________________
૧૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૮) ક્રોધ-માનનો ‘હું', માયા-લોભનું ‘મારું !
૧૦૭
નહીંને ! અહીંયે વ્યવસ્થિત ખરું. પણ આપણે અહીં તે શું કહેવા માંગીએ છીએ કે કેવી રીતે ઊભું થયું ? તો આ બેના ભેગા થવાથી ઊભું થયું છે. પછી તો વ્યવસ્થિતનો બધો હિસાબ ભેગો થઇ જાય છે. દરેકને બધી જરૂરિયાત વસ્તુ ભેગી થઈ જાય. પણ મૂળ પોતાનો વિભાવ ગુણ નથી. વિશેષભાવ એટલે, આત્માની આ (સ્વભાવિક) શક્તિ તો છે જ પણ પછી વિશેષ શક્તિઓ પણ છે. એટલે પોતે આ (વિભાવ) કરતો નથી. બીજાનાં દબાણથી વિભાવ ઊભો થાય અને એની (વિભાવની) શક્તિઓ ઊભી થાય છે.
આમાં છેટો રહ્યો તે “જ્ઞાતી' ! પ્રશ્નકર્તા : આ અંતઃકરણ આખું ઊભું થયું છે એ અને વિશેષ પરિણામ, એ બેનો શું સંબંધ છે ?
દાદાશ્રી : વિશેષ પરિણામથી ક્રોધ-માન-માયા-લોભ એ બધું ઊભું થાય અને એનાથી પછી અંતઃકરણ ઊભું થયુંને !
પ્રશ્નકર્તા: હવે અજ્ઞાનીને પણ આત્મા ને જડ વસ્તુ જોડે છે અને જ્ઞાની પુરુષની પાસે પણ જડ વસ્તુ ને આત્મા છે. તો અહીં જ્ઞાનીમાં વિશેષ પરિણામ નથી હોતું ?
દાદાશ્રી : એમને જોડે નથી, એનું નામ જ્ઞાનીને ! એમને જુદું પડ્યું.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : (જડ ને આત્મા) એ જોડે હોત તો વિશેષ પરિણામ રહેને, એ પછી વિશેષ પરિણામ ન આવ્યું. પણ જોડે છે “પોતે' એને છૂટાં કરી નાખેને !
પ્રશ્નકર્તા: એટલે વિશેષ પરિણામ અહીં છૂટું પાડવું પડે છે, એમ ?
દાદાશ્રી : તે બે જોડે છે, ટચોટચ (લગોલગ) અડીને છે, એટલે
આ વિશેષ પરિણામ બધું થાય. પણ પછી “એ” (જ્ઞાની દિશામાં પોતે) અડતો બંધ થઈ જાય, છૂટું થઈ જાય એટલે કશું નહીં.
પ્રશ્નકર્તા : બરોબર છે. એટલે જ્યાં સુધી પુદ્ગલ પરિણામને પોતાનાં માને છે એ વિશેષ પરિણામનું મૂળ કારણ છે ?
દાદાશ્રી : હા, જોડે થવાથી એ પોતાનાં મનાય, એટલે ક્રોધમાન-માયા-લોભ ઊભાં થાય છે. એનાથી આ બધું દેખાય છે. સંસાર ઊભો થયો પછી. પોતાનું માન ને બધું એનાથી ઊભું થાય. અંતઃકરણ બધું એનાથી ઊભું થઈ ગયું. અને મન તો અહંકારે ઊભું કર્યું છે. એ અહંકારની વંશાવળી છે, એના વારસદારો.
પ્રશ્નકર્તા : એટલે અહંકારનું ક્રિયેશન મન ? દાદાશ્રી : મન એ ક્રિયેશન બીજા કોઈનું નથી, અહંકારનું છે.
પ્રશ્નકર્તા : અત્યારનો વિચાર આવવો એ અત્યારના અહંકારનું ક્રિયેશન છે ?
દાદાશ્રી : આગળનું છે એ. અત્યારે આવે છે એ બધું પરિણામ છે. એમાં બીજ પાછું પડે એટલે આવતા ભવે કામ લાગે. જૂનું પરિણામ ભોગવે ને નવું બીજ છે તે નાખે. અત્યારે કેરી ખાય, રસબસ ખઈ ગયોને પાછો ગોટલો નાખે તે ગોટલો ઊગે.
પ્રશ્નકર્તા : આ બીજ નાખવું એ વિશેષ પરિણામ ગણાય છે ?
દાદાશ્રી : વિશેષ પરિણામ તો બે જોડે હોય ત્યારે થાય, એની મેળે ઊભું થાય. એ દૃષ્ટિ છે એક જાતની. અને ક્રોધ-માન-માયા-લોભ થાય. અને બીજ તો, એ પછી ભ્રાંતિથી પાછો નાખે છે. આ ગોટલાને શું કરવું તે ખબર નથી એટલે પાછો નાખે તે પાછો ઊગે છે. અને જો ગોટલાને શેકી નાખે તો ના ઊગે. એવું જ્ઞાન જાણે તો. એવું આમાં કર્તારહિત થાય તો એ ના ઊગે. અક્રિય થાય એટલે ઊગે નહીં.
પ્રશ્નકર્તા : જડ અને ચેતન ભેગાં થવાથી ક્રોધ-માન-માયા-લોભ