________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
જે હવે મૂંઝવણવાળી નથી, તેનો આપણે નિકાલ કરી નાખીએ. મૂળ મૂંઝવણવાળી જે ઊડતી ન'તી, તે ભેદવિજ્ઞાનથી ઊડી ગઈ અને પોતે છૂટો થયો. માનેલો બંધ છૂટી ગયો.
૧૨૨
અને ખરી રીતે આ બંધેય માનેલો છે અને બધું માનેલું જ છે. આપણે શું કહીએ છીએ ? બિલીફો જ રોંગ છે. બીજું કશું નથી બગડ્યું. તે રાઈટ બિલીફ થાય એટલે થઈ રહ્યું, બસ. જગતની સંજ્ઞાથી ચાલે છે, લોકસંજ્ઞાથી. તે બિલીફ રોંગ ના બેસતી હોય તોય બેસાડે. અને જ્ઞાનીની સંજ્ઞાથી ચાલે તો બિલીફ રોંગ હોય તે ઊડી
જાય. આપણે મુખ્ય વાત શું બતાવીએ છીએ કે આ ‘તારી’ બિલીફ રોંગ છે, આ રોંગ છે, આ રોંગ છે. બીજી કોઈ જગ્યાએ આ વાત બતાવે નહીં.
અંતે આવવાનું સ્વભાવમાં !
પ્રશ્નકર્તા : આત્મામાં અંતિમ પદ કર્યું ?
દાદાશ્રી : એ જ સનાતન સુખ ! કાયમનું સુખ, બસ. પોતાના સ્વભાવમાં આવવું, એ અંતિમ પદ. અત્યારે વિભાવમાં છે, વિશેષભાવમાં છે. આત્મા પોતાના વિશેષ પરિણામના બધા અનુભવો લેતો લેતો આગળ જાય છે.
પ્રશ્નકર્તા : દરેક મનુષ્યમાં આત્મા હોય છે, તો એ આત્માનો ધ્યેય શું છે ?
દાદાશ્રી : એની સ્વભાવિક દશા છે ને, તે સ્વભાવિક દશામાં આવવાનો તેનો ધ્યેય છે. અત્યારે આ વિશેષભાવી દશા છે.
સપોઝથી મળે આમ જવાબ !
પ્રશ્નકર્તા : આપે જે રીત કહી, એ રીત જડી નથી. એ રીત ઉપર પ્રકાશ નાખો. આપે કહ્યું ને કે સપોઝ હન્ડ્રેડ ટકા છે, તમે જવાબ લાવો છો, રીત ખબર નથી. રીત વગર જવાબ લાવો છો એ રીત કઈ ?
(૧.૯) સ્વભાવ-વિભાવના સ્વરૂપો !
દાદાશ્રી : એક રકમ કાયમની અને એક ટેમ્પરરી રકમ. બેના ગુણાકાર અનંત કાળથી કર્યા કરે છે. તે ગુણાકાર કરવાની શરૂઆત કરે ત્યાર હોરું પેલું ટેમ્પરરી ઊડી જાય છે ને પછી પાછું ફરી ટેમ્પરરી ગોઠવે છે અને પાછો ગુણાકાર કરવાની શરૂઆત કરે ત્યાં ઊડી જાય છે. બન્ને પરમેનન્ટ જોઈએ. એક ટેમ્પરરી ને એક પરમેનન્ટ છે. પોતે સ્વભાવે કરીને, પરમેનન્ટ છે અને વિશેષભાવે કરીને ટેમ્પરરી. જ્યારે વિશેષભાવે કરીને, ‘હું પરમેનન્ટ છું’ એવું સમજાય એને, એટલે બધો ઉકેલ આવી જાય. એ રીત છે, બાકી બીજી કોઈ રીત નથી.
૧૨૩
પ્રશ્નકર્તા : વિશેષભાવે ટેમ્પરરી કહ્યો તે કયો વિશેષભાવ ?
દાદાશ્રી : આત્માનો સ્વભાવિકભાવ છે ને એનાથી વિશેષ
જાણવાનો જે પ્રયત્ન થયો કે “આ બધું શું છે ? આ સસરા છે ને આ મામા' એ વિશેષભાવ જાણવા ગયા તેમાં આ ફસામણ થઈ. એ વિશેષભાવ જાણવાનો બંધ થઇ જાય એટલે સ્વભાવમાં આવી જાય.
શુકલધ્યાતેય વિભાવ !
વસ્તુ પોતાના સ્વભાવને ભજે તેને ધર્મ કહેવાય. ત્યારે આ લોકો અવસ્તુઓના સ્વભાવને ભજે તેને ધર્મ માને છે. મોક્ષ તો આત્માનો સ્વભાવ જ છે, પછી લેવા ક્યાં જવાનો છે ?
પ્રશ્નકર્તા : ‘વસ્તુ સહાઓ ધર્મો.' વસ્તુનો સ્વભાવ, આત્માનો સ્વભાવ એ ધર્મ છે.
દાદાશ્રી : હા. બાકી, સ્વભાવમાં ધર્મધ્યાન નથી. આત્માનો સ્વભાવ ધર્મધ્યાન નથી. આત્માનો વિશેષભાવ એ ધર્મધ્યાન છે. વિભાવ છે એ ધર્મધ્યાન છે. આત્માનો સ્વભાવ મોક્ષ, કોઈ પણ ધ્યાન નથી. સ્વભાવમાં ધ્યાન-ધ્યાન ના હોય. આ તો આત્માના વિભાવમાં ધર્મધ્યાન છે, શુક્લધ્યાન છે, આર્તધ્યાન છે, રૌદ્રધ્યાન છે, બધાય ધ્યાન વિભાવ દશા છે.