________________
૧૭૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય શીલવાન થવું પડે, એનાં ગુણો ઉત્પન્ન થવા જોઈએ. પોતે શીલવાન થયો કે પછી જગતના બધા એને નિમિત્તે ફેરફાર થઈ જાય. જે મશીનરી ઊંધી ચાલતી હતી, તે બધી છતી થઈ જાય.
કેવાં લક્ષણો શીલવાતતાં ! પ્રશ્નકર્તા : શીલવાનના શા શા લક્ષણ છે, એ જાણવા છે.
દાદાશ્રી : શીલવાનમાં મોરાલિટી, સીન્સીયારિટી, બ્રહ્મચર્ય એ બધું હોય પછી સહજ નમ્રતા હોય. સહજ એટલે નમ્રતા કરવી ના પડે. સહેજ જ સામાનાં આગળ નમ્ર થઈને જ બોલે. પછી સહજ સરળતા હોય. સરળતા કરવી ના પડે. જેમ વાળો તેમ વળે. એનો સંતોષ સહજ હોય. આટલો જ ભાત ને કઢી આપણે ધરીએને તો એ ઊંચું જુએ નહીં. સહજ સંતોષ ! એની ક્ષમા પણ સહજ હોય. એમનો અપરિગ્રહ-પરિગ્રહ બને સહજ હોય. એટલે આ બધી કેટલી ચીજો એવી સહજ હોય ત્યારે જાણવું કે આ ભઈ શીલવાનમાં આયાં !
પ્રશ્નકર્તા : પણ એ શીલવાન પુરુષ મોક્ષે જાય ખરો ? દાદાશ્રી : એ જ મોક્ષ બીજાને આપી શકે !
પ્રશ્નકર્તા : તો પછી આ ગુણ ગ્રહવાની જે વાત છે, વૃત્તિ ઉપરનો કંટ્રોલ એ તો, અહંકારે કરીને થયું.
દાદાશ્રી : એ અહંકારે કરીને થાય તે કામનું નહીં, સહજ થવું જોઈએ. તે એનું નામ શીલવાન કહેવાય. વૃત્તિઓ ઉપર કન્ટ્રોલ કર્યા. એ તો અહંકાર ઊભો રહ્યો છે. ત્યાગ કરો એ અહંકાર છે અને ગ્રહણ તે ય અહંકાર છે. સહજ, સહજ આગળ કોઈ ત્યાગે ય નથી અને અત્યાગે ય નથી. તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું કે જ્ઞાનીને ત્યાગાત્યાગ ન સંભવે. ત્યાગે ય સંભવે નહીં ને અત્યાગે ય સંભવે નહીં. કારણ કે એ પોતે ઉદયાધીન વર્તે છે. એટલે પોટલું જેમ લઈ જાય ને, એમ મુંબઈ ય જાય ને પોટલાની પેઠ આવે ય ખરાં પાછાં.
પ્રશ્નકર્તા : તમે જે એ કીધું ને, સહજ ક્ષમા.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૭૫ દાદાશ્રી : સહજ ક્ષમા, એ સામો ધોલ મારે ને, તો ય એનાં તરફ જુએ તો, ક્ષમા ભરેલી આંખ દેખાય આપણને..
પ્રશ્નકર્તા : એ તો જ્ઞાન વગર સંભવે જ નહીં. તો તો શીલ પણ જ્ઞાન વગર તો સંભવી જ ના શકે ને !
દાદાશ્રી : એ બધું એક જ છે ને વસ્તુ પણ જુદી પાડે ત્યારે આમ. પ્રશ્નકર્તા : સહજ ક્ષમા. હવે હું ક્ષમા કરું છું.
દાદાશ્રી : એ કામની નહીં. મોટા ક્ષમા કરવાવાળા આયા ! સહજ હોવી જોઈએ !
આપણે ધોલ મારીએ અને પછી એની આંખ જુએ તો આપણને ક્ષમા આપતી હોય ત્યારે એનું નામ સહજક્ષમા. ‘મને ક્ષમા જોઈએ છે? એવું કહેવું ના પડે. આપણે ધોલ મારીએ ને એનાં આંખમાં સાપોલીયા ના રમે ! ખબર ના પડે કે સાપોલીયા રમે છે આની આંખમાં ?!
તમે આ ઈફેક્ટને શું જાણો ? અમે કોઝીઝને ય જાણીએ અને ઈફેક્ટને ય જાણીએ. બેઉ, કોઝીઝનું જ્ઞાન છે અને આ ઈફેક્ટનું જ્ઞાન, બન્ને જ્ઞાન છે અમને. તો સહજ ક્ષમા રહી શકે !
પ્રશ્નકર્તા : હવે શીલ શબ્દ છે એમાં મોરાલિટી, સીન્સીયારિટી એ ઉપરાંત બીજા પાંચ સાત ગુણો હોવા જોઈએ, એ બધા કહો !
દાદાશ્રી : અંગ્રેજીમાં તો આ બે જ કહેવાય. તો બધું સારી રીતે સમજે.
એ શીલવાળાને સ્ત્રીનો વિચાર પણ ના આવે, વિષયનો વિચાર આવ્યો માટે શીલમાં કચાશ છે હજુ. પણ છતાં ય આપણે વિચાર આવેલાને કહીએ છીએ. ‘ભઈ એનું છે થોડા કાળમાં આ વિચાર જતાં રહેશે ને એ શીલવાન જ છે ! આપણે કોઝીઝને કાર્ય કહીએ છીએ. ઘણા વખતે કોઝીઝને કાર્ય કહીએ છીએ એટલે શું ? આ ભાઈ કહે છે, હું, હું અહીંથી હવે અમદાવાદ જઉં છું. તો અહીંથી નીકળ્યો. પેલાં પછી પૂછે,