________________
[૧૧] ચારિત્ર્યનો પ્રભાવ !
ચારિત્ર્યનો પાયો, મોક્ષપંથે આધાર ! ખાવ-પીવો, મઝા કરો. બધી બહુ ચીજો ખાવાની છે. એક જણને કંઈક વિકારી કટેવ હતી. તે કટેવ છોડાવવા માટે મેં શું કહ્યું ? આ ગંદવાડામાં શું પડે છે ? બીજી બધી ચીજ વાપરોને ? સેંટ, અત્તર, બધું રાખી મુકોને ! આ તમને નહીં ગમે ? તો કહે, ‘આ મને ગમશે.’ એટલે આમ કરીને આ મનને અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું છે. આ ગોળી ના હોય તો બીજી ગોળી આપવી, ને બીજી ના ફાવે તો ત્રીજી, એમ જાતજાતની ગોળીઓ બતાવી છે તે આપવી. ગમે તે ગોળીને મન વળગ્યું એટલે ચાલ્યું. પછી પેલા ગંદવાડામાંથી છૂટી જાયને !
ચારિત્ર્યનો સ્ટ્રોંગ થઈ ગયો, એટલે જગત જિતાઈ જશે. જગત જીતવા માટે ચારિત્રનો સ્ટ્રોંગ એટલું જ જોઈશે. ગમે તે કપડાં પહેરતાં હોય, તે વાંધો નથી. વ્યવહાર ચારિત્રને અને કપડાંને કંઈ લેવાદેવા નથી. કપડામાં તો એકનો એવો મત છે, બિલકુલ કપડું ના જોઈએ. કોઈ એકનો એવો મત છે કે ધોળું કપડું વીંટવું જોઈએ. પણ તમે કોટ-પાટલૂન પહેરો તો ય વાંધો નથી. એ બધા મત વ્યવહારના છે. ખાવાની વસ્તુ કંઈ બ્રાંતિ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૬૯ જેવી વસ્તુ નથી. મોટા માણસને ય જલેબી મોઢામાં મૂકે તો ગળી લાગે ને ? ના લાગે ? એટલે એકલું “ચારિત્ર’ જિતાયું કે આખું જગત જીતી ગયા. બાકી ખાવ, પીઓ તેનો મને વાંધો નથી. વધારે ઓછું ખાવ તો કોઈ વાંધો ના ઉઠાવે ને ? તમે અત્તર નાખતા હો તો લોક વાંધો ઉઠાવે ? અને આવડી આવડી મુછો રાખો, થોભિયા રાખો તો ય જગત વાંધો ના ઉઠાવે. જગત તો જ્યાં વાંધો છે ત્યાં જ વાંધો ઉઠાવે. જગતને આ બીજી બધી વસ્તુઓમાં વાંધો જ નથી. અને આ અણહક્કમાં તો જોખમદારી બહુ જ છે, ભયંકર અધોગતિમાં ફેંકી દે છે !!! જગત તો અરીસા સ્વરૂપ છે, તે આપણને દેખાડે છે, આપણું રૂપ દેખાડે છે. જે જે ટકોર કરનારા છે ને, એ આપણો જ અરીસો છે.
ખરેખર તો, વિષયમાં સુખ નથી જ. જે સુખ માન્યું છે ને, તે સાવ રોંગ બિલિફની ય રોંગ બિલિફ છે. આ જલેબીમાં સુખ લાગે છે. હવે કોકને જલેબી ના ભાવતી હોય તો એને શિખંડ તો ભાવે, એટલે આ વસ્તુઓ ય સુખદાયી લાગે છે. જ્યારે વિષય એ તો દરાજ વલુરે એના જેવું છે. એ વસ્તુ નથી છતાં એમાં સુખ આવે છે ને ?! એટલે વિષય એ રોંગ બીલિફની યે રોંગ બીલિફ છે. અને એ પાછું જગતમાં ચાલ્યું એ ચાલ્યું પછી. સાચી સમજણ જ નથી ને !
હું આ બધાને એટલા માટે બ્રહ્મચર્યની સમજ પાડું છું. કારણ કે ચારિત્રના પાયા ઉપર મોક્ષમાર્ગ ઊભો રહ્યો છે. આપણે ખાવું પીવું હશે તેનો વાંધો નથી. એક દારૂ કે માંસાહાર નહીં કરવાનો. બીજું બધું ભજિયાંજલેબી ખાવાં હોય તો ખાજો, એનો ઉકેલ લાવી આપીશ. હવે આટલી બધી છૂટ આપવા છતાં ય તમે આજ્ઞામાં સારી રીતે ના રહી શકો તો શું થાય ? કૃપાળુદેવે એટલે સુધી કહેલું કે તારી ભાવતી થાળી બીજાને આપી દેજે. આપણે અહીં તો શું કરવાનું કહ્યું છે કે તને શાંતિ શેનાથી આવે છે, તે તું કર. તું ભાવતી થાળી બીજાને ના આપી દઈશ, નિરાંતે ખાજે. આપણે તો ચારિત્રનો પાયો મજબૂત રાખવો. મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ મૂળ વસ્તુ છે.
આપણે અહીં જ્ઞાન લીધા પછી ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં.