________________
(૧.૮) ક્રોધ-માનનો ‘હું', માયા-લોભનું ‘મારું !
૯૯
[૮] ક્રોધ-માનતો “હું, માયા-લોભતું “મારું” !
હું' વધ્યું આગળ... વિશેષભાવમાં શું થયું, કે ‘હું કંઈક છું. અને આ બધું ‘હું જાણું છું’ અને ‘હું કરું છું'. એ વિશેષભાવ ઉત્પન્ન થયો. તેથી આ સંસાર ઊભો થયો. પછી જોઈ જોઈને કરવા માંડે. લોક શાદી કરે, એટલે શાદી કરે. જગત વ્યવહારથી ચાલ્યું, બધું તોફાનલક્કડના લાડુ છોડે છે ? કહે ખરા, લક્કડના લાડુ....
પ્રશ્નકર્તા : એટલે એ વિશેષ પરિણામ ઊભું થયું, એનાથી જે અહંકાર ઊભો થયો એ આખા ભવ પૂરતો એક જ હોય છે ને ?
દાદાશ્રી : એ ખલાસ થાય ને પાછું ઊભું થાય, ખલાસ થાય ને ઊભું થાય. એટલે બીજ પડે ને વૃક્ષ થાય, બીજ પડે ને વૃક્ષ થાય, એ ચાલ્યા જ કરવાનું.
પ્રશ્નકર્તા : એટલે બીજે અવતારે એનું વૃક્ષ થાયને ?
દાદાશ્રી : એ બધા કોઝિઝ (બીજ)નું પાછું વૃક્ષ થાય ને ! આ પછી વૃક્ષમાંથી કોઝિઝ થાય. એક સીધી વાત જ, કોઝિઝ એન્ડ ઈફેક્ટ બસ ચાલ્યા જ કરે.
પ્રશ્નકર્તા : આખો અવતાર એકનો એક જ અહંકાર કામ કરતો હોય છે ?
દાદાશ્રી : ત્યારે બીજા પાંચ-સાત હોય ? દેહની સાથે અહંકાર વિલય થઈ ગયો, બસ એટલું જ. બીજું કોઝિઝ થઈને ગયો છે આગળ,
એના આધારે આવતા ભવે બીજો અહંકાર ઉત્પન્ન થાય.
હવે હું તમને આત્માની વાત કરું. હવે ભગવાને ક્રિયેટ કર્યું નથી, તેય કહું તમને. અને અહંકાર છે એ વાત સાચી, દીવા જેવી વાત છે. તો વચ્ચે કોણ છે એ અહંકાર ? અને તમે કહો કે અહંકાર ક્યારે શરૂ થયો ? તો શરૂ થયો તો તો જગતની બિગિનિંગ કહેવાય. તે બિગિનિંગેય નથી આ. અહંકાર ઊભો થાય છે, અહંકાર નાશ થાય છે. અહંકાર ઊભો થાય છે, અહંકાર નાશ થાય છે. પણ નાશ થતી વખતે પેલો બીજ નાખીને નાશ થાય છે. એટલે કંઈ આ શરૂ થયું નથી. પણ અહંકાર શી રીતે ઊભો થાય ? થઈ ગયો મૂળ, પહેલાં શી રીતે અહંકાર ઊભો થયો હશે ? એટલે પહેલાંથી, મૂળ આ નથી હોતું, પણ આમ આપણે સાધારણ કહીએ કે, ભઈ અહંકાર શાથી ઊભો થયો ? કેવી રીતે ઊભો થયો?
પ્રશ્નકર્તા : સહુથી પહેલી ઈફેક્ટ કેવી રીતે ચાલુ થઈ ?
દાદાશ્રી : કોઝિઝ વગર ઈફેક્ટ થાય નહીં કોઈ દહાડો. કોઝિઝ ‘એણે’ એ કર્યું કે “આ હું છું અને આ મારું છે', એટલે ઈફેક્ટ શરૂ થઈ ગઈ પછી.
પ્રશ્નકર્તા : પણ પહેલીવાર કૉઝ કેમનું ચાલુ થયું ?
દાદાશ્રી : એ જ, (વ્યવહાર) આત્માને બીજું તત્ત્વ ભેગું થયું એટલે આ (આત્મા) તત્ત્વને, એને પોતાને એવું આવ્યું કે, “ખરેખર હું છું આ.’ તેની સાથે ‘હું'-“મારું” ઊભું થઈ ગયું ને ક્રોધ-માન-માયાલોભ ઊભાં થઈ ગયાં.
મૂળ ‘આ’ ‘લાઈટ’ છે' પણ જગતના લોકોએ કહ્યું, ‘તમે ચંદુભાઈ છો’ ને તમેય માની લીધું કે ‘હું ચંદુભાઈ છું' ! એટલે ‘ઈગોઈઝમ' ઊભો થયો. એ ‘ઈગોઈઝમ' મૂળ લાઈટનો ‘રિપ્રેઝન્ટેટિવ થયો ! અને એ ‘રિપ્રેઝન્ટેટિવ'ના ‘લાઈટથી જોયું, તે બુદ્ધિ થઈ !