________________
૧૬૪
નહીં, તો શું કરો ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : ‘જાવ, નહીં આવું.’ એમ કહું.
દાદાશ્રી : ‘નહીં આવું’ જ કહેને ? જુઓ, હવે એક આટલી નાની બાબત માટે આખું છોડી દે છે, ચાર્ટ નહીં ને ! તમને કેમ લાગે છે ? તમને કોઈ કહે કે પરું ચાટી જાવ, નહીં તો કાલથી મારે ત્યાં નથી આવવાનું તો ?
પ્રશ્નકર્તા : અત્યારથી નહીં આવું, કાલથી શું કામ ?
દાદાશ્રી : જુઓ, આવી નાની બાબત છે ને, તો આપણને વાતને પકડતાં ના આવડે ?! કેવી અજાયબી છે ને ! ખાલી પરું થયું હોય, એમાં અહંકાર કરે છે કે હવે નહીં આવું અને જેમાં હજારો જોખમ છે એવાં વિષયમાં અહંકાર કરે ને કે, “આવું તું મારી પાસે કરાવે છે ? તો હું
આવીશ જ નહીં !'
પ્રશ્નકર્તા ઃ કર્મ બાંધીને આવ્યો એટલે ભોગવવું જ પડે ને ? પછી એની સત્તામાં નથી ને ?
દાદાશ્રી : ભોગવવું પડે છે એ વસ્તુ જુદી છે અને ભોગવે છે તે વસ્તુ જુદી છે. આ તો બધા ભોગવી રહ્યા છે, ભોગવવું પડે એ તો કો’ક જ માણસ હોય. ભોગવવું પડનારો માણસ તો આખો દહાડો ઉપાધિમાં ઉપાધિમાં જ રહ્યા કરે. જ્યારે આ તો ભોગવીને સંતોષવાળું મોઢું ય
દેખાય છે. આને માણસ જ કેમ કહેવાય તે ?
આપણા કેટલાંક મહાત્માઓ એવા છે કે અહંકારે કરીને પણ વિષય છોડી દીધો છે. અહંકાર કર્યો કે જે થવાનું હોય તે થાય પણ વિષય બંધ, હવે વિષય નહીં જ જોઈએ. જો વિષય આવે તો મરી જવું, એમ અહંકારે કરીને છોડી દીધું. તેનું એક કર્મ વધારે બંધાય. આ અહંકારથી પુણ્યકર્મ વધારે બંધાય.
અત્યાર સુધી અણસમજણથી દોરવાયા ખરા ! પણ આ જ્ઞાન લીધા પછી તો કેટલી સમજણ ઊભી થાય. એટલે સમજણપૂર્વક હોય તો વૈરાગ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૬૫
આવે ને પછી તોડી ફાડીને વિષયના ધાગા કાઢી નાખે. કર્મ ફરતાં જ નથી, એવો કોઈ નિયમ નથી. કર્મ ફરી શકે છે. આ અજ્ઞાનીને કર્મ કેવી રીતે ફરે ? હમણાં કો'ક માંગવાવાળો આવ્યો હોય, એટલે એ કર્મનો ઉદય તો આવ્યો, એને પતાવી તો દેવું પડે ને ? પણ એ પાડોશી પાસેથી પચાસ રૂપિયા લે અને પેલાને પછી પિસ્તાળીસ રૂપિયા આપે ને પાંચ પોતાની પાસે રાખે. એટલે એક કર્મ પત્યું ને બીજું કર્મ ઊભું કર્યું. એવી રીતે નવું કર્મ ઊભું કરે. એટલે પેલું જૂનું કર્મ તો પતી જાય. આ સંસારીઓ એ જ રીતે બધાં કર્મ પતાવે છે. પણ આ કર્મ બધાં ચૂકતે કરે છે ? ના, આ તો નવો ઓવરડ્રાફટ લઈને ચૂકવી દે છે !
પ્રશ્નકર્તા : ઓન એકાઉન્ટ પૂરા કરે છે.
દાદાશ્રી : હા, પણ આનાથી આવતા ભવની જવાબદારીનું એને ભાન નથી. એ પછી અહીંથી જાનવરમાં જતાં રહે. પણ આટલું સુધર્યું એટલે જ બહુ સારું થયું ને, કારણ કે જે ચાલુ આચાર છે એ અમુક હદ સુધીના ચલાવી શકાય એવા છે, પણ એક વિષય સંબંધી એકલાંને ના ચલાવાય. બીજું બધું ચલાવી લેવાય. તેથી બીજું બધું અમે ચલાવી લઈએ. આ દારૂ પીતો હોય તો વખતે ચલાવી લઈએ છીએ, પણ તમારે એટલું સમજવું જોઈએ કે દાદા આ ચલાવી લે છે ! પણ તમારે શું કરવું જોઈએ ? રાત-દહાડો ‘આ બહુ ખોટી વસ્તુ છે, બહુ ખોટી વસ્તુ છે’ એવાં જાપ કરવા
જોઈએ.
પ્રશ્નકર્તા : એટલે એના પ્રત્યે ખેદ જ થવો જોઈએ.
દાદાશ્રી : નિરંતર ખેદ રહેવો જોઈએ તો એ અમારું કહેલું, ચલાવી લીધેલું તમને કામનું લાગે, નહીં તો દાદા એલાઉ કરે છે એનો અર્થ એવો
નથી કે કશો વાંધો નથી. જ્યારે વિષય સંબંધમાં તો અહંકાર કરીને પણ તોડી નાંખવું. બે-ચાર જણને મેં એમ એવી રીતે તોડી નંખાવેલું ! અહંકાર કરીને, મારીને તોડ-ફાડ કરી નાંખે !!! પછી તે અહંકાર કર્યો, એનું કર્મ બંધાય તો ભલે બંધાય, પણ પેલો વિષય તો બધું તોડી નાંખે ને ! હંમેશાં આ બધાં કર્મો એવાં છે કે એકને બદલે બીજું આપો તો એનાં બદલે છૂટે. વિષય એકલું અહંકારે કરીને પણ છૂટી જવું જોઈએ, નહીં તો આ વિષય