________________
૧૮૬,
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
એટલે આપણે શું કહીએ છીએ કે સ્ત્રીનું ભેગું થવું એ જોખમ નથી. પણ આંખનું ખેંચાણ એ જોખમ છે. માટે ત્યાં પ્રતિક્રમણ કરીને કેસ ઊંચો મૂકી દો. શાસ્ત્રકારો પણ કહે છે આંખો ઢાળીને ચાલો.
પ્રશ્નકર્તા : વિષયની જે ચોંટ હોય છે, આકર્ષણની જે ચોંટ હોય છે, એ પકડે છે કે એ મીકેનિકલ ક્રિયા પકડે છે ?
દાદાશ્રી : એ ચોંટ પકડે છે, ક્રિયા પકડતી નથી. એટલે જ આપણે કહીએ છીએ ને પૈણેલી છે, ત્યાં નિકાલ કર. તેનો વાંધો નથી, પણ ચોંટ છે તો તે પકડે છે. તેથી અમે કહ્યું છે કે વિષય વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે. હંમેશાં “ખોટું થયું છે' એવું મનમાં તો રહેવું જ જોઈએ. બાકી નિકાલ કરોને ! નિકાલ કરવાનો વાંધો નથી, પણ ચોંટ તો રહેવી જ ના જોઈએ. ચોંટના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરો.
નિયમ કેવો છે, કે મહીં જે પરમાણુ હોય, તે જ બહાર ભેગાં થાય. મહીં આપણામાં નાચ ચાલુ થઈ જાય, ત્યાર પછી નાચવાળી દેખાય. એટલે પહેલાં આપણામાં જ શરૂ થઈ જાય, ત્યાર પછી બધે દેખાય. એમ ને એમ તો થાય જ નહીં ને ? પહેલો આપણામાં માલ ભરેલો છે તો જ ભેગું થાય, નહીં તો ભેગું થાય જ નહીં ને ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૮૭ જેટલા હિસાબ બાંધવા હોય એટલા બાંધજો. જેટલી મજબૂતી હોય એટલાં હિસાબ બાંધજો, બાકી ભોગવતી વખતે સહન ના થાય ને રડારડ કરે, એનાં કરતાં પહેલેથી જ ચેતીને હિસાબ બાંધજો. એ બધા હિસાબ છોડવા તો પડશે ને ? વિષયની વેદના કરતાં નર્કની વેદના સારી. આ વિષય તો બીજ નાંખે પાછું. નર્કમાં બીજ પડે નહીં, નર્કમાં ભોગવવાનું એકલું જ, ડેબિટ પૂરી થઈ ગઈ. અને ક્રેડિટ હોય તો ત્યાં દેવગતિમાં પૂરી થાય છે. જ્યારે વિષયમાં તો નવાં બીજ પડ્યા વગર રહે જ નહીં. આ તો અમને બહુ નાનપણમાંથી વિચારો આવતા, બધા બહુ વિચારો કરી નાખેલા. | ‘ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.' હવે કાષ્ટની પૂતળી શી રીતે ગણે ?! ગણવું તે કંઈ સહેલું છે ? આ લોક તો સાચે જ કાષ્ટની પૂતળી લાવી આપીએ તો ય આમ બાથમાં ઘાલ ઘાલ કરે એવાં છે ! હવે અહીં દેખે ને વૈરાગ આવે, તે તો ભગવાન જ કહેવાય ! હાડકાં, માંસ, લોહીથી ભરેલો આ દેહ એના જેવો જગતમાં કોઈ ગંદવાડો નથી. જયારે આ દેહ જ મોક્ષનું કામ કાઢે તો એનાં જેવું કોઈ બીજું ઉત્તમ નથી ! મનુષ્ય દેહ છે, એનાંથી જેમનું કામ કાઢવું હોય તેમનું થાય એવું છે.
બ્રહ્મચર્યથી તો મનને સંસ્કારી કરવાનું છે ને જ્ઞાન સમજવાનું છે કે ક્યાંય ખેંચાણ ના થાય. અમને આ સ્ત્રી-પુરુષો કેવાં દેખાય ? પહેલાં તદન નાગાં દેખાય, પછી ચામડી કાઢી નાખેલાં દેખાય એટલે પછી વૈરાગ જ રહે ને ?! વૈરાગ તે કંઈ મારી-ઠોકીને ના આવે, એ તો જ્ઞાનથી આવે ?
પ્રશ્નકર્તા : આ તો બહુ ગૂઢ કહેવાય.
દાદાશ્રી : આ સમજવા બેસે તો બહુ ઊંડું છે, પણ છતાં સહેલું છે. ક્યાંય વિરોધાભાસ ન ઊભો થાય. આ સૈદ્ધાંતિક જ્ઞાન છે અને સબળ અનુભવપૂર્વકનું જ્ઞાન છે. આ તો આપણો અક્રમ માર્ગ, તેથી આપણે ખાવા-પીવાની છૂટ મૂકી, બધા પ્રકારની છૂટ મૂકી, પણ આપણે વિષય સામે ચેતવાનું કહીએ છીએ ! બાકી, વિષયથી તો ભગવાન પણ ડર્યા હતા. આપણે તો સિનેમાની પણ છૂટ આપી. કારણ કે સિનેમામાં એવો તન્મયાકાર ના થાય, જ્યારે વિષયમાં તો ભારે તન્મયાકાર થાય છે.
વિષયની ફસામણ તો જુઓ ! આ કેરી ઝાડ ઉપર દેખાતી હોય ને લોકોએ દેખી તો રાત્રે આવીને લઈ જાય. તેવું આ સ્ત્રી કોઈને ગમી હોય તો, તેને રાત્રે આવીને ઉઠાવી જાય. તે આ ય બધી કેરીઓ જ છે ને ? જે ભોગવાઈ જાય તે બધી જ કેરીઓ. આ ઊંચી જાતની હાફુસની કેરીઓ હોય, પણ ભોગવાઈ જાય પછી ગોટલો પડી રહે અને આમાં મરતી વખતે ગોટલો લઈને જોડે જાય.
| વિષય જો નાછૂટકે ભોગવવો પડે તો એ વિષ નથી. તું પૈસા છૂટથી વાપરે કે નાછૂટકે ? આ તો પૈસાની જ વાત છે, પણ આ એક જ વખતના વિષયમાં તો અબજો-અબજોનું નુકસાન છે, ભયંકર હિંસા છે. આ પૈસાની બહુ કિંમત નથી, પૈસો તો ફરી આવે. આ બધા હિસાબ ભોગવવા પડશે.