________________
૧૭૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
કે પેલો ક્યાં ગયો ભઈ, પૂછતો'તો ને ? ત્યારે કહે, ‘એ તો અમદાવાદ ગયો.’ હવે એ ફેક્ટ વસ્તુ છે કંઈ ? છતાં એ અમદાવાદ ગયો, એમ કહો કે ના કહો ?
આપણાં જગતનો નિયમ જ એવો છે આપણો વ્યવહાર જ આવો છે કે એ અમદાવાદ ગયો. હવે ત્યારે કંઈ ખોટો, આ વ્યવહાર કંઈ ખોટો છે ? ત્યારે કહે, ‘ના. ખોટો કેમ કહેવાય ?” કારણ કે આપણા લોકો કારણને કાર્યમાં આરોપે છે. એ અમદાવાદ જઈ રહ્યો છે માટે અમદાવાદ જવાનો છે, માટે એ અમદાવાદ ગયો છે કહે છે એવી રીતે આમાં ય તે શીલમાં કેટલાં ખરાબ વિચાર આવતાં હોય, તો પણ એને શીલમાં જવાનો છે, માટે આપણે એને કાર્યનો આરોપ કરીએ છીએ.
પ્રશ્નકર્તા : આ શીલ એક વસ્તુ એવી છે કે એમાં ઘણાં સારાં સારાં બધા ગુણો છે. બધાં, એ બધું જ મળીને એનો સમુહ જે થાય તે શીલમાં
જાય.
દાદાશ્રી : એ શીલ તો મહાન મહાન ગુણ છે. જેને, કોઈ સાથે સરખાવી ના શકાય એવો ગુણ છે ! કોઈ અમુક કાળમાં એવાં બે ચાર પાંચ હોય. પણ અત્યારે તો એનો અભાવ છે.
શીલે સર્પ ત આભડે !
“શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ, શીલે, અરી, કરી, કેસરી, સબ જાવે ભાગ.’’
શીલવાનને જોતાં હાથી, સિંહ બધા ભાગી જાય.
આ જગતનો એક નિયમ એટલો બધો સુંદર છે કે આખા ય રૂમમાં સાપ પાથરેલા હોય. એક ઇંચ જગ્યા કોરી ના હોય, છતાં તેની મહીં અંધારામાં શીલવાન પેસે તો શીલવાનને સાપ અડે નહીં. એટલું બધું ગોઠવણીવાળું આ જગત છે. કારણ કે સાપને શીલનો તાપ એટલો બધો લાગે કે દસ ફૂટ દૂરથી જ સાપ બધા આઘાપાછા થઈ જાય ને ઉપરાછાપરી ચઢી જાય !!! એટલે શીલવાનને સાપ પણ અડે નહીં. એની હાજરીથી
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૭૭
વાતાવરણ જ એવું ઊભું થાય કે સાપ પણ ખસી જાય. સહેજ જો કદી સાપ અડી ગયો તો સાપને બળતરા થાય ને મરી જાય. એટલો બધો શીલવાનનો તાપ હોય. એટલે પોતાને બળતરા ના થાય, દુઃખ ના થાય, એટલા માટે ત્યાંથી ખસી જાય. એટલે શીલનો પ્રભાવ એવો છે કે કોઈ વસ્તુ એનું નામ ના દે.
શીલવાન એ તો મોટામાં મોટું રત્ન કહેવાય. એવો શીલવાન હું ય નહોતો અને અત્યારે ય નથી. શીલવાન તો વ્યવહાર ચારિત્રનું ઊંચામાં ઊંચું પદ છે.
શીલવાન આ કાળમાં નથી. આ કાળમાં શીલવાન હોત ને, એક જ શીલવાન આ દુનિયામાં હોત તો આજે આખી દુનિયામાં બહુ જ સુખ હોત.
પ્રશ્નકર્તા : પહેલાંના કાળમાં કોઈ શીલવાન પુરુષ હોય, તેનો દાખલો આપોને ?
દાદાશ્રી : શીલવાન એ ઐતિહાસિક વસ્તુ નથી. કો'ક ફેરો કો’ક એકાદ થતા હતા. કોઈ આઠ આની શીલવાન, કોઈ બાર આની શીલવાન હોય. બાકી, પૂરેપૂરો સોળ આની શીલવાન તો કો'ક જ હોય. સોળ આની શીલવાન તો, સર્પ જ્યારે આઘાંપાછાં ખસી જાય, તેને કહેવાય. વીતરાગો સંપૂર્ણ શીલવાન કહેવાય. ત્યારે એમને શીલવાન જેવું વિશેષણ હોય નહીં.
શીલવાન એટલે નિર્ભય. ભગવાન પણ પછી એને પૂછી શકે નહીં. બોલો, ભગવાન પણ પૂછે નહીં ત્યારે પછી કેવી સ્થિતિ ?
માટે કંઈક હવે ઉકેલ લાવો. અનાદિથી માર ખા ખા કર્યો છે અને એમાં બળ્યું શું સુખ છે ? સાત્ત્વિક રૂપે તપાસ ના કરીએ કે આમાં કશું સુખ દેખાતું નથી ?! ઊલટું મૂર્ખાઈ થાય છે, ફૂલિશનેસ થાય છે. વિષયમાં અટકયો તો ભગવાન થઈને ઊભો રહે અને જો વિષયમાં લટક્યો તો અધોગતિમાં નર્સે જતાં યે પાર નહીં આવે, એવું અમે જ્ઞાનથી જોયેલું છે. હવે તમને ખાતરી થઈ ગઈ ને ? આજે તમને આ ખોટું થયું છે, એવું જ્ઞાન થઈ ગયું ને ? આ કંઈ જેવું તેવું જ્ઞાન ના કહેવાય. ‘આ ખોટું છે’