________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
ક્રોધ-માન-માયા-લોભ એ પહેલું અને પછી આ બધું આવે ઈફેક્ટ. દાદાશ્રી : મા-બાપ છે તે ક્રોધ-માન-માયા-લોભ અને આ બધાં છોકરાં એનાં, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર વંશાવળી એની પછી થાય. ગાઢ વિભાવ, અવ્યવહાર રાશિમાં !
૧૦૨
પ્રશ્નકર્તા : આજે ઈવૉલ્યુશન થીયરી કહીએ છીએ, જીવ આગળ આગળ વધતો જાય, ઉત્ક્રાંતિ થઈ માણસમાં આવ્યો, દેવમાં જશે, આમ થશે એ આ બધું વિભાવથી જ છે ને ?
દાદાશ્રી : વિભાવને લઈને જ છે આ. આ બધું જે છે તે વિભાવ જ છે.
પ્રશ્નકર્તા : એટલે ફર્સ્ટ રોંગ બિલીફ એકેન્દ્રિયમાં ઊભી થઈ
ગઈ ?
દાદાશ્રી : ના, એવું એકેન્દ્રિયમાં નહીં, એથી આગળ અવ્યવહાર રાશિમાં એ બધા જીવો છે. જામી ગયા છે, હજુ નામ પણ પડ્યું નથી, વ્યવહારમાં આવ્યો નથી.
પ્રશ્નકર્તા : પણ ત્યારેય વિભાવ ખરો એને ?
દાદાશ્રી : બહુ ગાઢ, ભારે વિભાવ છે. અવ્યવહાર રાશિમાં બધાં જે કર્મો છેને, તે વ્યવહારમાં પછી ભોગવે.
પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કર્મો ઉદ્ભવ થયાં કરતાં હોય તો અહંકાર ક્યારે ઊભો થાય છે પછી ?
દાદાશ્રી : મૂળ અહમ્ તો શરૂઆતથી જ થયેલો છેને ! શરૂઆતથી, અનાદિકાળથી છે. (મૂળ પહેલો) વિશેષભાવ ઉત્પન્ન થાય ત્યારથી છે. મૂળ વિશેષભાવથી અહમ્ ઉત્પન્ન થાય છે અને એ અહમાંથી બીજો વિશેષભાવ ઊભો થાય છે, તે અહંકાર. પાછું એ અહંકાર નાશ થાય છે. પછી (બીજો) વિશેષભાવ ઉત્પન્ન થાય છે ને અહંકાર ઊભો થાય છે. અહંકારની પાછળ વિશેષભાવ ને વિશેષભાવની
(૧.૮) ક્રોધ-માનનો ‘હું’, માયા-લોભનું ‘મારું' !
પાછળ અહંકાર. (અહમ્ કેવળજ્ઞાન થતાં સુધી કાયમ રહે છે, અહંકાર જન્મે છે, મરે છે.)
પ્રશ્નકર્તા : એટલે અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે ત્યારથી ?
૧૦૩
દાદાશ્રી : બધે. અવ્યવહારમાં કે વ્યવહારમાં બધે જ, જ્યાં જુઓ ત્યાં આ. અવ્યવહારમાં કંઈ ભોક્તા નહોતો એવું નહીં. ભોક્તા હતા, ભયંકર વેદના, વેદનાયે સહન ના થાય.
પ્રશ્નકર્તા : એટલે એ અહંકાર જ ભોક્તા હતો, એ વેદનાનો ? દાદાશ્રી : બીજું કોણ ત્યારે ? કર્તા નહીં એ. બુદ્ધિ વગર કર્તા
ના હોય.
પ્રશ્નકર્તા : એ અહંકાર ભોગવે ખરો ?
દાદાશ્રી : હા, ભોગવે.
પ્રશ્નકર્તા : એટલે પહેલેથી જ વિશેષ પરિણામથી અહંકાર ઊભો થયેલો છે ?
દાદાશ્રી : એકલું વિશેષ પરિણામ નહીં. પાછું વિશેષ પરિણામ ઊડી જાય તો અહંકાર ઊડી જાય, પાછું બીજું વિશેષ પરિણામ ત્યાં ઊભું થાય. જોડે ને જોડે છે એટલે. બે દ્રવ્ય જોડે હોવાથી વિશેષ પરિણામ ઊભું થતું જાય ને આ છૂટાં પડે ત્યારે વિશેષ પરિણામ ઊડી જાય. (તે વખતે મૂળ વિશેષભાવ અને તેને લીધે અહમ્ તે કાયમ રહેલા જ છે.) વ્યવસ્થિત તે પુતર્જન્મ !
પ્રશ્નકર્તા ઃ તો પુનર્જન્મ અને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એ બન્નેને કઈ રીતનો સંબંધ, એ જરા સમજાવો.
દાદાશ્રી : એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ જ
પુનર્જન્મનું મૂળ કારણ છે. એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ પુનર્જન્મ સાબિત કરી આપે છે.