________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : શુદ્ધ જ થાય, વાર જ ના લાગે શુદ્ધ થતાં. એ શુદ્ધ થાય ત્યારે તો આત્મા છૂટો પડે, નહીં તો પડે નહીં. જેટલું વિભાવિક થયેલું, વિશેષ ભાવિક પુદ્ગલ, તે બધુંય ચોખ્ખું થાય ત્યારે આત્મા છૂટો પડે. એથી આપણે કહીએ છીએને, નિકાલ કરો ફાઈલોનો. જેમ જેમ સમભાવે નિકાલ કરતો જાય, એમ છૂટો પડતો જાય.
૧૩૨
પ્રશ્નકર્તા : પેલાં બીજાં તત્ત્વો જે છે, એ બધાં તત્ત્વો પોતપોતાના સ્વભાવમાં છે, પણ તું તારા સ્વભાવમાં આવી જા. એટલે કર્તાપણામાંથી નીકળી જા, તો એ બને ?
દાદાશ્રી : આ ‘શુદ્ધાત્મા’ છે, એ જ ‘તમે’ છો ને એ જ તમારું સ્વરૂપ છે. હવે ત્યાંથી ‘તમે’ અલગ થયા છો, તો એ જોઈ જોઈને તમે તે રૂપ થઈ જાવ. એ અક્રિય છે, એ આવા છે, તેવા છે અને એવું વિચારતાં વિચારતાં તમે તે રૂપ થઈ જાવ. આ તો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો છે ને તેમાં ‘આપણી’ માન્યતા ઊભી થઈ છે. એટલે
આપણે આ જોઈને કરવાનું છે.
ભાવેય પરસત્તામાં !
પ્રશ્નકર્તા : કોઈ વખત એવો પ્રશ્ન ઊભો થાય છે કે કોઈ પણ
વસ્તુને માટેનો ભાવ જ રાખવાનો, પછી શું થાય છે તે જોયા કરવું ?
દાદાશ્રી : ભાવેય નથી હાથમાં. આપણે ભાવ કાઢી નાખેલો છે. ભાવ ક્રમિક માર્ગમાં છે. આપણે ભાવ બિલકુલ જ કાઢી નાખ્યો છે ! ભાવ આખો ડિસમિસ કરી નાખ્યો છે. એ તો અત્યારે તમને ઇચ્છાઓ
થાય, એ ભાવ નહીં. જે ખાવાનું ભાવે છે, કેરી ભાવે છે, માટે એ ભાવ નહીં. ભાવ વસ્તુ સાવ જુદી છે. ‘તમે ચંદુભાઈ હો' તો જ ભાવ હોય, નહીં તો ભાવ ના હોય. ‘તમે ચંદુભાઈ નથી’ એટલે ભાવ નથી. હવે ‘હું ચંદુભાઈ’ એ વિભાવ હતો. તેને જગતે ભાવકર્મ કહ્યું અને ‘હું શુદ્ધાત્મા છું’ એ પોતાનો સ્વભાવ છે. આ વિભાવને ભાવકર્મ કહ્યું. એ ગયું, તો બધું જ ગયું. કેવો સુંદર, સાહજિક માર્ગ ! મહેનત વગરનો ! કશી મહેનત પડી તમને ? અને આનંદ ખૂટતો નથી ને?
(૧.૧૦) વિભાવમાં ચેતન કોણ ? પુદ્ગલ કોણ ?
પ્રશ્નકર્તા : ખૂટતો નથી આનંદ. પુષ્કળ આનંદ રહે છે. દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી આત્મા વિભાવમાં જાય જ નહીં. ક્રોધ, જ્ઞાત પછી...
પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પછી આ મહાત્માઓને તમે કોઈને પ્રશ્ન પૂછોને કે હવે ક્રોધ-માન-લોભ-માયા રહ્યા ? તો કો'ક કહે કે થોડા રહ્યા અથવા કોઈ એવું પણ કહે કે ના દાદા, જાગૃતિ રહે છે. એટલે એને હવે પ્રજ્ઞાને લીધે વિશેષ પરિણામ ઊભાં નથી થતાં ને ?
૧૩૩
દાદાશ્રી : એવું છે, ક્રોધ ક્યારે કહેવાય છે ? ક્રોધના પરમાણુ ફૂટે મનમાં કે આત્મા એમાં તન્મયાકાર થઈ જ જાય, એટલે એ ક્રોધ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ એ થોડા વખત પૂરતો તો એને રહેને ? ધારો કે એટલી જાગૃતિ ના રહી, તે સમય પૂરતું તો એટલો વખત એ એકાકાર થઈ જાય, તો પછી પાછળથી પશ્ચાત્તાપ કરે એટલે એ ઊડી જાય ?
દાદાશ્રી : જ્ઞાન લીધા પછી તો તન્મયાકાર થાય જ નહીં. એ તો એને પોતાને એમ ભાસે છે કે હું તન્મયાકાર થઈ ગયો. એને ખબર પડી ને એટલે તન્મયાકાર થાય નહીં.
પ્રશ્નકર્તા ઃ તન્મયાકાર થાય તો પછી એને વિશેષ પરિણામ ઉત્પન્ન થાય જ ?
દાદાશ્રી : તન્મયાકાર થયો એટલે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય જ. પછી એને પરપરિણામ કહેવાય છે. વિશેષ પરિણામ તો શરૂઆતમાં જે હોય છે તેને કહેવાય છે, બે વસ્તુનું સાથે મૂકવાથી....
પ્રશ્નકર્તા : એટલે પેલો સંયોગ ભેગો થયો, તો શરૂઆત થઈ
ગઈ ?
દાદાશ્રી : હા, અને પછી પરપરિણામ કહેવાય. પ્રશ્નકર્તા : ભોગવવું એ પરપરિણામ ?