________________
૧૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા ઃ શુક્લધ્યાન પણ વિભાવ ?
દાદાશ્રી : હા, શુક્લધ્યાન હઉ વિભાવિક છે.
પ્રશ્નકર્તા : શુક્લધ્યાનની શ્રેણી પર ચઢી રહ્યો છે, તેથી ?
દાદાશ્રી : હા, શુક્લધ્યાન તે એને જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી પૂર્ણાહુતિ નથી થઈ. પૂર્ણાહુતિની તૈયારી થઈ રહી છે. શુક્લધ્યાન પૂર્ણાહુતિની તૈયારી રાખે. પણ એ ધ્યાન જ્યારે ત્યારે છૂટવું જોઈશે. જે છૂટે એ બધું વિશેષભાવ, વિભાવ કહેવાય. શુક્લધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે અને ધર્મધ્યાન પરોક્ષ મોક્ષનું કારણ છે.
સ્વભાવતું મરણ એ જ ભાવમરણ !
જ્ઞાની મળે ને જ્ઞાન પામે તો અજન્મા સ્વભાવ પ્રગટ થાય અને જન્માજન્મનો સ્વભાવ ઊડી જાય.
તેથી શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું ને કે ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો.' ભાવમરણનો અર્થ શું ? સ્વભાવનું મરણ થયું અને વિભાવનો જન્મ થયો. અવસ્થામાં ‘હું’ એ વિભાવનો જન્મ થયો. અને આપણે અવસ્થાને જોઈએ, એટલે સ્વભાવનો જન્મ થયો.
અને તેથી અમે ‘તમને' આત્માનાં સ્વભાવમાં મૂક્યા છે. હવે એને અવળું ના થવા દો. આત્માને એના સ્વભાવમાં મૂક્યો છે, સ્વભાવ જ એને મોક્ષે લઈ જાય છે. એનો સ્વભાવ જ મોક્ષ છે. પણ આપણે આ પેલી બાજુ ચાલ્યા, લોકોએ કહ્યું એ પ્રમાણે. એટલે આ દશા થયેલી. હવે જો જો, ફરી જરા કાચું ના પડે એટલું સાચવજો. ફરી ફરી આ તાલ નહીં ખાય !
પ્રશ્નકર્તા : આપની પાંચ આજ્ઞા જે છે, એ પાંચ આજ્ઞામાં જેમ જેમ રહે તો પછી સ્વભાવમાં પરિણમેને ?
દાદાશ્રી : ચોક્કસ વળી, સ્વભાવમાં પરિણમવા માટેનો રસ્તો છે આ. અને સંપૂર્ણ સ્વભાવમાં આવ્યો એનું નામ મોક્ષ, અહીં
(૧.૯) સ્વભાવ-વિભાવના સ્વરૂપો !
જીવતાં જ મોક્ષ. મોક્ષ ત્યાં ના હોવો જોઈએ. અહીં ના હોય તો કામનો શું ?
૧૨૫
પ્રશ્નકર્તા ઃ કમળ પાણીમાં ઉગે તે છતાંય પાણીથી એ ભીનું નથી થતું.
દાદાશ્રી : અડે નહીં, એવો સ્વભાવ છે મહીં. આત્માનો સ્વભાવ એવો છે કે સંસાર કશુંય અડે નહીં ને કામ ચાલ્યા કરે. પણ સ્વભાવમાં આવે નહીં. સ્વભાવમાં કેવી રીતે આવે ? જ્ઞાની પુરુષ જે મુક્ત પુરુષ હોય તે લાવી આપે, બાકી બીજો માણસ, બંધાયેલો તો ના કરી આપેને !
܀܀܀܀܀