________________
૧ળ
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૮) ક્રોધ-માનનો ‘હું', માયા-લોભનું “મારું” !
૧૦૧
કષાયો કર્મ કૉઝ તે અંતઃકરણ ઈફેક્ટ ! પ્રશ્નકર્તા : આત્મા અને પુદ્ગલનાં સાંનિધ્યના કારણે ચાર કષાય ઊભાં થયાં, ક્રોધ-માન-માયા-લોભ એ બરાબર ?
દાદાશ્રી : બરાબર.
પ્રશ્નકર્તા : તો મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર પણ એ જ રીતે ઉદ્ભવ થયાં ને ?
દાદાશ્રી : એ એવું છે ને, ક્રોધ-માન-માયા-લોભ એ તો પ્રોડક્શન છે અને આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર એ તો ઈફેક્ટ છે.
પ્રશ્નકર્તા : એ ઈફેક્ટ છે, પણ પ્રોડક્શન એટલે ઈફેક્ટ નહીં ? તો એ શું ?
દાદાશ્રી : પ્રોડક્શન એટલે કોઝિઝ. પ્રોડક્શન એટલે અમુક વસ્તુઓનાં ભેળાં થઈ જવાથી ઊભું થયું. ઉપાધિ સ્વરૂપ ! વિશેષ સ્વરૂપ
પોતાનું. ત્યારે બધું પરમાણુ ડિસ્ચાર્જ થઈ જાય. કારણ કે એનો મહીં જીવ ભાવ જતો રહ્યો હોય !
પ્રશ્નકર્તા : હા, વપરાય એટલે પછી શું થાય ?
દાદાશ્રી : વપરાય એટલે કર્મ બંધાય. કર્મ બંધાય એટલે એનું ડિસ્ચાર્જ થતી વખતે આ ઈફેક્ટ આવે, એ જ છે તે મહીં આ અંતઃકરણ, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધુંય.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછીનું જે મન રહ્યું તે ઈફેક્ટિવ ?
દાદાશ્રી : પછી ઈફેક્ટિવ, બસ. અજ્ઞાનીને પણ ઈફેક્ટિવ ખરું, પણ ઈફેક્ટિવનુંય એ મહીં કોઝિઝ ઉત્પન્ન થાય એવું અને આને (જ્ઞાન લીધા પછી) કોઝિઝ ઉત્પન્ન ના થાય, કોઝિઝ બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : ચિત્તનું પણ એવી રીતે ?
દાદાશ્રી : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધુંય. આખુંય અંતઃકરણ, એ બધું ઈફેક્ટ જ છે. અને અંતઃકરણ એકલું નહીં, આ બાહ્યકરણેય ઈફેક્ટ છે. બન્નેય કરણ માત્ર ઈફેક્ટ છે.
આ અંતઃકરણમાં જે થાય એ પછી બહાર ક્રોધ નીકળે. પહેલો અંતઃકરણમાં થાય. અંતઃકરણમાં પહેલો વઢી પડે બાપ જોડે અને પછી બહાર વઢે.
પ્રશ્નકર્તા : પણ અંતઃકરણ એ તો ઈફેક્ટ છે, પછી આ થાય કેવી રીતે ?
દાદાશ્રી : હા, પણ આય ઈફેક્ટ ને તેય ઈફેક્ટ. પણ આ સૂક્ષ્મ ઈફેક્ટ છે ને પેલી સ્થળ (ઈફેક્ટ) થાય છે ક્રોધમાં, બહાર નીકળે એટલે.
પ્રશ્નકર્તા : અંતઃકરણ ન હોય તો પછી ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થાય ખરાં ?
દાદાશ્રી : ના, પછી કશુંય નહીં. પ્રશ્નકર્તા : તો પછી પહેલું શું ? પહેલાં આપે એમ કહ્યું કે
થવું !
પ્રશ્નકર્તા : આત્મા અને પુદ્ગલનું સાંનિધ્ય થયું એટલે ક્રોધમાન-માયા-લોભ ઊભાં થયાં. એવી જ રીતે મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર પણ ઊભાં થયાં. એટલે કે કોઝિઝ અને ઈફેક્ટ બન્ને એક સાથે જ ઊભાં થયાં ?
દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો કેવી રીતે થયાં ?
દાદાશ્રી : એ મૂળ પહેલું છે તે પ્રોડક્શન ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થયાં. હવે એ ઊભાં થયાં, તેનાથી કર્મ ચાર્જ થવા માંડ્યાં. એ ના હોત તો ચાર્જ ના થાય. એ છે તો ચાર્જ થવા માંડ્યા. એ જ ભાવકર્મ. કારણ કે ક્રોધ કર્યો. એ ઊભો થયેલો છે પણ જો વપરાયો તો, વપરાયા વગર પડી રહે તો કશો વાંધો નથી. પણ વપરાયા વગર રહે જ નહીં ને ! વપરાયા વગર રહે ક્યારે ? જો એ જ્ઞાન હોય