________________
૧૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
૧૨૯
પ્રશ્નકર્તા : પોતે શુદ્ધાત્માની શ્રદ્ધામાં આવ્યો ને ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થયું એટલે આખો અહમ્, જે વિશેષભાવ કરતો હતો એ જ ઊડી ગયો ને ?
દાદાશ્રી : હા, ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થયું, એનું નામ જ વિશેષભાવ ખલાસ થઈ ગયો.
પ્રશ્નકર્તા : તો ‘હું આનો કાકો થઉં, આનો મામો થઉં', એ બધાં ભાન છે તે ?
દાદાશ્રી : નહીં, મૂળમાં વિશેષભાવ રહેલો જ નથી ને પણ ! પ્રશ્નકર્તા : તો અજ્ઞાનીને ? જેને સ્વરૂપનું ભાન નથી તેને ? દાદાશ્રી : એને તો બધા વિશેષભાવ જ છે ને !
પ્રશ્નકર્તા : એટલે આ જ વિશેષભાવ છે કે પોતાના સ્વરૂપનું ભાન ના રહેવું, એથી પેલો ભાવ થાય છે કે, “હું ચંદુભાઇ છું, હું આ છું.' એ જ વિશેષભાવ ?
દાદાશ્રી : હા, એ જ બધા વિશેષભાવ. જ્યાં જ્યાં અહંકાર કરે એ બધાય વિશેષભાવ છે. મૂળ અહંકાર પોતે જ વિશેષભાવ છે. પછી આખો દહાડો એના જ બધા પર્યાયો ઉત્પન્ન થયા કરે છે. અને આપણે અહીં આ જ્ઞાન આપ્યા પછી વિશેષભાવ રહેતો જ નથી.
પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાનમાં ખાલી ચારિત્ર મોહ રહે છે પછી ?
દાદાશ્રી : હા, ચંચળ (ભૂત) નીકળી ગઈ અને (શરીર ઉપર) સોળાં એકલાં જ રહે છે. તે સોળાંનો અનુભવ થયા કરે !
પ્રશ્નકર્તા : એ બે નજીક જે આવે છે એ પણ કુદરતના નિયમથી નજીક આવે છે ?
દાદાશ્રી : એ તો કુદરતનો નિયમ ! આ બધું આમ પરિવર્તનશીલ થવાથી ફર્યા કરે છે. એ બધું કુદરતનું. કુદરત કોઈ ઉપરી નથી. આ બધા સંજોગો ભેગા થવું એનું નામ જ કુદરત.
(૧.૧૦) વિભાવમાં ચેતન કોણ ? પુદ્ગલ કોણ ?
પરિણામોતી પરંપરા... પ્રશ્નકર્તા : આ વિશેષભાવ ઉત્પન્ન થયા પછી, એનું સાતત્ય શેના આધારે રહ્યું છે ?
દાદાશ્રી : એ તો વિશેષભાવમાંથી પાછો વિશેષભાવ ઉત્પન્ન થયા જ કરે પછી તો. પછી છે તે પોતાની માન્યતા જ આખી ડિફરન્સ (જુદી) થઈ ગઈને, ફેરફાર થઈ ગઇ ને ! હવે ફરી પાછો, ‘પોતે કોણ છું’ એ ભાન થાય અને પોતાનો સ્વભાવ શું છે, વિશેષભાવથી બહાર કાઢે એને, કે ‘ભઈ, તમે આ ન્હોય, આ ન્હોય, આ હોય, તમે આ.’ ત્યારે પાછું ઊડી જાય બધું. સ્વરૂપ જાગૃતિ ઊડી ગઈને, એટલે સાતત્ય રહ્યું પછી. એ સ્વરૂપ જાગૃતિ આવે પછી હતું તેનું તે થઈ જાય, સાતત્ય ઊડી જાય. પોતે કશું બદલાયો નથી. આખી રોંગ બિલીફ જ લાગી ગઈ છે. આ વિશેષભાવને લઈને.
પ્રશ્નકર્તા : આ વિશેષભાવમાંથી ભાવક ઊભો થયો છે ? દાદાશ્રી : હા, ભાવક ઊભો થયો છે. પ્રશ્નકર્તા : હવે ભાવક અને ભાવ એક છે કે જુદા છે ?
દાદાશ્રી : બે જુદા છે. ભાવક એટલે તમારે ભાવ ના કરવો હોય તોય કરાવડાવે, એનું નામ ભાવક. ભાવક ભાવ કરાવનારા.
આ શરીરમાં ભાવક જેવી તો કેટલીય વસ્તુઓ છે. ક્રોધક-ક્રોધ કરાવનારો. લોભક-લોભ કરાવનારો. એવા ‘ક’ વાળા બધા બહુ છે. એની મહીં, વસ્તી જ એની વધી ગઈ છે. એટલે મૂળ રાજાની શી દશા થાય ? બીજી વસ્તી પાર વગરની !
પ્રશ્નકર્તા : ભાવકે ભાવ કરાવ્યા, એમાંથી પછી બીજા ભાવ ઉત્પન્ન થયા, હવે એનાથી પછી આ સાતત્ય રહ્યું ?
દાદાશ્રી : પછી ભાવક મજબૂત થતો જાય. જેમ જેમ ભાવક ભાવ કરાવે તે આપણે કરીએ ત્યારે ભાવક મજબૂત થતો જાય, તેમ તેમ એનું