________________
૧૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : અને આત્મા જો ન ભોગવે તો કંઈ નથી ?
દાદાશ્રી : ન ભોગવે કેવી રીતે પણ ? જો સ્વભાવમાં આવે તો જ ના ભોગવે. જ્ઞાતા-દ્રષ્ટા થઈ ગયો, એટલે છોને પછી પુદ્ગલ બૂમાબૂમ કરતું !
પ્રશ્નકર્તા : અનંતજ્ઞાન, અનંતદર્શન ને ચારિત્ર તો ચારિત્ર શું ?
દાદાશ્રી : સ્વભાવમાં રહેવું એ જ ચારિત્ર. જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે. તમે મને ગાળ ભાંડો તો આ અંબાલાલ શું કરે છે તેનો હું જ્ઞાતાદ્રા રહું.
ભાવતામાંથી વાસના..
પ્રશ્નકર્તા : વાસના અને ભાવના એ બન્ને વચ્ચેનું અંતર સમજાવો.
(૧.૯) સ્વભાવ-વિભાવના સ્વરૂપો !
૧૨૧ જે પોતાના સ્વભાવમાં પરિણામ પામે, એને આ બાજુ વ્યવસ્થિત જ હોય.
ચેતનધારા ચેતન સ્વભાવમાં, જડધારા જડ સ્વભાવમાં, બન્ને જુદી જુદી ધારાઓ નિજ નિજ સ્વભાવ ધારામાં વહે. પહેલાં તો બન્ને એક ધારામાં વહીને વિભાવમાં પરિણમતી હતી.
સ્વભાવે વિકારી તથી પુગલ ! પ્રશ્નકર્તા : પુદ્ગલનો વિકારી થવાનો સ્વભાવ ખરો ? દાદાશ્રી : ના, જાતે વિકારી થવાનો સ્વભાવ નથી. પ્રશ્નકર્તા : તો વિકારી કેમ થાય છે ?
દાદાશ્રી : સક્રિય સ્વભાવનો છે એટલે. અક્રિય નથી. જડ પોતે સક્રિય, એટલે ક્રિયાવાન છે પોતે, ક્રિયાવાન ! બીજા તત્ત્વો અક્રિય છે, પણ આ સક્રિય છે, પણ આ પ્રતિષ્ઠિત આત્માના આ જે વ્યતિરેક ગુણો છેને, તેને લઈને આ દશા થઈ છે. નહીંતર પુદ્ગલ આવું ના હોય. લોહી નીકળે, પરુ નીકળે એવું ના હોય. વ્યતિરેક ગુણો અને વળી પાછા છે તે પાવર ચેતન સાથે.
વ્યતિરેક ગુણોને આપણે પોતાના માનીએ છીએ. એ ગુણો જ આપણને અડે, બાકી આત્મા એવો નથી.
પ્રશ્નકર્તા: તો દાદા, વિભાવથી જે પુદ્ગલ વિકૃત થયું. હવે આપ જ્ઞાન વખતે જે શુદ્ધાત્માનું લક્ષ આપો છો પણ વિકૃત થયેલું પુદ્ગલ શુદ્ધ કરવું પડશે ને ?
દાદાશ્રી : એવું છે ને, જેમાં ફસાયા તેનો નિવેડો તો લાવવો જ પડે ને ! હવે જયાં આગળ પોતાને સમજાયું કે આ જ્ઞાની પાસેથી આત્મજ્ઞાન, ભેદવિજ્ઞાન સાંભળવું. એટલે પોતાને જે બધી મુશ્કેલીઓ હતી તે બધી ઊડી ગઈ. હવે પોતે નિકાલ કરી નાખવાનો છે એનો. બીજી કુદરતી રીતે જે મુશ્કેલીઓ ગૂંચવતી હતી, તે ઊડી ગઈ. અને
દાદાશ્રી : હવે ભાવનામાંથી પાછી વાસના ઊભી થાય. ભાવના ના હોય તો વાસના જ ઊભી ના થાય. વિભાવ કરે તો વાસના ઊભી થાય ને ! અને સ્વભાવમાં જાય તો નિર્વાસનિક થઈ જાય. આત્માના સ્વભાવમાં જાય, થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. આ તો વિભાવ કરે, ભૌતિક સુખનો ભાવ, એટલે વાસનામાં જાય. ભૌતિક સુખની ભાવના એ જ વાસના. એટલે ભાવના ને વાસનામાં ફેર નથી.
પ્રશ્નકર્તા : ભૌતિક સુખની જે ભાવના છે, એ જ વિભાવ થયો ને ?
દાદાશ્રી : એ જ વિભાવ, એ જ વાસના.
તેથી આ “અક્રમ વિજ્ઞાન” એવું છે કે એ બહાર કશામાં હાથ જ ઘાલતું નથી. એ તો કહે છે, “તું તારા ભાવમાં, સ્વભાવમાં આવી જા.”
આત્માની વિભાવિક અવસ્થાથી રાગ-દ્વેષ છે અને સ્વાભાવિક અવસ્થાથી વીતરાગ છે !