________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
મનુષ્યનો સ્વભાવ હરૈયો છે. હરૈયો એટલે જ્યાં દેખે ત્યાં ચોંટે, જ્યાં દેખે ત્યાં ચોંટે. બીજી બધી વસ્તુમાં રૂપ જોવાનું છે, આમાં રૂપ છે જ ક્યાં, તે જોવાનું ? આ તો ઉપરથી જ રૂપાળાં દેખાય છે. પેલી કેરી તો અંદર કાચી હોય તો ય સ્વાદ લાગે ને દુર્ગંધે ય ના આવે અને આને કાપો તો ? દુર્ગંધનો પાર ના હોય.
૧૮૮
એટલે આ અહીં જ માયા છે. આખા જગતની માયા અહીં જ ભરેલી છે. સ્ત્રીઓની માયા પુરુષોમાં છે ને પુરુષોની માયા સ્ત્રીઓમાં છે. પ્રશ્નકર્તા : તેથી જ બધું અટક્યું છે ને ?
દાદાશ્રી : હા, તેથી જ અટક્યું છે.
મોટામાં મોટી અટકણ વિષય સંબંધી !
કૃપાળુદેવને લલ્લુજી મહારાજે સુરતથી કાગળ લખેલો કે અમારે તમારાં દર્શન કરવા મુંબઈ આવવું છે. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે મુંબઈ એ મોહમયી નગરી છે, સાધુ-આચાર્યોને માટે એ કામની નથી. અહીં તો જ્યાંથી ત્યાંથી મોહ ગરી જશે. તમારા મોઢેથી નહીં પેસી જાય તો કાનથી પેસી જશે, આંખથી પેસી જશે. છેવટે આ હવા જવાનાં છિદ્રો છે, તેમાંથી ય મોહ પેસી જશે !!! માટે અહીં આવવામાં ફાયદો નથી. આનું નામ કૃપાળુદેવે શું પાડ્યું, મોહમયી નગરી. એમાં મેં તમને આ ‘જ્ઞાન’ આપ્યું છે. હવે શું એ મોહમયી કંઈ ઊડી ગઈ ? કંઈ બી-ઓ-એમ-બી-એ-વાય બૉમ્બે થઈ ગયું ? ના, મોહમયી જ છે. એટલે અમે તમને કહીએ કે બીજા પાંચ ઇન્દ્રિયોના વિષયના નહીં, પણ સ્ત્રીઓને ને પુરુષોને એક જ કહીએ કે જ્યાં આગળ સ્ત્રી-વિષય કે પુરુષ-વિષય સંબંધી વિચાર આવ્યો કે તરત જ ત્યાં ને ત્યાં તમારે પ્રતિક્રમણ કરી નાખવાં. ‘ઑન ધ સ્પોટ’ તો કરી જ નાખવું. પણ પછી પાછાં એનાં સો-બસો પ્રતિક્રમણો કરી નાખવાં.
વખતે હોટલમાં નાસ્તો કરવા ગયા હો ને તેનું પ્રતિક્રમણ નહીં કર્યું હોય તો ચાલશે. હું તેનું પ્રતિક્રમણ કરાવી લઈશ. પણ આ વિષય સંબંધી રોગ ના ઘૂસી જાય. આ તો ભારે રોગ છે. આ રોગ કાઢવાનું ઔષધ શું ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૮૯
ત્યારે કહે કે દરેક માણસને જ્યાં અટકણ હોય, ત્યાં આગળ આ રોગ હોય. અમુક પુરુષને, અમુક સ્ત્રી જતી હોય તો એને એ જુએ ને તરત એને મહીં વાતાવરણ ફેરફાર થઈ જાય. હવે આ બધા આમ છે તો તડબૂચાં જ, પણ એણે તો વિગતવાર એનું રૂપ ખોળી કાઢેલું હોય છે. આ ચીભડાના ઢગલાં ઉપર એને કંઈ રાગ થાય છે ? પણ મનુષ્યો છે એટલે એને રૂપ ઉપર પહેલેથી આદત છે, ‘આ આંખ કેવી સરસ છે, આવડી આવડી આંખ છે' એમ કહે છે. ‘અલ્યા, આવડી આવડી સરસ આંખ તો પેલા ભેંસના ભાઈને ય હોય છે, કેમ ત્યાં રાગ નથી થતો તને ? ત્યારે કહે કે એ તો પાડો છે, ને આ તો મનુષ્ય છે. અલ્યા, આ તો ફસામણની જગાઓ છે.
દેખત ભૂલી જો ટળે તો....
અક્રમ વિજ્ઞાન શું કહે છે કે ફર્સ્ટ કલાસ હાફુસ કેરી જોવાનો વાંધો નથી. તને સુગંધ આવી તેનો ય વાંધો નથી, પણ ભોગવવાની વાત ના કરીશ. જ્ઞાનીઓ પણ કેરીઓને જુએ છે, સોડે છે ! એટલે આ વિષયો જે ભોગવાય છે, એ તો ‘વ્યવસ્થિત’ના હિસાબે ભોગવાય છે. એ તો ‘વ્યવસ્થિત’ છે જ ! પણ વગર કામનું બહા૨ આકર્ષણ થાયને, તેનો શો અર્થ ? જે કેરીઓ ઘેર આવવાની ના હોય, તેની પર આકર્ષણ રહે, એ જોખમ છે બધું. તેનાથી કર્મ બંધાય !
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, ‘દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.’ શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછાં સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને દેખત ભૂલી કહેવાય. મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે કે હવે તમને દેખત ભૂલી ય રહી નહીં, તમને શુદ્ધાત્મા દેખાય, બહારનું પેકિંગ ગમે તેવું હોય તો ય પેકિંગ જોડે આપણને શી લેવાદેવા ? પેકિંગ તો સડી જવાનું છે, બળી જવાનું છે, પેકિંગમાં શું કાઢવાનું છે ? એટલા માટે જ્ઞાન આપેલું છે કે આપણે શુદ્ધાત્મા જુઓ, એટલે દેખત ભૂલી ટળે ! દેખત ભૂલી ટળે એટલે શું કે આ મિથ્યા દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ફરે અને સમ્યક્ દ્રષ્ટિ થાય તો બધા દુઃખોનો ક્ષય થાય ! પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં.
આપણે તો સામી વ્યક્તિમાં શુદ્ધાત્મા જ જોઈએ, પછી આપણને