ જાતનું છે, આપણે તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો.’ પણ ત્યાં આગળ આજ્ઞામાં રહેવું જોઈએ. જ્યાં દેવતા હોય, ત્યાં આજ્ઞામાં નથી રહેતાં ? દેવતાને ભૂલચૂકથી અડતા નથી ને ? એવું એણે અહીં વિષયોમાં પણ સાચવવું જોઈએ કે આ દેવતા છે, પ્રગટ અગ્નિ છે. આકર્ષણવાળી વસ્તુ આ જગતમાં જે છે, તે પ્રગટ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
અગ્નિ છે. ત્યાં ચેતવું જોઈએ.
પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે આપણે જે જોઈએ છીએ, તે આપણું નથી છતાં ત્યાં જો ભાવ થાય, તે ન થવો જોઈએ એમ ?
૧૯૧
દાદાશ્રી : આપણું તે છે જ નહીં. પુદ્ગલ આપણું હોય જ નહીં. આ આપણું પુદ્ગલ આપણું નથી, તો એનું પુદ્ગલ આપણું કેમ હોય ?
આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. ભગવાને આકર્ષણને તો મોહ કહ્યો છે. મોહનું મૂળિયું જ આકર્ષણ છે. એવું બધું જાણીને લક્ષમાં રાખવું જોઈએ ને ? આપણે દવા તો જાણી રાખવી જોઈએ ને કે આની શી દવા છે ?
આ વિજ્ઞાન છે. સંપૂર્ણભાવે વિજ્ઞાન છે. દેવતાને કેમ અડતા નથી ? ત્યાં કેમ ચોક્કસ રહે છે ? કારણ કે એનું ફળ તરત જ મળે છે અને વિષયમાં તો પહેલી લાલચ થાય છે. એટલે લાલચથી ફસાય છે. આ દેવતા અડેલો સારો. તેનો ઉપાય છે. પછી ગમે તે ચોપડીએ તો ઠંડું પડી જાય. પણ પેલું તો અત્યારે લાલચમાં ફસાવી અને પાછો આવતો ભવ દેખાડે. આ તો આપણા જ્ઞાનને ય ધક્કો મારનારું છે, આવું મોટું વિજ્ઞાન છે, એને ય ધક્કો મારે એવું છે !! માટે ચેતવું !
‘દેખત ભૂલી’નો અર્થ શો ? કે મિથ્યા દર્શન ! પણ બીજું બધું ‘દેખત ભૂલી’ થાય તેનો વાંધો નહીં, પણ આ વિષય સંબંધમાં ‘દેખત ભૂલી'ની બહુ મોટામાં મોટી જોખમદારી છે. હવે ત્યાં ‘દેખત ભૂલી’નો ઉપાય શો ? આપણને જ્ઞાન મળ્યું હોય તો પોતાને ભૂલ ખબર પડે કે અહીં આગળ આ ભૂલ ખાધી, અહીં મારી દ્રષ્ટિ બગડી હતી, ત્યાં પાછું પોતે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરીને પણ ધોઈ નાખે. પણ જેને
આ જ્ઞાન ના મળ્યું હોય, તે શું કરે બિચારો ? તેને તો ભયંકર ખોટી વસ્તુને ખરી માનીને ચાલવું પડે, આ અજાયબી છે ને ?!
દ્રષ્ટિથી નવું દીઠું ને આંખ ખેંચાઈ, તો તરત પ્રતિક્રમણ કરી નાખજો. અનાદિ કાળથી આંખો જ ખેંચાખેંચ થઈ છે ને ? નવો માલ
દીઠો કે આંખ ખેંચાય. પણ અલ્યા, નવો છે જ નહીં. આ તો એનું એ જ લોહી, પરું, હાડકાં, એ જ માલ છે. ફક્ત ચાદરો ફેર છે. કોઈની બ્લેક