________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : તો પછી આ આત્માનો પુનર્જન્મ થાય છે ? દાદાશ્રી : આત્માનો પુનર્જન્મ થતો નથી. અહંકારનો જ પુનર્જન્મ થયા કરે છે. આત્મા તો તેનો તે જ રહે છે. ઉપર આવરણ ચડ્યા કરે છે અને આવરણ ઉતર્યા કરે છે. આવરણ ચડ્યા કરે છે અને આવરણ ઉતર્યા કરે છે.
૧૦૪
પ્રશ્નકર્તા : પોતાના ગુણધર્મો પ્રમાણે ચાલે આખી દુનિયા ? દાદાશ્રી : બસ, આ સ્વભાવથી જ જગત ચાલી રહ્યું છે. આ બધુંય સ્વભાવ કરી રહ્યો છે.
પ્રશ્નકર્તા : આપણો પણ સ્વભાવ ખરાબ નથી ? આપણો સ્વભાવ ખરાબ છે એટલે આ બધું ખરાબ કરીએ છીએને !
દાદાશ્રી : તમે તો આત્મા છો, પરમાત્મા છો. અને સ્વભાવ તમારો ખરાબ હોતો હશે ?
પ્રશ્નકર્તા : ના, પણ પુદ્ગલ જે સાથે...
દાદાશ્રી : નહીં, એ પુદ્ગલ તો ઊભું થયેલું છે, આ સંજોગોના અનુસાર. પુદ્ગલ એટલે ‘હું’-‘મારું’ બે ઊભું થયું. ‘તમે’ જ્યાં સુધી ‘હું’ ચંદુમાં વર્તશો, ત્યાં સુધી પોતાનાં સ્વરૂપનું ભાન નહીં થાય અને ત્યાં સુધી ‘હું' જુદું રહ્યા કરશે. વ્યતિરેક ગુણ છે એ, એ અન્વય ગુણ નથી.
વિભાવ એ અહંકાર !
પ્રશ્નકર્તા : છ દ્રવ્યોના સંયોગથી નિષ્પન્ન થતો વિભાવ, તે વિભાવ પ્રતિષ્ઠિત આત્માને થાય છે ને ?
દાદાશ્રી : હા, એ પ્રતિષ્ઠિત આત્મા એટલે જ અહંકાર. જે પ્રતિષ્ઠા કરે છે તે અહંકાર પોતે જ વિશેષભાવ છે. વિશેષભાવ એ જ પોતે અહંકાર છે.
પ્રશ્નકર્તા ઃ અહંકાર રહિતતા એ આત્માનો સ્વભાવ છે ?
(૧.૮) ક્રોધ-માનનો ‘હું’, માયા-લોભનું ‘મારું’ !
દાદાશ્રી : હા, એ આત્માનો સ્વભાવ છે અને આત્માનો વિભાવ એ અહંકાર.
૧૦૫
પ્રશ્નકર્તા : આત્મા સિવાય બીજું જે કંઈ દેખાય છે તે બધું વિભાવ ?
દાદાશ્રી : એ બધું વિભાવનું ફળ. અને તે બધું વિનાશી પાછું. રહે નહીં ભેળું કરેલું. ગમે એટલું ભેગું કરો તો, દેહને પોતાનો કરવા જાયને તો આ થાય નહીં કોઈ દહાડોય.
પ્રશ્નકર્તા ઃ દરેકમાં ચેતન સરખું છે અને જડ સરખું છે, તો વ્યતિરેક ગુણનું ઓછું-વધતું પ્રમાણ કેમ થાય છે દરેકમાં ?
દાદાશ્રી : ચેતન સરખું છે બધામાં. જડ સરખું ના હોય. જો જડ સરખું હોતને તો કોઈ ઓળખાત જ નહીં. બધા એક જ પ્રકારના મોઢાં અને એક જ પ્રકારનું બધું.
પ્રશ્નકર્તા : પણ એ બધાના જે મૂળ અણુ પરમાણુ છે એ તો સરખા જ ને ?
દાદાશ્રી : હા, પણ એ અણુ-પરમાણુનું જોવાનું નથી. અત્યારે જે આપણને દેહ ને બધું ઊભું થયું છે, એ સરખું હોય નહીં.
પ્રશ્નકર્તા : જેને જ્ઞાન ના હોય એવામાં કોઈને વધારે ઈગો હોય, કોઈને ઓછો હોય એવું કેમ ?
દાદાશ્રી : એ બધું તો હોય. એ વધતું-ઓછું હોય. એ તો બધું એના હાથમાં સત્તા જ નથી. એ ‘પોતે’ માને છે કે ‘આ હું છું’, એ ખરેખર નથી. ‘હું છું’ એ ભ્રામક માન્યતા છે. અને એ વધતો-ઓછો હોય પણ નીકળે નહીં. બેના છૂટા પડ્યા સિવાય જાય નહીં.
પ્રશ્નકર્તા : પણ એમાં સંજોગો ભેગા થાયને ત્યારે ઊડી જાયને
પાછું ?
દાદાશ્રી : હા, સંજોગ ભેગા થાય તો, નહીં તો થાય જ