________________
૧૧૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
એવા ગુણો છે નહીં. એટલે આપણા ગુણો નથી, તેને આપણે માથે શું કામ લઈએ ? જે વધ-ઘટ થાયને એ બધા જ પુદ્ગલના ગુણો.
અહીં અમારી પાસે જ્ઞાન લે તો એમને ક્રોધ-માન-માયા-લોભ પુદ્ગલના ગુણ છે અને જ્ઞાન ના લીધું હોય તો આત્માના ગુણ છે. ખરેખર આત્માના ગુણ નથી, પણ એ જ પોતે બોલે છે કે “હું ચંદુલાલ છું'. જે નથી તે બોલે છે, એવું આ ગુણેય નથી પોતાના, તે પોતે માથે લે છે.
એટલે એવું છે, અમારી પાસે જ્ઞાન લઈ અમારી આજ્ઞામાં રહે, પછી ક્રોધ-માન-માયા-લોભ થાય તોય આપણને અડે નહીં, કશું થાય નહીં, સમાધિ જાય નહીં.
આત્માને કોઈ દહાડો ચિંતા ના હોય. આત્મા તો અનંત સુખનું ધામ. પોતે જ અનંત સુખનું ધામ. કશુંક (કોઈ) અંડે તેનેય સુખિયો બનાવી દે, તે આ લોકો માની બેઠા કે આત્મા જ ચિંતા કરે છે ને આત્મા જ દુઃખી થાય છે ને આત્માને જ ઉપાધિ છે આ બધી. આ બોલનાર છેટો રહી જાય છે. બોલનાર કોણ હશે આમાં ?
પ્રશ્નકર્તા : એ જ આ અહંકાર.
દાદાશ્રી : એ છેટો રહી જાય છે. એટલે પોતે પોતાને બિનગુનેગાર ઠરાવી દીધો, બધાને ગુનેગાર ઠરાવે છે. મૂળ ગુનેગાર તે બીજાને ગુનેગાર ઠરાવે છે. પોતે ગુનેગાર છે. તે પછી મિથ્યાત્વ વધતું જાય, રોંગ બિલીફો વધતી જાય.
આત્મા આત્માની જગ્યાએ છે. સાયન્ટિફિક ઈફેક્ટ છે આ તો. કોઈએ કશું કર્યું નથી. આ જે ધર્મોવાળા માને છે ને બધા, એવું કશું છે જ નહીં. તીર્થંકરના ભાવમાં હતું આ ! હું જે કહું છું તે તીર્થકરોનું સીધું જ્ઞાન છે, શાસ્ત્રની ઉપર છે.
| [૯] સ્વભાવ-વિભાવતા સ્વરૂપો !
જગત ચાલે સ્વભાવથી જ ! આ જગત બધું સ્વભાવથી ચાલે છે. પ્રશ્નકર્તા : એ સ્વભાવ શું ચીજ હશે ?
દાદાશ્રી : દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવનું જ પ્રદર્શન કરે છે. જે દ્રવ્યો છે એ સત્ છે, એટલે અવિનાશી છે. એ નિરંતર પરિવર્તનશીલ છે અને પોતાના સ્વભાવમાં જ રહે છે.
પ્રશ્નકર્તા : આ જેમ રાત પડે એ સ્વભાવથી કીધું અને દહાડોય સ્વભાવથી જ થાય, તો આ અંતઃકરણ, વાણી એ બધું... ?
દાદાશ્રી : બધું સ્વભાવથી. બધું પુદ્ગલ હોય તો પુદ્ગલના સ્વભાવથી અને ચેતન હોય તો ચેતનના સ્વભાવથી. હવે આ બધી વાતો શાસ્ત્રમાં ના હોય ને પુસ્તકમાંય ના હોય, નહીં ?
પ્રશ્નકર્તા : ન હોય, દાદા. એ તો દાદાના કોમ્યુટરમાં જ હોય. આ પુદ્ગલ એના સ્વભાવથી જ ચાલે છે, એમાં ચેતનનું કંઈ કનેક્શન ખરું ? ડખલગીરી ?
દાદાશ્રી : ડખલ કરે એ ચેતન જ કહેવાય નહીં.
સ્વભાવથી ચાલે છે અને ચલાવનાર સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે.
પ્રશ્નકર્તા : કોના કોના સ્વભાવ ?