________________
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય
૧૭૩ વિચારો, ભાવ, વર્તન જોઈએ અને ચારિત્ર બહુ ઊંચું હોવું જોઈએ.
જગત જીતવા માટે એક જ ચાવી કહું છું કે વિષય વિષયરૂપ ના થાય તો આખું જગત જીતી જાય. કારણ કે એ પછી શીલવાનમાં ગણાય. જગતનું પરિવર્તન કરી શકાય. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય. તમારામાં જેટલું શીલ એટલું સામામાં પરિવર્તન થઈ શકે, નહીં તો કોઈ પરિવર્તનને પામે જ નહીં. ઊલટું અવળું થાય. અત્યારે શીલ જ બધું ખલાસ થઈ ગયેલું છે ને !
પ્રશ્નકર્તા : ચારિત્રહીન માણસ હોય પહેલાં, એ શીલવાન થઈ
શકે ?
૧૭૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય મનુષ્યનું ચારિત્રબળ એનાં જેવી કોઈ કીંમતી વસ્તુ જ નથી, પણ એની કીંમત જ સમજતો નથી ને ! આ તો મનુષ્યનું ચારિત્રબળ ! જેનાથી વાઘ પણ ભડકે ! પણ સમજણ જ ના હોય તો શું થાય ?
પ્રશ્નકર્તા : શીલવાન એટલે કયા ગુણો ખાસ હોય ?
દાદાશ્રી : શીલવાન, તે આમ ચારિત્ર્યવાન ભણી જાય. અને ચારિત્રવાન એકલો નહીં, બીજા બધા બહુ ગુણો ભેગા થાય ત્યારે શીલવાન કહેવાય.
એટલે શીલવાનથી માણસો બધા એની પાસે રેગ્યુલર હોય છે એ બધાં. એવો શીલવાનનો તો બહુ પ્રભાવ અને ચારિત્ર્ય બધું ઊંચું હોય એનું !
ચારિત્ર તો બ્રહ્મચર્ય એકલાને નથી કહેવાતું. ચારિત્ર તો શીલવાન હોય ત્યારે ચારિત્ર કહેવાય. એટલે શીલનું તો બહુ મહાભ્ય છે. શીલમાં તો બ્રહ્મચર્ય અંદર આવી ગયું ખરું, પણ બ્રહ્મચર્ય સહિત આટલાં ગુણો હોવા જોઈએ. એટલે કે જેની વાણીથી કોઈને દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય. જેનું મન કોઈને માટે ખરાબ વિચારે નહીં, એવો શીલવાન માણસ હોય. ચારિત્રવાન કોને કહેવાય ? જે કોઈને ક્રોધથી પણ દુઃખ કરતો નથી, કોઈને લોભે કરીને દુઃખ કરતો નથી, કોઈને માને કરીને તિરસ્કાર કરતો નથી, કોઈને કપટ કરીને દુઃખ આપતો નથી, એ ચારિત્રવાન કહેવાય. ચારિત્રવાનની તો બહુ કિંમત ! પણ આ તો પોતે પોતાની બધી નાદારી કાઢી છે અને એનું દુ:ખ છે. નાદારી કાઢે છે ને માણસો ? ક્રોધ કરીને, લોભે કરીને, કપટ કરીને, માને કરીને નાદારી કાઢે છે. એટલે પછી ચારિત્ર ખલાસ થઈ જાય. નાદારી કોઈ રીતે નીકળે નહીં તો તે ચારિત્રવાન કહેવાય, શીલવાન કહેવાય. શીલવાન માણસને જોતાં જ આનંદ થાય.
અત્યારે તો નવું કુશીલનું જ વાતાવરણ થયેલું છે. પણ શીલવાન થવું પડશે, સાચા થવું પડશે, બધી રીતે ઓલરાઈટ થવું પડશે. બીજું ખાવપીવો, અત્તર ઘાલો એ બધાનો પબ્લિકને વાંધો નથી, વાંધો ફક્ત કુશીલપણાનો છે. કોઈને સહેજે ય કિંચિત્માત્ર દુઃખ ન કરે એવા આપણા
દાદાશ્રી : હા, કેમ નહીં. જ્યારથી આ દેવું, એક વાર દેવાળો થઈ ગયો હોય, પછી દેવું આપુંને, પછી દેવા ગયા અને પછી એ શરાફે ય થઈ શકે ને ! જીવતો હોય ત્યાં સુધી થઈ શકે અને મુદત હોય એટલી. પણ શીલવાન ના થાય એકદમ.
પ્રશ્નકર્તા : ખરાબ કામનું દેવું કેવી રીતે વળે ?
દાદાશ્રી : દેવા એ તો થઈ ગયો. પણ હવે નવેસરથી એ બધું ગોઠવણી કરે છે ને.
પ્રશ્નકર્તા : પશ્ચાત્તાપથી થાય. દાદાશ્રી : અને નવેસરથી ગોઠવણી કરી દે ને !
એટલે શીલવાન થવા માટે જ આપણે આ સત્સંગ કરાવીએ છીએ ને ! મોક્ષની શી ઉતાવળ છે ? શેને માટે મોક્ષની ઉતાવળ હોય ? આપણે મોક્ષ સ્વરૂપ જ છીએ અને આ તો શીલવાન પુરુષ કહેવાય. એટલે પોતાને કાયમ જ સુખ હોય અને પોતાને દેખતાં જ લોકોનો ફેરફાર થાય એટલી જ જરૂર છે આપણને. બાકી ઉપદેશ આપવાથી ફેરફાર થાય નહીં.
શીલવાન તો બહુ ઊંચી વસ્તુ છે. આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારથી એ રિયલાઈઝ થયો, ત્યારથી મોક્ષસ્વરૂપ જ છે. પણ પહેલું