________________
૧૭૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એવું જ્ઞાન થયું, એનું નામ જ અમે ‘જ્ઞાન’ કહીએ છીએ. પાછો ફરવા માંડ્યો એટલે પોતે કામ કાઢી નાંખે. આ તો કોઈ દીવો ધરનાર જોઈએ. દીવો ધરનાર ના હોય તો શું થાય ?
એકાંત શૈયાસત ! ચોવીસે ય તીર્થંકરો બોલ્યા કે એકાંત શૈયાસન ! આવું કેમ બોલ્યા ? બે પ્રકૃતિ ભેગી થઈ, તે શૈયાસન માટે કામનું જ નથી. કારણ કે બે પ્રકૃતિ એકાકાર સંપૂર્ણ ‘એડજસ્ટેબલ’ હોય નહીં. તેથી ‘ડીસૂએડજસ્ટ’ થયા કરવાની અને તેથી સંસાર ઊભો થવાનો. એટલે ભગવાને શોધખોળ કરેલી કે એકાંત શૈયા અને આસન.
કોઈ દહાડો બે એક ના થાય. ગમે તેટલું કરીએ તો ય એક થાય ? જ્યારે પાછાં છૂટા થાય ત્યારે બે ના રહે ? પછી હું ને તું કર્યા કરે ને ? ‘હું જ છું, હું જ છું” એવું ના કરે ? તેથી ‘જ્ઞાની પુરુષો” એકાંત શૈયાસન ખોળે. કોઈ દહાડો બેના એક થઈ જશે પણ કાયમી એક રહેવાતું નથી અને પાછો ડખો થશે, એના કરતાં એક સિંગલ ગોદડી પાથરી દો કે ભાંજગડ જ મટી જાય ! અને જો કોઈને ‘જેલ' હોય, તો ‘જેલ’ તો પૂરી કરવી જ પડશે ને ? પચ્ચીસ વરસની ટીપ હોય તો પચ્ચીસ વર્ષ, ને ચાળીસ વર્ષની હોય તો ચાળીસ વર્ષ, પુરાં તો કરવાં જ પડે ને ? પણ ભાવના કેવી રાખવી જોઈએ ? એકાંત શૈયાસનની ! શૈયા અને આસન એકાંત, એ જ્ઞાનીઓએ પસંદ કરેલો માર્ગ કે બેમાં મઝા નથી. બેનું એક થાય છે ખરું, પણ એકનું પાછું બેના બે જ થઈ જાય છે. એટલે આ જોડે છે એટલો વખત જેલ માનવાની. જેલમાં છૂટકો જ નહીં ને ! પોલીસવાળો કહે એમ કરવું પડે. ભગવાનની અહિંસાવાળો કેવો હોય ? એકાંત શૈયાસનવાળો હોય. ભલે બધા જોડે ઊઠે-બેસે, પણ એકાંત શૈયાસન હોય.
એકાંત શૈયાસુખ ગુણ ઉત્પન્ન થયા પછી જ સાચું સુખ ઉત્પન્ન થાય. જ્યારે સામી વ્યક્તિને આરપાર જોતાં આવડે ત્યારે એકાંત શૈયાસુખ નામનો ગુણ ઉત્પન્ન થાય. પછી તેને એકલાં જ રહેવાનું અને એકાંત જ વધારે સુખકર લાગે. પછી એને સાચી મસ્તી ઉત્પન્ન થાય. મહીં સુખ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૭૯ તો ભરપટ્ટે પડ્યું છે, તે પ્રગટ થાય. એની વાણી જે જે બોલે, તે પછી શાસ્ત્ર જ ગણાય.
એકાંત શૈયાસન. એક આસન અને એક શૈયા થાય ત્યારે પરમ સુખિયો થયો, જે અમારો ઘણાં વર્ષોથી રિવાજ છે. ને વીતરાગી મસ્તી અનુભવીએ છીએ. આ દાદાનું પદ જો તમને એક જ કલાક મળી જાય તો કાયમનો મારા જેવી સુખિયો થઈ જાય.
બાકી સ્ત્રી હોય ત્યાં સુધી કોઈએ મોક્ષની તો આશા જ રાખવી નહીં. ‘વિષય હોય ત્યાં સુધી આત્મા જ જાણ્યો નથી’ એમ કહેવાય. સ્ત્રીના ઉપર દ્રષ્ટિ થતી હોય તો એણે આત્મા સહેજે ય, અંશે ય જાણ્યો નથી. તેણે આત્મસુખ અનુભવ્યું નથી !! નહીં તો આત્મસુખ તો કેવું હોય ?!
આટલું જ જીતવાનું છે, સ્ત્રી-વિષય ! એટલે સ્ત્રી તરફની દ્રષ્ટિ થઈ, એ તરફનો વિચાર પણ આવ્યો કે ખલાસ થઈ ગયો. મોક્ષનો પાયો જ ઊડી ગયો અને વિચાર જો આવે તો તમે શું કરો ?
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ, ‘શૂટ ઓન સાઈટ'!
દાદાશ્રી : આ વિષય એકલું છોડી દો ને ! વિષય છોડશો તો જ્યારે ત્યારે એનું ફળ આવશે. બીજા બધાનો વાંધો નથી. બીજું બધું આપણે ‘લેટ ગો’ કરીએ. જો રઝળવું ના હોય તો બીજા બધાનો વાંધો જ નથી. પણ રઝળવું હોય પછી તો ઉઘાડું જ છે ને ? જે કરવું હોય તે કરો !! પણ એનો ભયંકર ગુનો છે. જ્યાં સુધી વિષય હોય ત્યાં સુધી આત્માનો સ્પર્શ જ ના થાય, કોઈ દહાડો ય સ્પર્શ ના થાય. એટલું જ ચેતવાનું કહીએ છીએ. આ કંઈ બહુ અઘરું છે ? અઘરું લાગે છે ? પણ જો મોક્ષે જવું હોય તો પછી સાંધ સાંધ કરવું પડશે ને ? ક્યાં સુધી આવું ને આવું ચાલશે, પોલમ્પોલ ઠોકાઠોક ? જો એક વિષયનો વિચાર આવે તો એને ઉખેડીને તોડી નાખજો. જે એવું તોડી નાખે છે, એની અમે ગેરન્ટી લઈએ અને એની ગેરન્ટી આપી જ છે. અમારી ગેરન્ટી છે, જો અમારું આ “જ્ઞાન” પાળશો તો એકાવતારની ગેરન્ટી છે !!! પણ વિષય તો ના હોવો જોઈએ. બીજું બધું કરો. ખાવા-પીવો, મઝા કરો. વિષય કેમ હોય ? વિષય તો