________________
(૧.૧૧) વિશેષ પરિણામનો અંત આવે, ત્યારે...
૧૩૯
[૧૧] વિશેષ પરિણામનો અંત આવે ત્યારે...
અવિનાશી, વસ્તુ તથા વસ્તુનાં પરિણામ પણ.
પરિણામી વસ્તુઓ સંજોગોને પામવાથી વિપરિણામને પામે છે. એટલે સંસાર ઊભો થાય છે. આ સોનું લાખ વર્ષો મૂકી રાખો તોય એનું સ્વભાવ પરિણામ ના બદલાય. દરેક ‘વસ્તુ’ પોતાના સ્વભાવ પરિણામને ભજયા જ કરે. વિપરિણામ એટલે વિશેષ પરિણામ, વિરુદ્ધ પરિણામ નહીં !
એક વસ્તુ હોય તો તે પોતાના જ પરિણામમાં હોય છે, સ્વપરિણામમાં જ હોય છે. પણ બે વસ્તુ ભેગી થઈ કે વિશેષ પરિણામ ઊભા થાય છે. આ તો પાંચ વસ્તુ સાથે દેહમાં ભેગી હોય છે, તેથી ભ્રાંતિથી વિશેષ પરિણામ ઊભા થતાંની સાથે જ પુદ્ગલ પાસે સત્તા આવી જાય છે. અને એનાં પરિણામ ભોગવવા પડે છે. દૂધનું બગડી જવું એ એનો સ્વભાવ છે, પણ દહીં થઈ જવું એ એનું વિશેષ પરિણામ છે.
વસ્તુઓના સંજોગોને લીધે આ વિપરિણામ દેખાય છે અને વિપરિણામને જોઈને લોક મૂંઝાય છે. હું કહું છું, વાતને સમજો. મહેનત કરવાની જરૂર નથી. સ્વપરિણામને સમજો અને વિશેષ પરિણામને સમજો. આત્મા વિભાવિક (વિરુદ્ધભાવી) નથી થયો. આ તો વિશેષ પરિણામ છે અને ખરી રીતે વિશેષ પરિણામનો ‘એન્ડ’ (અંત) આવી જાય છે.
‘વસ્તુ’ અવિનાશી છે. એનાં પરિણામ પણ અવિનાશી છે. ફક્ત
વિશેષ પરિણામ વિનાશી છે. જો આપણે આ વાતને સમજીએ તો બન્નેનું ‘મિલ્ચર’ ના થાય. એટલે બન્ને પોતપોતાનાં પરિણામને ભજે.
| ‘અમારે તો ‘આત્મા’ આત્મપરિણામમાં રહે અને ‘મન’ મનના પરિણામમાં રહે. મનની મહીં તન્મયાકાર થાય, એટલે વિશેષ પરિણામ થાય. ‘આત્મા’ સ્વપરિણામમાં પરમાત્મા છે ! બન્ને પોતપોતાનાં પરિણામમાં આવે અને પોતપોતાનાં પરિણામને ભજે, તેનું નામ મોક્ષ !
આ ‘વિશેષ પરિણામ’ છે, એ જે ‘પોતેજાણ્યું, તે જ ‘સ્વપરિણામ’ છે. ‘વિશેષ પરિણામમાં સારું-ખોટું હોય નહીં. ‘અજ્ઞાન’થી મુક્તિ એટલે આ ‘પોતાનાં પરિણામ’ અને આ ‘વિપરિણામ', એમ બન્નેને જુદાં સમજે. અને મોક્ષ' એટલે ‘વિશેષ પરિણામ’ બંધ થઈ ગયાં તે ! ‘સ્વભાવ પરિણામ’ને જ “મોક્ષ' કહેવાય છે.
‘દાનેશ્વરી’ દાન આપે છે કે “ચોર’ ચોરી કરે છે, એ બન્ને ‘એમનાં’ પરિણામને ભજે છે, એમાં રાગ-દ્વેષ કરવા જેવું ક્યાં રહ્યું ?
વિશેષભાવમાં પરિણામ પામે તો તે પોતે જીવ થઈ જાય અને વિશેષભાવનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો પરમાનંદ આપે.
| ‘વિશેષ પરિણામ'થી શું થયું ? આ ‘મિકેનિકલ ચેતન’ ઊભું થયું, ‘પુદ્ગલ' ઊભું થયું, ‘પૂરણ-ગલન'વાળું ઊભું થયું. ‘એ' સ્વરૂપ જ્યાં સુધી ‘આપણું' છે, એ ‘બિલીફ' પણ છે, ત્યાં સુધી છૂટાય નહીં.
પ્રતિક્રમણ શેનાં કરવાનાં કે ‘આપણા’ ‘વિપરિણામને લીધે આ સંયોગો ભેગા થાય છે, તે પ્રતિક્રમણથી (વિપરિણામ) ભૂંસાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલથાપ ખાઈ જાય તેથી. અસલ સાયન્ટિસ્ટ તો આંગળી ઘાલે જ નહીં. ‘ધ વર્લ્ડ ઈઝ ધ સાયન્સ !! (આપ્તસૂત્ર૪૧૭૭ થી ૪૧૮૬).
પ્રશ્નકર્તા : તો પછી દાદા, એ બે સ્વતંત્ર ગુણો ધરાવતાં પુદ્ગલો ભેગાં થાય અને વિશેષભાવ ઉત્પન્ન થાય, તો પછી