________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૯) સ્વભાવ-વિભાવના સ્વરૂપો !
૧૧૭
પ્રશ્નકર્તા : એ એનો સ્વભાવ એવો એટલે.
દાદાશ્રી : તેવું છે આ. આત્મા એ છે કે આવું ખાય-પીએ નહીં, આવું-તેવું કશુંય કરે નહીં.
પ્રશ્નકર્તા : આમાં સ્વભાવ કર્મનો કર્તા એટલે શું ?
દાદાશ્રી : આત્મા પોતાના સ્વભાવ, મુળ જે સ્વભાવ, સ્વભાવિક સ્વભાવ તેનો જ કર્તા છે. આ તો સંસારમાં કર્તા કહ્યો તે વિભાવ કર્મનો કહ્યો. બહુ ઊંડું લાગે છે નહીં ? સંસારનો કર્તા કહ્યો તે તો ભ્રાંતિથી કહ્યો. જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી આ સંસારનો કર્તા છે.
જ્યારે ભ્રાંતિ જાય ત્યારે સ્વરૂપનો કર્તા છે. પોતાનો સ્વભાવનો કર્તા, અન્યથા અકર્તા છે. કોઈ બાબતમાં કર્તા છે જ નહીં. કશું આવું કરે નહીં. આ જે કરીએ છીએને આપણે, કહીએ છીએ કે આમ કર્યું, તેમ કર્યું, એ આત્મા કરે નહીં.
પ્રશ્નકર્તા : અનુભવ વગર સમજાય એવું નથી. દાદાશ્રી : તારે અનુભવ જોઈતો હોય તો અહીં આવવું પડે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે પર તરફના વલણના જે ભાવો છે, એ બધા અસ્વભાવભાવ અને પોતાના સ્વ તરફના જે ભાવો છે તે સ્વભાવભાવ ?
દાદાશ્રી : હા, પર સ્વભાવ હોય છે, તે જયાં સુધી આત્મા પરમાં વર્તે છે, ત્યાં સુધી તો આ સંસાર છે જ ને ! સ્વસ્વભાવભાવમાં આવે ને, એટલે સંસાર છૂટી ગયો. અને પર સ્વભાવભાવ એટલે પરપરિણતિ. બીજો કરે છે અને પોતે કહે છે, ‘હું કરું છું’.
આ વિશેષભાવ શો છે ? પ્રકૃતિ કેવી રીતે એની મેળે ઊભી થાય છે ? આ બધું ‘મેં’ જોયેલું છે. ‘હું એ બધું જોઈને કહું છું. એટલે આ ‘વિજ્ઞાન” ખુલ્લું થાય છે. કોઈ ચીજનો કોઈ (સ્વતંત્ર) કર્તા જ નથી ને (નૈમિત્તિક) કર્યા વગર કશું થયું નથી !!!
સંસારને ચીતરે છે ‘પોતે'. પછી વિચિત્રતા લાવવાનું ‘નેચર’ના હાથમાં છે. ચિત્રના વિશેષ પરિણામને લઈને વિચિત્ર કરવાનું કામ નેચરનું છે. પછી એમાં કોઈ હાથ ઘાલી ના શકે, ડખોડખલ ના કરી શકે !
ડેવલપ થાય તે કોણ ? પ્રશ્નકર્તા : આત્મા તો બધામાં જ સરખા છે, પણ એકમાં જ્ઞાન અને એકમાં અજ્ઞાન એ પણ આ કંઈ વિશ્વની રચનાને લીધે થઈ રહ્યું છે ?
દાદાશ્રી : વિશ્વની રચના જ એવી છે. હેય, એક અંશથી ડેવલપ થતું થતું એ બે અંશ, ચાર અંશ બધું ડેવલપ થતું થતું, આત્મા તો છે બધાંની પાસે, પણ બહાર નો ભાગ ડેવલપ થાય છે, આત્મા સિવાયનો ભાગ ડેવલપ થઈ રહ્યો છે.
પ્રશ્નકર્તા : એટલે વિભાવ ?
દાદાશ્રી : વિભાવ ડેવલપ થઈ રહ્યો છે. એ ડેવલપ થતો થતો સ્વભાવ ભણી જાય છે.
પ્રશ્નકર્તા : એ વિભાવ સ્વભાવ તરફ જાય ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા: કારણ ? વિભાવ અને સ્વભાવ, બેની વચ્ચે સંબંધ
દાદાશ્રી : આ અરીસામાં ઊભો રહેનાર અને સામો, બે સરખા દેખાય ત્યારે છૂટો થાય, છૂટકારો થાય, ત્યાં સુધી નહીં.
પ્રશ્નકર્તા : એટલે અહંકારને આત્મસ્થિતિમાં આવવું પડે છે ?
દાદાશ્રી : આત્મસ્થિતિમાં આવવું પડે છે. અહંકાર શુદ્ધ કરવો પડશે. ત્યાં સુધીનું ડેવલપમેન્ટ ચાલ્યા કરે છે.