________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૬૭
ને તારાથી ? તારી પોતાની આમાં બિલકુલ ઇચ્છા જ નથીને ? અંદર મોળી ઇચ્છા ખરી કે ‘વ્યવસ્થિત છે, આમતેમ, એવુંતેવું એવી પોલ ખરી કે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : બાકી પોલું હાંકે, “વ્યવસ્થિત’ છે ને, એમ કહે ! પોલું હાંકવું હોય તો હંકાય ને ?! પોલું હાંકે તો તેની બહુ જવાબદારી ને ? એ તો નરક ગતિમાં લઈ જાય. એટલે અમે ચેતવીએ !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તો મારી નાંખે !
પહેલાં તો ચારિત્રની સ્થિરતા આવી અત્યાર જેવી નહીં. આ અત્યારે તો બેભાન માણસો છે. આ તો જ્ઞાન લીધા પછી જો વિષયની આરાધના થાય તો શું થાય ? સત્સંગને દગો દીધો અને જ્ઞાનીને દગો દીધો, તે અહીંથી નર્કે જઈશ. અહીં વધારે દંડ મળે, તેનું શું કારણ હશે ?
પ્રશ્નકર્તા : જવાબદારી છે ને ?
દાદાશ્રી : ના, આ સત્સંગને દગો દીધો, જ્ઞાનીને દગો દીધો. દગાખોર કહેવાય મોટો. આવું તે હોતું હશે ? શું પોતે સમજતો નથી કે આ ખોટું છે એવું ? આ તો જાણી જોઈને ચલાવી લે કે કંઈ વાંધો નહીં, નહીં તો ‘સમભાવે નિકાલ કરવાનો દુરુપયોગ કરે, નહીં તો ‘વ્યવસ્થિત છે' કરીને દુરુપયોગ કરે. આવું બધું તમે સાંભળેલું નહીં ને, પહેલાં ?
પ્રશ્નકર્તા : આવું તો સાંભળેલું નહીં.
દાદાશ્રી : હવે તમને બધું લક્ષમાં રહેશે કે છટકી જશે ? આપણને ના હોવું જોઈએ. આ તો મોટું દેખાડાય નહીં, એવી વસ્તુ બની જાય. શોભે નહીં આપણને. અહંકારે કરીને જે થયું હોય તે આટલું કર્મ બંધાઈ જાય કે “ઓવર ડ્રાફટ’ એટલો લીધો. પણ વિષય તો ના જોઈએ, એમ હોવું જોઈએ. જે બહાર વિષય આરાધતો હોય એને પોતાની બૈરી-છોકરી ગમે ત્યાં જાય તો વાંધો ના હોય. એટલે એને નાગો જ કહેવાય ને ? એને ચારિત્રની કિંમત જ નથી ને !
હવે બધું ગોઠવી દો. છેવટે ય તો, કાલે દેહ છૂટી જાય, તો એની મેળે જ વિષય છૂટી જવાનો જ છે ને ?! તે જીવતાં કરીએ એ શું ખોટું ? મારી ઠોકીને કુદરત કરાવડાવે, એના કરતાં જીવતાં આપણે જાતે કર્યું હોય તો છૂટ્યા આમાંથી ! આ વિષયનું કર્મ એણે અટકાવ્યું, તે બદલ બીજું કર્મ અને બંધાયું પાછું. ભલે એ સહજભાવ ના કહેવાય ! અને એટલે બીજું દેવું ઊભું કર્યું. આ બીજું દેવું સારું પણ આ વિષયનું દેવું તો બહુ જ ખોટું !
વિષયનો વિચાર આવે કે તરત પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ થાય છે