________________
૧૨૭
(૧.૧૦) વિભાવમાં ચેતન કોણ ? પુદ્ગલ કોણ ? ૧૨૭
‘અહમ્ ચંદુ', એ વિશેષભાવ ! પ્રશ્નકર્તા : ચેતન અને પુદ્ગલના સંયોગથી ઉત્પન્ન થનારું, એટલે આ પહેલો અહમ્ ઊભો થાય છે ?
દાદાશ્રી : અહમ્ જ ઊભો થાય ને ! પ્રશ્નકર્તા : પહેલો અહમ્ છે અને પછી પૂરણ થાય છે ? દાદાશ્રી : પૂરણ એ જ અહમ્ તરીકે કહેવાય છે ને ! હું જ
પ્રશ્નકર્તા : પૂરણ એ અહમ્ ?
દાદાશ્રી : એ જ ‘હું ’ કહે છે ને ! બિલીફ જ છે ને, એની ! ગલનને ‘હું' કહે છે અને પૂરણનેય ‘હું' કહે છે. ભોગવે છે તેનેય ‘હું કહે છે અને કરે છે તેનેય ‘હું' કહે છે.
પ્રશ્નકર્તા : એટલે આ પૂરણ-ગલનને, જે પોતાના માને છે એ
[૧૦] વિભાવમાં ચેતા કોણ ? પદ્ગલ કોણ ?
| ‘તમે' ચેતત, ‘ચંદુ’ પુદ્ગલ ! આત્મા પોતે અવિનાશી છે. ‘તમે’ પોતે અવિનાશી છો, પણ તમને ‘રોંગ બિલીફ' છે કે ‘હું ચંદુભાઈ છું’ એટલે તમે વિનાશી છો. ‘હું ચંદુભાઈ છું' એ વિનાશી છે, તેને પોતાની જાત’ માની બેઠા છો. તમે ‘પોતે' તો સનાતન છો, પણ એ ભાન ઉત્પન્ન થતું નથી. એ ભાન થાય કે થયો મુક્ત ! એટલે એ ‘તમારે’ જ્યાં સુધી, ‘આત્મા'નું ભાન ન થાય ત્યાં સુધી એ વિશેષ ગુણો રહે. પણ ભાન થયા પછી એ વિશેષ ગુણો જતા રહે.
વિશેષભાવ એ પોતાનો દરઅસલ ગુણ નથી, એ વ્યતિરેક ગુણ છે. માટે છૂટી જશે. એનો સંયોગ થયો છે એ એનો વિયોગ થશે. પણ તે થશે ક્યારે, કે આ વિશેષભાવનો અસ્ત થશે અને સ્વભાવિકભાવને કોઈ કરી આપશે, ત્યારે થશે. મૂળ સ્વભાવમાં આવે ત્યારે. નહીં તો એનું એ જ બધું ચાલ્યા કરે. આ જ્ઞાન પછી સ્વભાવભાવમાં આવે ત્યારે ઠેકાણું પડે. હવે ‘તમને’ ‘હું શુદ્ધાત્મા છું', એ સ્વભાવભાવ થયો. પહેલા ‘હું ચંદુભાઈ છું’ એ વિશેષભાવ હતો.
બીજી વસ્તુ (ભેગી થાય) છે તો આ ‘હું' (અહમ્) ઉત્પન્ન થાય, નહીં તો ના થાય. આ જ્ઞાન મળ્યા પછી, “એને’ પેલું તત્ત્વ ભેગું ના થાય એટલે પછી વિભાવ થાય નહીં. અહીં જયાં સુધી સંસારમાં (અજ્ઞાનમાં દશામાં) છે ત્યાં સુધી બધાં તત્ત્વો ભેગાં રહેવાનાં. આ જ્ઞાન મળે એટલે ‘પોતેસમજી જાય, કે ત્યારથી બીજાં તત્ત્વો ઉપર ધ્યાન રાખે નહીં.
દાદાશ્રી : પૂરણ જે કરું છું તે બધું ‘હું જ છું, એવું માને છે તે વખતે પ્રયોગસા થયા કરે છે અને ભોગવું છું તે ઘડીએ મિશ્રા થયા કરે.
પ્રશ્નકર્તા: આ બધી ઈફેક્ટને પોતાની માને છે એ જ અહમ્
દાદાશ્રી : એ જ અહમ્ છે.
પ્રશ્નકર્તા: તો આપણને અક્રમ માર્ગમાં હજુ વિશેષભાવ ઉત્પન્ન થવાનો ખરો ને ? વિશેષભાવ વર્તે ખરો ને ?
દાદાશ્રી : ના, વિશેષભાવ વર્તે તો એ અક્રમ જ્ઞાન જ ન હોય ! અક્રમ જ્ઞાનમાં વિશેષભાવ હોય જ નહીં ! વિશેષભાવ તોડી નાખે. એનું નામ અક્રમ જ્ઞાન ! આ તો અક્રમ વિજ્ઞાન છે !!