________________
૧૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
વ્યતિરેક ગુણ ઊભા થયેલા છે. એટલું જ સમજાય ને તો ‘મને ક્રોધમાન-માયા-લોભ થાય છે એવું એનું ભાન જતું રહે પેલું.
આ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો છે. તેનું લોક મૂંઝાઈ ઊડ્યું કે આ ક્રોધ-માન-માયા-લોભ મારે જતા નથી. મૂઆ, એ ગુણ તારો છે. જ નહીં, તું તારે છૂટો પડને, આનાથી. આ દાદાની પાસે આવી અને તું તારે છૂટો થઈ જાને ! એની મેળે એ ચાલ્યા જશે, ક્યાંય ચાલ્યા જશે ! વ્યતિરેક ગુણ છે ને ! અન્વય ગુણ નથી એ.
અતાદિતા વિભાવો, જ્ઞાત થતાં.. પ્રશ્નકર્તા : પણ કરોડો વર્ષોનો જે વિભાવ ભેગો થયો, એ કેમ છૂટે ?
દાદાશ્રી : વિભાવ કરોડો વર્ષોનો એ જોવા-કરવાનું નથી. એ તો ખાલી દૃષ્ટિફેરથી જ આ દેખાયું છે. દૃષ્ટિ આમ થઈ જાય તો કશું નહીં. આમ ફરી જાય તો પેલું પાછલું દેખાય જ નહીં ને ! છૂટી જ જાય, રહે જ નહીં.
ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થયાં એટલે પછી (અજ્ઞાન દશામાં) એણે’ આ પદુગલ ઉપર દૃષ્ટિ કરી કે આ મેં કર્યું. એટલે (પુદ્ગલ) વળગ્યું એને. ખરેખર કરતો નથી. પણ એવું એને ભાસે છે કે “હું કરું છું', એક અક્ષરેય કોઈ કરી શકે એમ નથી આ. ખોટો ઈગોઈઝમ કરે છે. ઈગોઈઝમ એટલે કંઈપણ ન કરવું. એક સેન્ટ પણ ન કરવું છતાં કહેવું કે “મેં કર્યું એનું નામ ઈગોઈઝમ.
ફેર, જ્ઞાતી તે અજ્ઞાતીતે. પ્રશ્નકર્તા : આપે એક વખત કહેલું કે સંજોગ તો જ્ઞાનીને પણ હોય છે. હવે પોતે અડીને બેઠો છે તો ત્યાં જ્ઞાનીને કેમ વિશેષ પરિણામ નથી થતું?
દાદાશ્રી : સંજોગો તો જ્ઞાનીને હોય. બધાને સંજોગો હોય ! જ્ઞાનીના સંજોગો બધા કઠોર ના હોય, મોળા હોય. તે તલવાર આવે
(૧.૧૦) વિભાવમાં ચેતન કોણ ? પુદ્ગલ કોણ ?
૧૩૭ તેય આમ ઊંધી અડે અને છતી ના અડે.
પ્રશ્નકર્તા : કર્મ મોળાં હોય કે સુંવાળાં ?
દાદાશ્રી : મોળા. તમને જે વાગે ને, તે એવડો મોટો લાગે. અમને અડે નહીં બહુ ખાસ.
પ્રશ્નકર્તા ઃ અજ્ઞાનીને પણ સંજોગ ભેગો થાય છે, એને વિશેષ પરિણામ થતું હોય છે ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : અને જ્ઞાનીને પણ સંજોગ ભેગા થાય છતાં ત્યાં વિશેષ પરિણામ ના હોય, એ શાથી ?
દાદાશ્રી : ના હોય. નિકાલ કરવાનો છે અમારે તો, માંડવાનો નથી. હવે નિકાલ કરવા આવ્યો છે.
પ્રશ્નકર્તા : પણ વિશેષ પરિણામ તો ઊભાં થાય, બેઉને ?
દાદાશ્રી : થાયને, પણ માંડવા નથી આવ્યો, એ લક્ષમાં હોય ને ! એટલે નિકાલ કરી નાખે. પરિણામ તો બધુંય થઈ જાય, પણ આપણે સમજવું કે આ મારું હોય. (મૂળ વિશેષ પરિણામ ‘હું કાયમનું ઊડે છે જ્ઞાન પછી, પણ ‘હું'માંથી ઉત્પન્ન થયેલાં અહંકારના વિશેષ પરિણામ ઉત્પન્ન થયા કરે છે, જેનો જ્ઞાની નિકાલ કરતા રહે છે.)