________________
૧૮૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નર્કગતિમાં લઈ જનારો છે. તમને આ બધી વાત ગમે કે નહીં ?
પ્રશ્નકર્તા : ગમે ને દાદા, બહુ ગમે.
દાદાશ્રી : એટલે આપણા જ્ઞાનમાં આટલું જ ચેતવાનું છે. બીજું બધું ચેતવાનું નથી.
વિષય મુક્તિ, ત્યાં ચઢે દસમ ગુંઠાણે.. જેમાં સ્ત્રી “પરિગ્રહ’ ગણાય છે એ નવમું ગુંઠાથું ઓળંગે એટલે પછી એને કોઈ જવાબદારી ના રહી. નવમું ગુંઠાણું ઓળંગે એટલે કામ થઈ ગયું !!સ્ત્રીનો પરિગ્રહ, મન, વચન કાયાથી બંધ થાય ત્યારે વ્યવહારમાં દસમું ગુણસ્થાન ઊભું થાય. જ્યાં સુધી સ્ત્રી પરિગ્રહ ઓળંગ્યો નથી ત્યાં સુધી નવમું યે ઓળંગ્યું કહેવાય નહીં. સ્ત્રીનો વિચાર આવે તો ય નવમું ના ઓળંગે, વિષયનો વિચાર આવે તો ય નવમું ઓળંગી શકે નહીં, એટલે વ્યવહાર તો તમારે ઊંચો લાવવો જ પડશે ને ? નિશ્ચય જોડે વ્યવહારને ય ઉઠાવી લેવાનો છે. સ્ત્રી પરિગ્રહ છે ત્યાં સુધી વ્યવહાર ગુંઠાણું આઠમાંથી આગળ ખસે નહીં. એ પછી બ્રહ્મચર્યવ્રત પાળે ત્યાર પછી નવમું ગુંઠાણું ઓળંગે.
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યમાં આવ્યા પછી બારમે ગુઠાણે જવાય ?
દાદાશ્રી : ના. બારમા ગુઠાણામાં ન જવાય. આ કાળમાં હું જ દસમા ગુઠાણા સુધી પહોંચ્યો છું ને ? અમારે નિશ્ચયથી બારમું અને વ્યવહારથી દસમું છે.
પ્રશ્નકર્તા : સ્ત્રીની જોડે પુરુષ હોય તો સ્ત્રીનું ગુંઠાથું ઊંચે ચઢે ખરું?
દાદાશ્રી : ના ચઢે ! આપણે ચઢાવીને કામે ય નથી. એમને તો આ છે, એ બરોબર છે. એમને તો કહીએ આટલું કરો ને એટલું એ કર્યા કરે તો બહુ થઈ ગયું. બાકી રસ્તો એમને બતાડ્યો છે. એમને કંઈ આવું કૂદાકૂદ કરાવવાની જરૂર નથી, નહીં તો કાલે સવારે ધણીને કાઢી મેલે કે ભઈ, મારે તમારું કામ નથી.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૮૧ સ્ત્રી નડતી નથી, અજ્ઞાન નડે છે. સ્ત્રી તો ફક્ત કેટલી નડે છે ? જે અવતારમાં મોક્ષે જવાનું હોય તે છેલ્લે દસ, પંદર કે પચ્ચીસ વર્ષ સ્ત્રીની ગેરહાજરી હોવી જોઈએ. તો જ એ ગુણસ્થાનક ચઢે, નહીં તો એ ગુણસ્થાનક ચઢે નહીં. નવમું ગુણસ્થાનક ક્યારે ચઢે ? કે સ્ત્રી જેને ત્યાં હોય નહીં તેને, અગર તો સ્ત્રી ભલે હોય પણ સ્ત્રીના વિચાર ના આવે, વિચાર, વર્તન ના હોય. સ્ત્રી જોડે વાંધો નથી. સ્ત્રી કંઈ નડતી નથી. પણ સ્ત્રીના વિચાર, વર્તન ના હોય તો તે નવમું ગુઠાણું ચઢી દસમામાં આવે. આ કાળમાં ‘વ્યવહાર' દસમા ગુંઠાણાથી આગળ જઈ ના શકે. અને ‘નિશ્ચય” બારમા ગુંદાણા સુધી જઈ શકે !!!
અક્રમ માર્ગમાં તમારે બીજા પરિષહો તો હોય નહીં, પણ તમને સ્ત્રી પરિષહ હોય ને બળ્યો ! સ્ત્રી પરિષદમાં નાટકીય શી રીતે રહેવાય ? આ “જ્ઞાન” તો નાટકીય રાખે એવું છે. રાજ ચલાવતાં હોય તો ય નાટકીય રાખે. પણ સ્ત્રી પરિષહ એ મોટામાં મોટો પરિષહ, એ નાટકીય ના થવા દે. વેપાર ધંધા નડતા નથી, સ્ત્રી પરિષહ નડે છે. સ્ત્રીઓ નડતી નથી,
સ્ત્રી પરિષહ નડે છે. સ્ત્રીઓ તો આત્મા જ છે. વિકારી ભાવ એ પરિષહ કહેવાય, સ્ત્રીઓ બધી આત્મા જ છે ને ?!
જ્ઞાની પુરુષ'ને કેવું સરસ દેખાતું હશે ! બધે શુદ્ધાત્મા જ દેખાય. અમે નવમા ગુઠાણામાંથી દસમા ગુંદાણામાં જ્યારે ખસ્યા, ત્યારથી એ ય પાર વગરનું સુખ અનુભવ્યું !! એ સુખનો એક છાંટો જો બહાર પડે ને માણસ એ ચાખે તો વરસ દહાડા સુધી તે પરમ સુખિયો થઈ જાય !!! આ વિષયને લીધે જ બધી રીતે અંતરાયું છે, ને. આ જ મહારોગ છે !!!