________________
(૧.૯) સ્વભાવ-વિભાવના સ્વરૂપો !
૧૧૯
૧૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧) પ્રશ્નકર્તા : વિભાવ અને સ્વભાવ એ બેના પારસ્પારિક સંબંધ શું છે ?
દાદાશ્રી : એને કાર્ય-કારણનો સંબંધ જ નથી. હવલપમેન્ટની સ્થિતિ છે.)
વિશેષ પરિણામમાં પણ અનંત શક્તિ ! પ્રશ્નકર્તા : આ બધા જીવોનું જે જ્ઞાન છે એ તો બધું આમ વ્યવહારનું ને પુદ્ગલને લગતું જ હોય ને ?
દાદાશ્રી : હા, એ પણ પુદ્ગલ છે પણ આવું પ્રગટ થાય. આ પ્રગટ જે થયેલું છે, તે એક આત્મામાંથી જ નીકળેલું છે આ. એટલે આ બધા જીવોમાંથી જે નીકળે છે ને એ જ્ઞાન, એ આત્મામાંથી જ નીકળે. આત્માના વિશેષ પરિણામ છે. વિશેષ પરિણામો એટલી બધી શક્તિ ધરાવે છે. આત્માના. અનંત જ્ઞાન શક્તિ ધરાવે છે. એટલે આ બધી અનંત શક્તિ એક જ આત્માનું જ પરિણામ છે . આ કોઈને અહીંથી પેલું આવરણ તૂટ્યું, કોઈને અહીંથી તૂટ્યું, કોઈને અહીંથી. એવું બધામાં જ્યાંથી તૂટ્યું, ત્યાંથી બધાને જ્ઞાન પ્રગટ થાય. પણ બધું તૂટે તો. પણ વિશેષ પરિણામ રૂપે બહાર પડવું પડે. બાકી, બધું જ્ઞાન એક આત્મામાં છે !
પ્રત્યેક દ્રવ્ય, નિજ દ્રવ્યાધીત ! પ્રશ્નકર્તા : આ બધાં પુદ્ગલ છે, તો એ પુદ્ગલ પરાધીન કોને છે ?
હોય તો લો. ના અનુકૂળ આવે તો ના લેશો. અમે તમારામાં જઈશું તોય અમે અમારામાં દ્રવ્યમાં જ રહીશું. તમારામાં તો આવવાનાં જ નથી.’ આ તો અજ્ઞાનથી એમ માને છે કે ‘મેં આ ખાધું, પીધું'. એ જાણે કે “મારા દ્રવ્યમાં આ દ્રવ્ય આવ્યું.’ એ બધું ખોટું. એમ માનીને બંધાય છે, ખોટું માનવાથી. બીજું કશું થાય નહીં.
પ્રશ્નકર્તા : તો પછી આ ભજીયું જે મોઢામાં ગયું તે પણ પુદ્ગલના કારણે ગયું છે, આત્માના કારણે નથી ગયું, એમ જ થયું ને ?
દાદાશ્રી : હં. પુદ્ગલ જ છે. બધી જાતનાં ભજિયા હોય, દસવીસ જાતનાં, પણ તમે કોળાનું ખાવ, તો હું જાણું કે ‘આ શાથી કોળાનું ખાય છે !” તમે કહો કે “મને કોળાનો શોખ છે', બધું ખોટાં બહાના બતાવો પણ મહીં કોળાના પરમાણુ આવ્યા હોય તેથી ખવાય છે.
દરેક વસ્તુ સ્વભાવથી ભિન્ન પડે છે અને સ્વભાવથી ભિન્ન પડેલી વસ્તુ એકાકાર ના થાય.
આત્મા ને પુદ્ગલ અસંગી છે. સ્વભાવ જુદા બન્નેના. કોઈ કોઈને મદદ કરતું નથી. કોઈ કોઈને નુકસાન કરતું નથી. હેલ્પ ના કરે એ નુકસાન ના કરે. તમારું નુકસાન તમે પોતે જ કરી રહ્યા છો, એ પુદ્ગલ આશ્રિત છો માટે.
પ્રશ્નકર્તા : આત્મા જ્યારે વિભાવભાવમાં જતો હોય છે, તો એ સ્વભાવમાં ક્યારે આવે ?
દાદાશ્રી : વિભાવમાં ગયેલો છે તે હમણે તરત જ સ્વભાવમાં આવે નહીંને ! એ વિભાવ પૂરો થાય ત્યારે સ્વભાવમાં આવે. સ્વભાવમાં આવ્યા પછી વાંધો નથી. પણ વિભાવમાં એટલે આ પૌગલિક જ્ઞાનમાં આવી પડ્યા. સ્વભાવ એટલે સ્વભાવિક જ્ઞાન અને વિભાવ એટલે પૌગલિક જ્ઞાન. હવે એ ક્રમે ક્રમે ઓછું થાય. એકદમ ઝાટકો મારીને જતું ના રહે. ભૂગ્લ કોની ? ભોગવે એની. હા, આમાં આત્મા (વ્યવહાર આત્મા)ને ભોગવવું પડે છે ને આત્માની ભૂલ છે, પુલનું શું જવાનું છે ?
દાદાશ્રી : જેને અજંપો થતો હોય તેને. અજંપો ના થતો હોય તેને પરાધીનેય ક્યાં છે ?
પ્રશ્નકર્તા : પુદ્ગલ કોને આધીન છે?
દાદાશ્રી : એ પોતાનાં દ્રવ્યને આધીન છે. દરેક દ્રવ્યો પોત પોતાનાં દ્રવ્યને આધીન રહેલાં છે. ભજીયાં કહે છે, “તમને અનુકૂળ