________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૯૩ સમજણ પડે કે આ બીજ મહીં પડેલું છે એટલે આ તો બહુ જોખમ છે. આ વિષય તો બહુ જોખમવાળી વસ્તુ છે. જ્યાં જયાં સામી વ્યક્તિ જાય ત્યાં આપણે જવું પડે. અને સામી વ્યક્તિ પાછો પોતાનો છોકરો થઈને ઊભી રહે. એટલે આવું બધું જોખમ ઊભું થાય. એટલે વિષયને માટે આપણે અહીં બહુ કડક તેથી રહીએ છીએને ! બીજું બધું ચલાવી લેવાય, પણ વિષય ચલાવાય નહીં..
૧૯૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કોટન'ની, કોઈ ‘હાઈટ કોટન’ની, કોઈની ‘યલ્લો કોટન'ની. ચાદરો બધી જુદી જુદી જાતની છે. આમાં કશું જોવા જેવું છે જ નહીં, મહીં એનો એ જ માલ છે ! આ રેશમી ચાદરમાં બાંધેલું છે અને રેશમી ચાદર બાંધ્યા વગરનું હોય તો એને ચીતરી ચઢે ! અમને તો આમાં એનું એ જ દેખાય ને તમે તો ચાદરો જો જો કર્યા કરો છો, પણ મહીં માલ જુઓને ! માલ તો મહીં એનો એ જ છે ને ? માટે આ એકલું જ અહીં આગળ જે મળ્યું હોય, ‘ફાઈલ હોય એટલું સંતોષ રાખીને કામ લેવાનું અને બીજું જે ખાવું હોય, દહીંવડાં-બટાકાવડાં, જેટલાં ખાવાં હોય એટલાં ખાઈ લેજો ! આટલો આ વિષય જ જીતવાનો છે. ગમે તે રસ્તે, બીજું કશું ય નહીં. બીજું તો ખાવ-પીઓ, મઝા કરો ને ! જોખમોનું પણ જોખમ એટલે જ વિષયરોગનું મૂળિયું !
જેમ આપણે તમાકુ વાવી હોય અને જોડે બીજો કોઈ છોડ ઊગે, તો તે ઊગતાં પહેલાં સમજી જવું કે આ તમાકુ ન હોય, એટલે એને ઊખેડીને ફેંકી દેવું જોઈએ, નહીં તો છોડ મોટો થઈ જાય. આ કાળનાં તો ખેતરો નયાં બગડી જ ગયેલાં હોય છે. નહીં તો ‘આ’ ‘વિજ્ઞાન' કામ કાઢી નાખે એવું છે. એકે એકને ભાવિ તીર્થકર બનાવે એવું છે આ વિજ્ઞાન !!!
બાકી વિષય આગળ તો જૈનધર્મે શું કહ્યું છે કે ઝેર ખાઈને મરી જજે, પણ વિષય ના કરીશ. બ્રહ્મચર્ય જ ના તૂટવું જોઈએ, એવું જૈનધર્મ કહે છે. પણ આપણે અહીં અક્રમમાર્ગમાં એને બાદ આપ્યું, કે ભઈ, સ્ત્રી હોય તો ઘેર રહેજે અને બીજે દ્રષ્ટિ બગાડીશ નહીં. અને સ્ત્રી ના હોય તો પ્રતિક્રમણ કર્યા કરે. કારણ કે પછી વીર્ય છે તે અધોગામી જતું હોય, તે ઊર્ધ્વગામી જઈ શકે છે. વીર્ય નિરંતર અધોગામી સ્વભાવનું છે. એને આંતરો, વિધિ કરો અને પ્રતિક્રમણ કરો, એટલે એમ કરતાં બધું ઊર્ધ્વગામી ચઢી જાય.
બહાર, કંઈક જોયું અને આંખ ખેંચાઈ જાય. એટલે જાણવું કે આ પહેલાનું બીજ પડેલું છે, તે બીજ ઊગ્યું, ત્યાં તમે શું કરો ?
પ્રશ્નકર્તા : ત્યાં પ્રતિક્રમણ થઈ જ જાય છે. દાદાશ્રી : એના તો નિરંતર પ્રતિક્રમણ કર કર કરવાં પડે. આપણને
આ તો અક્રમ વિજ્ઞાન છે. તેથી આટલું જ જોખમ રાખ્યું. બાકી જૈનધર્મ તો બીજું બધું ય જોખમ જ કહ્યું છે. બધાને જોખમ કહીએ તો ક્યારે પાર આવે ?! તો લોક શું કહેશે પછી કે ‘મારે તમારી જોડે ધંધો જ નથી કરવો, સોદો જ કરવો નથી.” પણ એક બાબત હોય તો કહેશે કે ‘બધું જ સહન કરી લઈશ પણ આ એક જ બાબત છે ને, તો તો એને સાચવીશ.” અને તો એને વિજ્ઞાનનો લાભ મળે ને ! એટલે આપણે તો આ એક જ બાબત કહી છે.
ખેદથી છૂટાય વિષયથી ! સહેજે ચંચળતા ઉત્પન્ન થવી જ ના જોઈએ. વિષયની ચંચળતા એ જ અનંત અવતારનું દુઃખનું મૂળિયું છે. દહાડે દહાડે દુ:ખો જ ઊભાં થયાં કરે, નહીં તો આત્મા પ્રાપ્ત થયા પછી દુઃખ કેમ ઊભું થાય ? આ તો ભયંકર દોષ કહેવાય. નહીં તો દુ:ખ હોય તો જતું રહે ને સુખ આવે. બધી સારી વસ્તુ ઊભી થાય. આત્મા પ્રાપ્ત થયો એટલે બધી સગવડ સરળ હોય, પદ્ધતિસર હોય. એમ ને એમ ગડું ચાલે નહીં ને ! આ તો વીતરાગોનું વિજ્ઞાન છે !
સાચું સુખ મળ્યું નથી એટલે આ બધા વિષયો ભોગવે છે, નહીં તો વિષયો શા માટે ભોગવે ? આત્મા વિષયી છે જ નહીં, આત્મા નિર્વિષયી છે. પણ આ તો કર્મોના પ્રતાપથી દુ:ખ થાય છે, એ સહન નહીં થવાથી, આવું બધું ગટરમાં હાથ ઘાલે છે. ગટરમાં મોટું ઘાલીને ગટર પીએ છે. જ્ઞાન હતું નહીં એટલે સહન થતું ન હતું. એટલે હવે આ જ્ઞાન આપ્યું છે. એટલે તમને સહન કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે. તમને જુદાપણાનો ભાવ રહી શકે છે. તો પછી શેને માટે વિષયો હોવા જોઈએ ? અને છતાં