________________
૧૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : ભોગવવું બધું જ. દુઃખ ભોગવવું, સુખ ભોગવવું એ બધુંય. આ સંસાર માત્ર પર પરિણામ છે. તેથી આપણે કહીએ છીએને કોઈ સત્તા નથી તમારા હાથમાં.
એટલે આપણે આ લોકોને કહીએ છીએ કે ભઈ, વ્યવસ્થિત કરે છે, તું હવે કરતો નથી. પહેલાંય હોતો કરતો, પણ આ તે ઘડીએ ભાન હોતું રહેતું. રહે નહીંને ! પણ (જ્ઞાન લીધા પછી) અત્યારે હવે આ જાગૃતિ સારી થઈ છે. એટલે હવે ભાન રહે, અને પછી બે-ચાર દહાડા આજ્ઞામાં રહે તેમ તેમ વ્યવસ્થિતની ખાતરી થતી જાય એટલે પછી એ ખાતરી દિવસે દિવસે વધતી જાય, મલ્ટિપ્લીકેશન થાય. અને પેલું તો આજે કહ્યું કે કાલે ભૂલી જાય પાછો, એને બેભાનપણું. તે હવે ભૂલાય નહીંને ! કેવું સુંદર વિજ્ઞાન છે !
જ્ઞાતીની ગર્જતા, જગાડે સ્વભાવ ! પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જેવી વસ્તુ છે એનો આભાસ કોને થાય ? પ્રતિષ્ઠિત આત્માને ?
દાદાશ્રી : સિંહ ત્રાડ પાડે કે પેલું સિંહનું બચ્ચું, બકરા જોડે ફરતું હોય તે તરત જ બચ્યું એના સ્વભાવમાં આવી જાય અને એ પણ ગર્જના કરવા લાગે. એનામાં ગુણ છેને ! એવી રીતે આ જ્ઞાની પુરુષ જ્ઞાન આપેને, તે ઘડીએ હાજર થઈ જાય બધું.
પ્રશ્નકર્તા : પણ એ વિશેષ પરિણામ ખસી જાય ? દાદાશ્રી : બંધ થઈ જાય બધું, ફેક્યર થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે એવું નથી કે વિશેષ પરિણામ જે ઉત્પન્ન થયાં એના થકી તમે શુદ્ધને જાણો છો ?
દાદાશ્રી : ના, વિશેષ પરિણામ તો ઊલટું અંધકાર છે એ બધું. એ તો આવરણ છે. વિશેષ પરિણામથી તમે ઓળખો ખરા કે આ જ્ઞાની છે એવું. આ જ્ઞાની છે, સમજ પડે બુદ્ધિને લીધે.
પ્રશ્નકર્તા : બુદ્ધિને લીધે. પણ બુદ્ધિ એય વિશેષ પરિણામ છે ને ?
(૧.૧૦) વિભાવમાં ચેતન કોણ ? પુદ્ગલ કોણ ?
૧૩૫ દાદાશ્રી : બધું વિશેષ પરિણામ જ આવ્યુંને !
પ્રશ્નકર્તા : એટલે આ એવું નથી કે પ્રતિષ્ઠિત આત્માથી આત્મા પામી શકાય ?
દાદાશ્રી : નહીં, એવું નથી. બુદ્ધિથી જ્ઞાની ઓળખે.
પ્રશ્નકર્તા : પણ જે આ છૂટું પાડવાનું જે થાય છે સમજવાની શક્તિથી, આ ફાઈલોનો સમભાવે નિકાલ કરવો, જાગૃતિ રાખવી આ બધું કોણ કરાવે ?
દાદાશ્રી : એ બધું પ્રજ્ઞા કરાવે.
પ્રશ્નકર્તા : તો પ્રજ્ઞા એ પાછું શુદ્ધાત્માની સાથેનું વિશેષ પરિણામ નથી ?
દાદાશ્રી : ના, એ વિશેષ પરિણામ નથી. એ શુદ્ધાત્માનો, એની હાજરીથી પ્રત્યક્ષ ઊભો થતો પોતાનો ગુણ છે. પણ તે ક્યાં સુધી ? અહીં એ આ કામ કરી લેને, એટલે પછી શુદ્ધાત્મામાં એકાકાર થઈ જાય. અજ્ઞા એ વિશેષ પરિણામ છે અને પ્રજ્ઞા એ પોતાનું પરિણામ છે. વિશેષ પરિણામ તો, ક્રોધ-માન-માયા-લોભ એ વિશેષ પરિણામ કહેવાય. “હું” અહંકાર ને ક્રોધ-માન-માયા-લોભ એ બધાં વિશેષ પરિણામ કહેવાય.
કષાય એ વ્યતિરેક, તહિ ‘તારા' ! પ્રશ્નકર્તા: મને હજુ કોઈક વખતે ગુસ્સો થઈ જાય છે. આમ ખબર પડે કે આ ખોટું થાય છે પણ ગુસ્સો થઈ જાય છે.
દાદાશ્રી : એ ગુસ્સા ને આપણે શું લેવાદેવા આમ તે ? થાય, કારણ કે એ તો વિશેષભાવ છે. અને તે વિયોગી સ્વભાવનો છે. આવીને જતો રહેશે.
ક્રોધ-માન-માયા-લોભ વિશેષભાવથી અતિરેક (એટલે જ વ્યતિરેક) થયેલા. આત્માએ કરેલા નથી અને પુદ્ગલનાયે કરેલા નથી, આ