________________
૧૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૯) સ્વભાવ-વિભાવના સ્વરૂપો !
૧૧૫
ત્યાગ કરો કે ગ્રહણ કરો એનું નામ ધર્મ કહેવાય, રિલેટિવ ધર્મ. અને રિયલ ધર્મ એ સ્વભાવિક ધર્મ છે. એમાં કરવાનું ના હોય, એ સ્વભાવિક થયા કરે. આત્મા આત્માના સ્વભાવમાં આવી ગયો, બસ થઈ ગયું. અત્યારે વિશેષભાવમાં છે.
વસ્તુને સ્વભાવમાં લાવવી એનું નામ મોક્ષ. એને આ લોકો કરવા ગયા છે, જપ કરો ને તપ કરો. અરે મૂઆ, આમ શું કરવા કરો છો તે ? સ્વભાવમાં કેવી રીતે જવાય, એ તું ખોળને, મૂઆ ! આ તોફાનમાં ક્યાં પડ્યો છું ?
પ્રશ્નકર્તા : સ્વભાવમાં જવા માટે કંઈ પ્રયત્ન કરવાની જરૂર
નથી ?
દાદાશ્રી : જાણતો નથી એટલે શી રીતે કરે ? એ તો એવું જાણે કે મારે કશું કરવું પડશે. હું કંઈક કરું. અરે મૂઆ, તારા ગુરુને ના જડ્યું. તો તને ના જ જડે ને ? એ એવો રહ્યો ને એનો ગુયે એવો રહ્યો.
આ બધા રઝળપાટ કર્યા કરો છો ને ! લાડવા ખઈને પેટ ઉપર હાથ ફેરવો છો અને ઓહિયાં કરીને સૂઇ જાવ છો ! અરે મૂઆ, કામ પૂરું થઈ ગયું તો ઓહિયાં કરી સૂઈ જવાય !
જ્યાં સુધી સ્વભાવમાં ન આવે ત્યાં સુધી સ્વભાવિક સુખ ન મળે. આ બધાં વિભાવિક સુખ છે, તેથી બેસ્વાદ લાગે. આત્માનું સુખ તે સ્વભાવિક સુખ છે, તે જ મોક્ષ છે.
(મૂળ)આત્મા તો ભારેય નથી કરતો ને અભાવેય નથી કરતો. આત્મા સ્વભાવમય છે. પોતપોતાના સ્વભાવમાં છે. સોનું સોનાના સ્વભાવમાં રહે, સોનું છે તે બીજા ગુણધર્મ ન બતાવે, એવું આત્મા પોતાના ગુણધર્મ ક્યારેય પણ છોડ્યા નથી, છોડતો નથી ને છોડશે નહીં.
પ્રશ્નકર્તા : અનાદિ સ્વભાવ એટલે શું ?
દાદાશ્રી : જે સ્વભાવ કાયમને માટે, પરમેનન્ટ છે. એ સનાતન કહેવાય.
સ્વભાવ, સતા તે પરિણામ ! પ્રશ્નકર્તા: આત્મામાં વિપરિણામ, એ સ્વભાવે વિપરિણામ છે? વિપરિણામ એ આત્માની મૂળ સત્તા છે કે સંયોગી સત્તા છે ? અને તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે ?
દાદાશ્રી : આત્માને આ બધી વસ્તુઓનો યોગ થાય છે. તેથી આ વિભાવ થયો છે, તેથી સંસાર ઊભો થયો છે. ‘સ્વભાવે વિપરિણામ છે ?” આપણે ના કહીએ છીએ. ના, સ્વભાવે વિપરિણામ થઈ શકે નહીં. એનો સ્વભાવ છે, એમાં કોઈ દા'ડો વિપરિણામ, વિભાવ થાય જ નહીં. ‘વિપરિણામ એ આત્માની મૂળ સત્તા છે ?” ત્યારે કહે, “ના, મૂળ સત્તા સ્વભાવી જ છે. સ્વપરિણામ છે, વિપરિણામ નથી !' એટલે આ આત્માની મૂળ સત્તા નથી. આ વિભાવી સત્તા છે, સ્વભાવી સત્તા ન્હોય. પણ ‘આ વિપરિણામ આત્માની મુળ સત્તા છે કે સંયોગી સત્તા છે ?” ત્યારે કહે, ‘સંયોગી સત્તા છે.'
પ્રશ્નકર્તા : એટલે વિપરિણામ એ સંયોગી સત્તા છે ?
દાદાશ્રી : હા. આ મુદ્દગલ ભેગું થયું એટલે આ ઊભું થયું. ‘તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે ?” મૂળ કારણમાં આ પુદ્ગલ દ્રવ્ય ભેગું થયું, તેથી આ વિપરિણામ ઊભું થયું, બસ.
સ્વભાવ કર્મનો કર્તા.. પ્રશ્નકર્તા : ‘આત્મસ્વભાવ કર્મનો કર્તા છે, અન્યથા અકર્તા છે.” એ કેવી રીતે ? એ ના સમજાયું.
દાદાશ્રી : પોતાના સ્વસ્વભાવના કર્મનો કર્તા છે. બીજા કોઈ કર્મનો કર્તા આત્મા નથી. આ પ્રકાશ જેવો આત્મા છે. આ પોતાનો સ્વભાવ કરે, આ લાઈટ હોય, એ પોતાના સ્વભાવ કર્મનો કર્તા છે. અજવાળું આપે બહુ ત્યારે. એ કંઈ આપણને અહીં આગળ જમાડે નહીંને આમ મોઢામાં કે પંખો ના નાખેને ? પંખો તો પંખો ફેરવે ત્યારે. આ લાઈટ પંખો ના નાખે, કેમ ?