________________
૧૦૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૮) ક્રોધ-માનનો ‘હું', માયા-લોભનું ‘મારું !
૧૦૯
એ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે. પણ અજ્ઞાનતા હોય તો, એ પાછું જોડે કહ્યું. જ્ઞાનીને ક્રોધ-માન-માયા-લોભ ઉત્પન્ન થતાં નથી.
દાદાશ્રી : જોડે હોય તો જ્ઞાનીનેય થાય. પણ જોડે આવ્યું તો પછી જ્ઞાની રહ્યો જ ક્યાં ?
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : બે વસ્તુ જોડે રહી એટલે પછી પેલાં પરિણામ તો ઊભાં થાય જ ને ! પછી ખસેડી નાખ્યું એટલે ના થાય. આ બે વસ્તુ જુદી થઈ ગઈ, આથી થઈ, છેટી પડી એટલે જ્ઞાની અને નજીક એ અજ્ઞાની.
પ્રશ્નકર્તા : પણ આમાં આપ વાતો કરો છો, આ બધો વ્યવહાર કરો છો, લોકો જુએ છે તો આ વ્યવહાર તો જડનો થાય છેને ?
દાદાશ્રી : એ તો થયા કરે, પછી ?
પ્રશ્નકર્તા: તો આમાં વિશેષ પરિણામ નથી થતાં એ કઈ રીતે ખબર પડે ?
દાદાશ્રી : પહેલાં તન્મયાકાર પરિણામ થતાં હતાં મનમાં, ‘એ’ જુદો પડ્યો. મન જુદું ને ‘હું જુદો એટલે ત્યાં આગળ છૂટું પડ્યાનું પરિણામ દેખાયું આપણને.
પ્રશ્નકર્તા : છૂટું પડ્યું એટલે શું કહ્યું ?
દાદાશ્રી : એ છૂટું પડ્યું એનું પરિણામ દેખાયું આપણને. મન અને પોતે બે જુદાં પડ્યાં. જ્ઞાનીને મન કામનું નહીં. જ્ઞાનીને મન શેય સ્વરૂપ છે. એમને મન વર્કીંગ ઑર્ડરમાં નહીં.
પ્રશ્નકર્તા : એટલે મન તો એનું ફંકશન કર્યા જ કરતું હોય?
દાદાશ્રી : એ એનું પાછલું પરિણામ છે. નવું ના થાય. મનને જોયા જ કરે કે મનમાં શું વિચાર આવે છે ! બધાં પાછલાં પરિણામ
શું થાય છે, એ બધું જોયા કરે. પહેલાં જોતો ન હતો, વિચરતો હતો. અને વિચરતો હતો એ જ વિચાર.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાની અત્યારે વ્યવહારમાં છે તો બીજાં તત્ત્વો પણ સંબંધમાં છે જ ને અત્યારે ?
દાદાશ્રી : હોય જ ને ! પ્રશ્નકર્તા : તો એ તત્ત્વો ભેગાં થયાં કહેવાય ?
દાદાશ્રી : એ તો કાળને અનુરૂપ થયું. એને ભેગાં થયાં ના કહેવાય. એ તો પરિણામિક છે. ભેગાં થવું એટલે કૉઝમાં હોય. પરિણામ તો ઈફેક્ટ છે.
કારણ, કર્તા થવાતું ! પ્રશ્નકર્તા : જો ઈગો કોઈએ ઉત્પન્ન કર્યો નથી એટલે કોઈ જવાબદાર પણ નથીને એ વાત પણ સાચી ને ?
દાદાશ્રી : કોઈની જવાબદારી જ ક્યાં છે તે ! આ તો કુદરતી રીતે ભેગાં થયાં, એટલે ઉત્પન્ન થયું છે અને ઉત્પન્ન થઈને પાછું તે અડક્યું નથી. આત્માને એ નથી હેરાન કરતો અને આત્મા એને નથી હેરાન કરતો. આ ઉત્પન્ન થયું, તે અહંકારને હવે દુઃખ છે, આત્માને દુ:ખ નથી. આત્મા દુઃખને સમજતો જ નથી. એટલે અહંકારને ઇચ્છા છે કે આપણે આમાંથી મુક્ત થવું છે, આ દશામાંથી. - તે આ હુંપણું ને મારાપણું ઉત્પન્ન થયું. ત્યારે એની નભાવણી કોણ કરે? મેઇન્ટેનન્સ કોણ કરે છે ? ત્યારે કહે, આત્માની હાજરી. શરીરમાં આત્માની હાજરી જો ના હોય તો એ બધું બંધ થઈ જાય.
જ્ઞાત પછી કષાયો અતાત્માતા ! પ્રશ્નકર્તા : પોતાના સ્વરૂપમાં આવી જાય, એટલે પછી ક્રોધ ના થાય, માન ના થાય, માયા ના થાય, કશું જ ના થાયને ?
દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ પુદ્ગલના ગુણો છે, આત્મામાં