________________
૧૬૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આ તો વકીલાત કરીને અર્થનો અનર્થ કરી નાખે કે આ બધું ‘વ્યવસ્થિત' જ છે ને ! પણ જોખમ કેટલું બધું છે ?! અણહક્કના વિષય એટલે કે વડું મોટું જોખમ કહેવાય ! તમે જે સ્ત્રી પૈણો એ જ તમારા હક્કનો વિષય. બીજો હક્કનો વિષય તમને લાગુ ના થાય, વિચારે ય ન કરાય, દ્રષ્ટિ ય ના કરાય, ત્યારે આપણું સાયન્સ ખુલે છે !!! આપણું સાયન્સ તો આનાં આધાર પર, આનાં બેઝમેન્ટ ઉપર બધું રહેલું છે !
પ્રશ્નકર્તા : મારે તો બીજે દ્રષ્ટિ જાય છે.
દાદાશ્રી : એ દ્રષ્ટિ બીજે જાય છે એ તારું પુશ ઓન વસ્તુ છે, ને આ એની વકીલાત કરી અને પેલો નિયમ તોડ્યો. આજ્ઞા તોડીને ? એટલે આ બધું જોખમ આવ્યું છે.
નિશ્ચય તૂટે નહીં અને તૂટે ત્યાં સુધીમાં ચેતી ના જઈએ તો નિશ્ચય બીજી બાજુ ફરી જાય. આત્માના સંબંધમાં નિશ્ચય છે, તે નિશ્ચય જે બાજુ જઈએ, તે બાજુનો જ ફરી જાય !
આ જગતના હોકાયંત્રથી આપણે ઉત્તરમાં જવાનું નથી. જ્ઞાનીના હોકાયંત્રથી ઉત્તરમાં જવાનું છે. જગતનું હોકાયંત્ર તો દક્ષિણમાં જાય છે તેને ઉત્તર કહે છે. ખોટાને ખોટો જાણો ત્યારથી સાચા ભણી જવા માંડો. આ સૂક્ષ્મ ઝેર છે અને આ દવા છે, ઉધરસ મટાડવાની. બેઉ ધોળી હોય. પણ જેના પર પોઈઝન લખેલું હોય તેને આપણે રહેવા દઈએ. કારણ કે મરી જવાય. જાણ્યા પછી છોડી દઈએ કે નહીં ?
અત્યારે જગત પોલંપોલ ચાલી રહ્યું છે. પૈસા ય અણહક્કના ને એવાં જ બધા આવે છે. એટલે આપણે એમાં હાથ ઘાલતા નથી. અત્યારે આ વિષય એકલાંની જ ના કહીએ છીએ. કારણ કે પૈસા એ જડ વસ્તુ છે અને આ તો બેઉ ચેતન, તે ક્યારે દાવો માંડશે તે કહેવાય નહીં. આપણે બંધ કરીએ તો ય એ દાવો માંડે ને ?
પ્રશ્નકર્તા : આ તો અંદર શું થઈ ગયું, એ કંઈ સમજાતું નથી. દ્રષ્ટિ બગડે ત્યાં પ્રતિક્રમણ કરે ને, પાછું દ્રષ્ટિ બગાડવાનું ચાલુ રાખે છે.
દાદાશ્રી : એનું નામ જ ‘વ્યવસ્થિત' (!) ને ? અવળું સમજીને
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૬૩ ગોઠવી દેવું તે ‘વ્યવસ્થિત'(!) ને ? ન હોય તે વ્યવસ્થિત ! આ તો પોતાની સમજણથી ગોઠવી દીધું કે પ્રતિક્રમણ કરીએ એટલે ખાસ વાંધો આવે નહીં, પછી આનું આમ નહીં ને તેનું તેમ નહીં.
માણસે ‘સ્ટ્રોંગ” રહેવું જોઈએ. પોતે પરમાત્મા જ છે ! પરમાત્મા કેમ દેખાતા નથી ? આવાં બધાં ઊંધાં લખ્ખણ થયાં છે તેથી. હવે તારે જરા વધારે જાગૃતિથી કામ લેવું અને વધારે તો મનને પકડવાનું છે. મન લપટું પડી ગયું છે. પહેલાં મન નહોતું બગડ્યું. અત્યારે તો મન બગડી ગયું છે. પહેલાં શરીર બગડેલું હતું, ત્યારે મન સુધરેલું હતું. આ દવાએ કરીને શરીર તંદુરસ્ત થયું. તે જો પાછું નુકસાનકારક થઈ પડ્યું. પહેલાં આવું નહોતું. મેં બધો હિસાબ કાઢ્યો હતો. વિષયો ફરી વળે પછી આગળનું કશું દેખાય નહીં. એ માણસને અંધ બનાવે. હિતાહિતનું ભાન ના રહે. જગતને ‘આવતા ભવે શું થશે ?” એનું ભાન જ નથી. હિતાહિતનું ભાન જ ક્યાં છે તે ?
અહંકાર કરીને પણ, વિષયથી છૂટાય ! અતિપરિચયાત્ અવજ્ઞા'. આ પાંચ વિષયોના અનાદિકાળથી અવગાઢ પરિચય હોવા છતાં અવજ્ઞા થતી નથી, એ ય આશ્ચર્ય છે ને ! કારણ કે એક એક વિષયના અનંત પર્યાયો છે ! એમાં જેનાં જેટલાં પર્યાયના અનુભવ થયા એટલાંની અવજ્ઞા થઈને તેટલાં છટ્યા ! પર્યાય અનંત હોવાથી અનંતકાળ સુધી ભટકવું પડશે અને પર્યાયો અનંતા હોવાથી પારે ય નહીં આવે ! આ તો જ્ઞાન સિવાય આમાંથી છૂટાય નહીં.
આપણો માર્ગ બધી રીતે સાહજિક છે, પણ આને માટે સાહજિક નથી. આ વિષયને તો ઇગોઇઝમ શરૂ કરીને પણ ઉડાડી દેવાનો છે ! કારણ કે આ ચરમ શરીરી નથી ! એટલે અહંકાર કરીને પણ આજ્ઞામાં રહેવું. ભલે અહંકારનું કર્મ બંધાય, પણ અક્રમ વિજ્ઞાનમાં આટલું સાચવવા જેવું છે !
શરીર ઉપરથી ચામડી ઉખાડી નાંખે ને પછી ત્યાં પરું થયું હોય, ને કોઈ તમને કહે કે આ ચાટી જાઓ, નહીં તો કાલથી મારે ત્યાં આવવાનું