________________
૧૧૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૯) સ્વભાવ-વિભાવના સ્વરૂપો !
૧૧૩
ભટકાવનારી વસ્તુ. એ વિશેષ પરિણામ જો સમજે તો આ પઝલ સોલ્વ થાય, નહીં તો સૉલ્વ થાય એવું નથી.
પ્રશ્નકર્તા : આત્મા હંમેશાં ઊર્ધ્વગતિમાં જાય છે ને ? દાદાશ્રી : ઊર્ધ્વગતિમાં જાય છે એવું નહીં, ઊર્ધ્વગામી સ્વભાવ
પ્રશ્નકર્તા : ઊર્ધ્વગામી સ્વભાવ છે છતાં અધોગતિમાં કેમ જાય
દાદાશ્રી : પુદ્ગલને પુદ્ગલનો સ્વભાવ, આત્માને આત્માનો સ્વભાવ, પછી ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાયનો સ્વભાવ, કાળને કાળનો સ્વભાવ, દરેક સ્વભાવથી.
પ્રશ્નકર્તા : પેલું બીજ સ્વભાવથી ઊગે છે, પાણી, હવા, જમીન, એ બધા સંજોગો ઊગાડે છે.
દાદાશ્રી : એ બધા સંજોગો સ્વભાવથી ચાલે છે.
આખું જગત સ્વભાવથી જ જીવી રહ્યું છે. આ જગતને કોણ ચલાવે છે? ત્યારે કહે, સ્વભાવ જ ચલાવે છે. કેવી રીતે ઉત્પન્ન થયું ? ત્યારે કહે, સ્વભાવથી ઉત્પન્ન થયું છે આ. સ્વભાવથી વિભાવ શી રીતે થયો ? ત્યારે કહે, આ ભેગા થાય એટલે એમનો સ્વભાવ જ આવો કે આ વિભાવ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ વિભાવમાં જે ગુણો પ્રકાશમાન થયા, તે સ્વભાવના પ્રકાશથી પ્રકાશમાન થયા છે ?
દાદાશ્રી : એ સ્વભાવને લેવાદેવા નહીં, એ સ્વભાવ છે તે સ્વભાવમાં રહ્યો. એને અને એ બધાને કંઈ લેવા-દેવા નહીં ને વિભાવના પોતાના નવા જ ગુણો ઉત્પન્ન થયા. સ્વભાવથી આ દુનિયા ચાલી રહી છે અને વિભાવથી અથડામણો ઊભી થઈ.
(વ્યવહાર) આત્મા વિભાવભાવ કરી શકે કે સ્વભાવભાવ કરી શકે, આત્મા બે જ કરી શકે. આત્મા બીજું કશું કરી શકે નહીં. કોઈ ક્રિયા આત્માએ કરી જ નથી, કરતા નથી અને કરવાનાય નથી. સ્વભાવભાવ એટલે પોતે પોતાનામાં રહેવું અને વિભાવભાવ એટલે દેહાધ્યાસ. વિશેષભાવે પણ વર્તી શકે છે.
પ્રશ્નકર્તા : એટલે વિપરીતે જે લોકો વર્તતા હોય ?
દાદાશ્રી : ના, એમ નહીં. આત્માનો સ્વભાવ અને વિભાવ, તે વિભાવથી આ સંસાર ઊભો થયો છે, વિભાવ દશા છે. આ સ્વભાવ એટલે પોતાના મોક્ષમાં લઈ જનારી વસ્તુ ને વિભાવ સંસારમાં
દાદાશ્રી : ઊર્ધ્વગામી સ્વભાવ છે, તે એને જે બીજાં વળગણ વળગે છે અને વજનદાર હોય તો એ અધોગામી થાય છે.
એ વિશેષ પરિણામ જો સમજે, તો આ પઝલ સૉલ્વ થાય, નહીં તો સોલ્વ થાય એવું નથી. આ ‘વિ'નું વિભાવનો વિરુદ્ધભાવ સમજી ગયા છે.
તથી કરવાપણું, સ્વભાવમાં ! આપણે આ પાણી છે, તે આ બધા નહાવાના હોય અને ઇલેક્ટ્રિસીટી બંધ થઇ ગઇ. અને તું ગરમ કરવા માંડુ, કેરોસીન જીવથી કે એનાથી, તો શું થાય ? ટાઇમ લાગે ?
પ્રશ્નકર્તા : હ.
દાદાશ્રી : આ વિભાવ એટલે સંસાર ઊભો કરવો, એ ગરમ પાણી કરવા જેવું મહેનતવાળું છે. અને સ્વભાવમાં જવું એટલે લાકડાં કાઢી નાખીને પાછું ટાઢું કરવું, તો મોક્ષે જવાય. સ્વભાવમાં ક્રિયા ના હોય, મહેનત ના હોય. સ્વભાવ સમજવાનો હોય. આ પાણીનો દાખલો આપ્યો, તમને સમજાય છે ?
દરેક વસ્તુને પોતાના સ્વભાવમાં જવા માટે મહેનત નથી હોતી. બધાને વિશેષભાવમાં જાય ત્યારે મહેનત થાય.